: ૨૦ : વૈશાખ : ૨૪૮૮
ઓળખાણ કરતાં આત્માનું સાચું સુખ મળે, તેનાથી વિરુદ્ધ પુણ્ય–પાપ તે દુઃખ
છે–સંસાર છે.
પુણ્ય–પાપ તો વિભાવ છે, દુઃખ છે. પુણ્યનો ભાવ તે મંદ આકુળતા છે;
પાપનો ભાવ તીવ્ર આકુળતા છે. માટે તેની દ્રષ્ટિ રુચિ–ભાવના) છોડી
અંદરમાં તેનાથી રહિત ધ્રુવસ્વભાવ છે. તેના ઉપર દ્રષ્ટિ કર. જે જ્ઞાન અંતર
સ્વભાવ તરફ વળે તે શુદ્ધનય છે ને તે ગ્રહણ કરવા યોગ્ય છે.
જેમ સમુદ્રમાં મધ્યબિન્દુમાંથી ઊછળીને ભરતી આવે તેને કોઈ રોકી
શકે નહિ, તેમ આત્મા ધ્રુવજ્ઞાનાનંદ સમુદ્ર છે તેના આલંબનની દ્રષ્ટિથી જાગ્યો
તેને કોઈ રોકનાર નથી. જેમ સૂર્યમાં પ્રકાશ પ્રગટ થયો તેને રોકનાર કોઈ
અંધકાર નથી; અંધકાર અંધકારમાં છે–તેમ રાગ રાગમાં છે, ક્ષણિક છે, વિરુદ્ધ
છે, ખરેખર દુઃખદાતા છે. એમ જાણે તે તેનો તિરસ્કાર કરનાર
અરાગસ્વભાવમાં રુચિવાળો થયા વિના રહે નહિ.
આત્મા સદા પૂર્ણજ્ઞાનસ્વભાવી છે, તેની શ્રદ્ધા છોડવા યોગ્ય નથી.
કેમકે તે મોક્ષનું કારણ છે; અને પુણ્ય–પાપના વિકલ્પરૂપ અશુદ્ધતા છોડવા
યોગ્ય છે કેમકે તેના આશ્રયે બંધન–દુઃખ જ થાય છે.
नमः समयसाराय स्वानुभूत्या चकासते।
चित्स्वभावाय भावाय सर्वभावांतरच्छिदे।। १।।
પૂર્ણતાને લક્ષે શરૂઆત–પૂર્ણસાધ્યને શુદ્ધાત્માને લક્ષમાં રાખીને અંદરમાં
પૂર્ણ પરમાત્મભાવ (ધ્રુવદ્રવ્યસ્વભાવ) છે તેને જ નમું છું. તેમાં જ પરિણમું છું,
ઢળું છું,–એમ પ્રથમ મંગળ કર્યું. બીજા મંગળમાં શુદ્ધદ્રષ્ટિ ત્યાગવા યોગ્ય નથી
એમ કહ્યું, છેલ્લા મંગળમાં દરેક દ્રવ્યનું સ્વતંત્ર પરિણમન બતાવવા કહ્યું કે,
આ શાસ્ત્ર શબ્દોએ રચ્યું છે, અમે કર્યું નથી, આચાર્ય તો જ્ઞાતાપણું પોતાનું
સ્વરૂપ છે તેમ જાણે છે. શબ્દરચનામાં મારું કાંઈ કર્તવ્ય નથી; મહાન
અધ્યાત્મશાસ્ત્રની ટીકા કરું એવો રાગ (વિકલ્પ) આવ્યો પણ તે રાગનો કર્તા,
ભોક્તા કે સ્વામી હું નથી, વાણીરૂપે ધ્વનિ ઊઠે છે તે શબ્દો ભાષાવર્ગણાથી
થાય છે, હું તો જ્ઞાતા જ છું. મારામાં શબ્દો નથી. અમારામાં તો અવિનાશી
જ્ઞાનાદિ ગુણ છે વર્તમાનજ્ઞાન ત્રિકાળી સ્વભાવમાં જોડયું છે તેથી નિર્મળશ્રદ્ધા–
ભિન્નતાથી દ્રષ્ટિ કરનારો રાગાદિ (–પુણ્ય–પાપ) આદરણીય માનતો નથી.
રાગ–દ્વેષ આદિ દોષ ઘટાડનારો ત્રિકાળી નિર્દોષ કોણ છે, તે જાણ્યા વિના અંશ
માત્ર દોષ ટળી શકે નહિ. ને અંશમાત્ર મોક્ષમાર્ગનો વિવેક આવે નહિ. હા,
પરલક્ષે રાગ પાતળો પાડી શકે તેથી પુણ્ય થાય પણ ધર્મ થઈ શકે નહિ.
ડહાપણથી ધનાદિ મળે એમ મોહથી અજ્ઞાની માને છે, પણ તેનું મળવું
વર્તમાન પુરુષાર્થને આધીન નથી. જેમ પૂર્વનાં પુણ્ય વિના ધનાદિ ન મળે તેમ
વર્તમાન નવા પુરુષાર્થ વિના ધર્મ (–વીતરાગીદ્રષ્ટિ–જ્ઞાન–આનંદ) ન મળે.