વૈશાખ : ૨૪૮૮ : ૨૧ :
વર્તમાન દશામાં મતિ–શ્રુતજ્ઞાન છે તે વડે ત્રિકાળી સ્વભાવ અને
ક્ષણિક વિભાવનો વિવેક કરી, જ્ઞાનને અંતરમાં–ધ્રુવસ્વભાવમાં વાળવું તે ધર્મ
છે, તે પ્રયત્ન–સાચો પુરુષાર્થ છે.
જેને ધર્મનો અને પુણ્ય–પાપની જુદાઈનો વિશ્વાસ ન આવે તેને
વર્તમાન જ્ઞાનના સામર્થ્યનો વિશ્વાસ આવતો નથી.
“અપને કો આપ ભૂલકે હૈરાન હો ગયા.” આત્મા સદાય જ્ઞાનમૂર્તિ છે.
શરીર, ઈન્દ્રિયો અને તેના સ્પર્શાદિ વિષયો વિનાનું નિરપેક્ષ જ્ઞાન અને સુખ
તેનામાં છે. તે શક્તિનો ભરોસો કરતાં જ્ઞાન અંદરમાં ઢળવા લાગે છે.
આત્મામાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ નથી. સદાય અરૂપી અતીન્દ્રિજ્ઞાન–આનંદ તે
તેનું રૂપ છે. એને ભૂલીને અસંખ્ય પ્રકારના પુણ્યપાપના ભાવ અનંતવાર જીવ
કરી ચૂક્્યો, ધર્મના નામે અનંતવાર ત્યાગી, બાવો, સાધુ થયો પણ પુણ્ય–
પાપભાવ મારા નથી, તથા તે દુઃખ દાતા છે, એમ કદી માન્યું નથી. મારો
સુખદાતા ભાવ મારામાં જ છે–એવી દ્રષ્ટિ અને અનુભવ કર્યા વિના જરીએ
આત્મહિત થાય નહીં.
ઉપવાસ શું છે? આત્મભાવવડે આત્મામાં વસવું; અંદર ઈચ્છા–
આકુળતા વિનાનો જ્ઞાનાનંદસ્વભાવ મારો છે. તેને દ્રષ્ટિમાં લઈને વિકલ્પ–
પુણ્યપાપ તે મારું કાર્ય નથી, એમ જાણી અતીન્દ્રિય જ્ઞાન–આનંદથી ભરેલા
એકરૂપ જ્ઞાયકભાવમાં એકરૂપ થઈને વસવું તેનું નામ ઉપ=સમીપ,
વાસ=વસવું–તે ઉપવાસ છે.
‘कषाय विषयाहारस्त्यागो यत्र विधीयते।
उपवासः स विज्ञेयः शेषं लंघनकं विदुः।।
મુખ્ય કષાય મિથ્યાત્વ છે. જ્યાં કષાય, વિષય અને આહારનો ત્યાગ
કરવામાં આવે છે તેને ઉપવાસ જાણવો, બાકીનાને શ્રીગુરુ લાંઘણ કહે છે.
પ્રથમમાં પ્રથમ અતીન્દ્રિય જ્ઞાનમય આત્માનો મહિમા આવ્યા વિના
વિષય–કષાયરૂપ પાપમાં તુચ્છતા કદી આવે નહિ.
દરેક આત્મામાં સદાય, જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ, વીર્ય, અસ્તિત્વ,
વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, અગુરુલઘુત્વ, પ્રદેશત્વ, પ્રભુત્વ, વિભુત્વ,
સર્વજ્ઞત્વ, સર્વદર્શિત્વ આદિ અનંતશક્તિ (અનંતગુણો) એક સાથે છે, પણ
પ્રથમ તેની રુચિ ન કરે, કીંમત ન કરે તો જિજ્ઞાસાથી સાંભળે શેનો?
આત્મહિતનો અવસર અત્યારે જ છે. માનવભવ મળ્યો, સત્ય કાને
પડતાં હા પાડે તેને સર્વ અવસર આવી ચૂક્્યો છે. રુચે તેમાં વાયદો ન હોય,
રાગાદિ દોષ હોવાટાણે પણ તેને ગૌણ કરનાર ત્રિકાળી જ્ઞાયક છું એવી દ્રષ્ટિના
જોરે સ્વભાવનો વિશ્વાસ કરી ગુલાંટ માર તો તારા