: ૨૪ : વૈશાખ : ૨૪૮૮
જૈન તત્ત્વ મીમાંસા
વિષય––પ્રવેશ
(ગતાંક નં. ૨૧૬થી ચાલુ)
[આગળના લેખનું અનુસંધાન–૨૨–આ રીતે આગમમાં ઉપચરિત
કથન કેટલા પ્રકારે કરવામાં આવ્યા છે અને તે ત્યાં કયા આશયથી
કરવામાં આવ્યા છે એનો વિચાર કરીને હવે અનુપચરિત કથનની
સંક્ષેપમાં મીમાંસા કરીએ છીએ.)
૨૨–એ તો સ્પષ્ટ વાત છે કે પ્રત્યેક દ્રવ્ય પરિણમનસ્વભાવ છે તેથી
તે પોતાના આ પરિણમન સ્વભાવને લીધે જ પરિણમન કરે છે. બીજું
કોઈ પરિણમન કરાવે ત્યારે તે કરે નહિ તો ન કરે એમ નથી. કાર્ય–કારણ
પરમ્પરામાં આ સિદ્ધાંત પરમાર્થભૂત અર્થનો પ્રતિપાદક છે. તેથી આ સાર
ફલિત થાય છે–
(૧) આ જીવ પોતાના જ કારણે સ્વયં સંસારી બન્યો છે અને
પોતાના જ કારણે મુક્ત થશે તેથી યથાર્થરૂપે કાર્યકારણભાવ એક જ દ્રવ્યમાં
ઘટે છે. નયચક્રમાં કહ્યું પણ છે–
बंधे च मोक्ख हेउ अण्णो ववहारदो य णायव्वो।
णिच्छबदो पुण जीवो भणिओ खलुं सव्वदरसीहिं।। २३५।।
વ્યવહારથી (ઉપચારથી) બંધ અને મોક્ષનો હેતુ અન્ય પદાર્થ
(નિમિત્ત) ને જાણવા જોઈએ. પણ નિશ્ચય (પરમાર્થ) થી આ જીવ સ્વયં
બંધનો હેતુ છે અને આ જ જીવ સ્વયં મોક્ષનો હેતુ છે એમ સર્વજ્ઞદેવે કહ્યું છે.
૨૩પ.
(૨) જે સ્વયં કાર્યરૂપે પરિણમે છે તે કર્તા છે અને કાર્ય એનું કર્મ છે.
કરણ, સમ્પ્રદાન, અપાદાન અને અધિકરણના વિષયમાં પણ એ જ રીતે જાણી
લેવું જોઈએ.