વૈશાખ : ૨૪૮૮ : ૧૯ :
ધર્મ કાંઈ બહારથી લાવ્યો લવાતો નથી. વસ્તુનો સ્વભાવ તે ધર્મ છે.
અમુક ક્ષેત્રમાં કે અમુક કાળમાં જ થાય એવો નથી. મિથ્યાત્વ, શુભાશુભભાવ
દુઃખદાતા છે, ભૂલ–વિકાર ક્ષણિક છે દુઃખરૂપ છે તેનો નાશક ત્રિકાળી નિર્વિકાર
સ્વભાવ છે. ભેદવિજ્ઞાનદ્વારા ત્રિકાળી પૂર્ણ જ્ઞાનસ્વભાવી આત્માનો નિર્ણય કરી
તેમાં જ વર્તમાન જ્ઞાનને વાળવું તે શુદ્ધનય છે અને તે ધર્મ છે.
–જ્યાં સુધી આ સ્વાધીન સ્વરૂપને જીવ ન જાણે ત્યાં સુધી તે પુણ્ય–
પાપનો કર્તા થઈ સંસારમાં રખડે છે. દયા, દાન, વ્રત, તપ કરે તો પુણ્ય થાય અને
તેના ફળમાં ધુળ મળે. પૈસા મળ્યા માટે પૈસાવાળો થઈ જતો નથી, કેમકે પૈસા
ખરેખર તેને મળ્યા નથી.–જીવ પૈસાની મમતા કરે છે તેથી તેને તે મમતા મળે છે–
જીવ મમતાવાળો અથવા વીતરાગી સમતાવાળો થઈ શકે છે; પણ પૈસાવાળો તો
તે કદી થઈ શકતો નથી.
‘અમારે અપવિત્રતા જોઈતી નથી’–એનો અર્થ એ થયો કે અમારે પવિત્ર
થવું છે. એમાં એમ આવ્યું કે વર્તમાન દશામાં અપવિત્રતા છે ખરી પણ તે ક્ષણિક
છે, કાયમ રહે એવી નથી, દુઃખરૂપ છે; માટે તેને ટાળવી છે અને તેના સ્થાને
સુખમય એવી પવિત્રદશા લાવવી છે. તો તે ક્્યાંથી આવશે? કે અંદર ધ્રુવપવિત્ર
જ્ઞાનાનંદ સ્વભાવ નિત્ય છે; તેનો આશ્રય કરે તો તેની એકાગ્રતાના બળવડે
અંદરની શક્તિ વ્યક્ત થાય છે. એ રીતે અંતરમાંથી પવિત્રતા આવે છે,
અપવિત્રતા ઉત્પન્ન થતી નથી. જેમ પીપરમાં ઉપર કાળો રંગ છે તે ટળી શકે છે ને
તે ટળીને તેના સ્થાને પૂર્ણ લીલાશ–તીખાશ પ્રગટ થઈ શકે છે. એમ આત્મામાંથી
અપવિત્રતા ટળી, પવિત્રતા પ્રગટ થઈ શકે છે. વીતરાગતા કરવા જેવી છે પણ તે
ન થાય ત્યાં સુધી તો પુણ્ય કરવા જેવું છે ને?–એમ ઘણા પૂછે છે; પણ એ કરવા–
ન કરવાનો પ્રશ્ન સાચું સમજે તો રહે નહિ, કારણ કે જ્યાં સુધી રાગની ભૂમિકા છે
ત્યાં સુધી અશુભથી બચવા શુભ આવે છે–હોય છે, પણ જ્ઞાનીને તેની ભાવના
હોતી નથી કેમકે પુણ્ય–પાપ બેઉ આસ્રવ છે, બંધનાં કારણો છે. એ રીતે તેને
જાણવા તે વ્યવહારનું કામ છે જેમ છે તેમ જાણવામાં ચૈતન્ય સમજદાર છે, ઉદાર
છે. અંદરમાં નિત્ય એકરૂપ સામાન્ય સ્વભાવ પડ્યો છે, તેના ઉપર દ્રષ્ટિ દેવી તે
શુદ્ધનય છે અને તે છોડવા યોગ્ય નથી. કેમકે તેનું ધ્યેય સંસારનાં સર્વ દુઃખથી
છોડાવી પૂર્ણ પવિત્રતામાં પહોંચાડવાનું છે.
એક ગામડામાં ગયા હતા. ત્યાં “અગાધગતિ” નામનું પુસ્તક કણબી
(ખેડુત) ભાઈઓ લઈને સમજવા આવ્યા. તેમણે કહ્યું કે–આમાં શું કહેવા માગે
છે? એ અમને સમજાતું નથી. જવાબ આપ્યો કે, તમે વાંચો. વાંચતાં તેમાં એમ
આવ્યું કે–આણીકોરની ઉપાસનાથી અહીંયાનું ફળ મળશે...તેનો ખુલાસો ૨૦
લીટીમાં કર્યો હતો તે વાંચતાં તેમાં એમ નીકળ્યું કે દયા, દાન, વ્રત, જપ, તપ,
તીર્થ, નામસ્મરણ, ભજન, સ્તુતિ, પ્રાર્થના–સેવા, પૂજા, શાસ્ત્રવાંચન વગેરેનું ફળ
સંસાર છે, તે જન્મમરણની ગતિ છે. આવું કરશો તો અહીં ફળશે એટલે કે
જગતની જંજાળમાં જ રહેશો...વગેરે. પછી તેઓને સમાધાનમાં એમ કહ્યું કે:–
આત્માની