Atmadharma magazine - Ank 223
(Year 19 - Vir Nirvana Samvat 2488, A.D. 1962).

< Previous Page   Next Page >


PDF/HTML Page 25 of 48

background image
વૈશાખ : ૨૪૮૮ : ૨૩ :

ધર્મ માને અથવા ધર્મનું કારણ માને, શાસ્ત્રો વાંચી જાય, ધર્મના નામે અમુક
વાત કરે તેથી શું? મૂળ પ્રયોજનભૂત રકમમાં સત્ય અસત્યનો નિર્ધાર નથી તો
તેનું બધું મિથ્યા છે.
અહીં આચાર્યદેવ તો અનાદિના મિથ્યાત્વના ઝેર ઉતારવા અમૃત
પીરસે છે, કે પુણ્યપાપની રુચિ છોડી ત્રિકાળી નિર્મળ સ્વભાવને જો–તેમાં
રુચિ–પ્રિતીવંત થા, શુભઅશુભ રાગ હોવા છતાં રાગની પાછળ
સર્વરાગાદિ દોષનો નકાર કરનાર વિકારનો નાશક હું જ્ઞાતા જ છું એમ
સ્વાનુભવથી નિર્ણય કરે તેને તે જ ક્ષણથી સહજાનંદનો દાતા અમૃતમય
ધર્મ શરૂ થાય છે.




અહો! સર્વોત્કૃષ્ટ શાન્તરસમય સન્માર્ગ ––
અહો! તે સર્વોત્કૃષ્ટ શાન્તરસ પ્રધાનમાર્ગના મૂળ સર્વજ્ઞદેવ અહો!
તે સવોત્કૃષ્ટ શાન્તરસ સુપ્રતીત કરાવ્યો એવા પરમકૃપાળુ
સદ્ગુરુદેવ–તમે આ વિશ્વમાં સર્વકાળ જયવંત વર્ત્તો! જયવંત વર્ત્તો!!
(શ્રીમદ્ દ’ જચંદ્ર)
વિશેષ સમાચાર
પૂજ્ય સત્પુરુષ ગુરુદેવશ્રી કાનજીસ્વામી સોનગઢથી ચૈત્ર વદી ૧૦,
તા. ૨૯–૪–૬૨ના રોજ રાજકોટ (સૌરાષ્ટ્ર) પધારશે. અને વૈશાખ સુદી
પાંચમ તા. ૭–પ–૬૨ સુધી રોકાવાના છે. રાજકોટમાં શ્રી દિ. જિનમંદિર
પાસે શ્રી મોહનલાલ કાનજી ઘીયા સ્વાધ્યાય મંદિરનું ઉદ્ઘાટન થવાનું છે.
તથા વૈશાખ શુદ ૨ ને દિવસે પૂજ્ય ગુરુદેવશ્રીની ૭૩મી જન્મજયંતિ
મહોત્સવ થશે. આવા ઉત્તમ અવસર પર ધર્મ જિજ્ઞાસુઓને ધર્મ શ્રવણનો
લાભ લેવા વિનંતિ છે.