વૈશાખ : ૨૪૮૮ : ૧૭ :
આચાર્યદેવ મિથ્યાત્વનું
ઝેર ઉતારવા
આત્મજ્ઞાનનું અમૃત પીરસે છે.
[સમયસાર કલશ ૧૨૨ ઉપર, ગોંડલમાં પૂજ્ય ગુરુદેવનું પ્રવચન]
(મહા સુદ ૯ વીર સંવત ૨૪૮૭)
શ્રી સમયસાર પરમાગમ છે, તેની સર્વોત્તમ ટીકા કરનાર શ્રી
અમૃતચંદ્રાચાર્ય એક હજાર વર્ષ પૂર્વે થઈ ગયા; તેમણે પ્રથમ માંગલિક ‘નમ:
સમયસારાય’ થી શરૂ કર્યું છે. આ કળશ મધ્ય મંગલરૂપે છે.
इदमेवात्र तात्पर्यं हेयः शुद्धनयो न हि।
नास्ति बंधस्तदत्यागात्त त्यागाद्वंध एव हि।। १२२।।
અર્થ:– અહીં આ જ તાત્પર્ય છે કે શુદ્ધનય ત્યાગવા યોગ્ય નથી; કારણ
કે તેના અત્યાગથી (ગ્રહણથી) બંધ થતો નથી, અને તેના ત્યાગથી બંધ જ
થાય છે.
આખા શાસ્ત્રનો સાર આ છે કે શુદ્ધનય ત્યાગવા યોગ્ય નથી.
(શુદ્ધનય અને તેનો વિષય જે પૂર્ણ શુદ્ધાત્મા બેઉને અહીં એક–અભેદ ગણ્યા
છે.) આ કળશ મધ્યમંગળ છે. મંગળનો અર્થ એવો છે કે–મંગ=પવિત્રતા;
સુખ, એને લ=લાવે, પમાડે તે. આત્મામાં નિર્મળ શ્રદ્ધા, જ્ઞાન અને અતીન્દ્રિય
સુખ અનુભવ દ્વારા પ્રગટ થાય તે ભાવને સર્વજ્ઞ ભગવાન મંગળ કહે છે.
સંસારના માનેલા મંગળને મંગળ કહેતા નથી, કેમકે તે નાશવાન છે.
–મંગળનો બીજી રીતે અર્થ:–મમ્=શરીર અને પુણ્ય પાપમાં મમતારૂપી
જે પાપ તેને, ગલ=ગાળે એવા શુદ્ધભાવને મંગળ કહેવામાં આવે છે.
‘શુદ્ધનય’ તે સમ્યક્શ્રુતજ્ઞાન પ્રમાણનો અંશ છે. હિતકારી–અહિતકારી
શું તેનો યથાર્થ નિર્ણય કરી જે જ્ઞાન પોતાના ત્રિકાળી પૂર્ણજ્ઞાનઘન સ્વરૂપમાં
દોરી જાય તેનું નામ