Atmadharma magazine - Ank 223
(Year 19 - Vir Nirvana Samvat 2488, A.D. 1962).

< Previous Page   Next Page >


PDF/HTML Page 27 of 48

background image
વૈશાખ : ૨૪૮૮ : ૨પ :
(૩) પ્રત્યેક દ્રવ્યની પોતાની પ્રત્યેક સમયની પર્યાય પોતાના
પરિણમન સ્વભાવને કારણે ક્રમનિયમિત જ થાય છે. નિમિત્ત સ્વયં વ્યવહાર
હેતુ છે, તેથી તેનાથી તે આગળ પાછળ કરી શકાય એમ નથી. ઉપાદાનને
ગૌણ કરીને ઉપચારના હેતુથી તેમાં આગળપાછળ થવાનું ઉપચાર કથન કરવું
એ બીજી વાત છે.
(૪) પ્રત્યેક દ્રવ્ય સ્વતંત્ર છે. એમાં તેના ગુણ અને પર્યાય પણ તેવી
જ રીતે સ્વતંત્ર છે. એ કથન આવી જ જાય છે. તેથી વિવક્ષિત કોઈ એક દ્રવ્ય
અથવા તેના ગુણો અને પર્યાયોનો બીજા દ્રવ્ય અથવા તેના ગુણો અને પર્યાયો
બીજા દ્રવ્યના સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. એ પરમાર્થ સત્ય છે. તેથી
એક દ્રવ્યનો બીજા દ્રવ્ય સાથે જે સંયોગસંબંધ અથવા આધાર–આધેયભાવ
આદિ કલ્પવામાં આવે છે તેને અપરમાર્થ ભૂત જ જાણવો જોઈએ.
આ વિષયને સ્પષ્ટ કરવા માટે વાટકામાં રાખેલું ઘી લ્યો. અમે પૂછીએ
છીએ કે ઘીનો પરમાર્થભૂત આધાર કોણ છે? વાટકો છે કે ઘી? તમે કહેશો કે
ઘીની જેમ વાટકો પણ છે તો અમે પૂછીએ છીએ કે વાટકાને ઊંધો વાળતાં તે
પડી કેમ જાય છે? ‘જે જેનો વાસ્તવિક આધાર હોય છે તેનો તે કદી પણ
ત્યાગ કરે નહિ.’ આ
સિદ્ધાંત પ્રમાણે જો વાટકો પણ ઘીનો વાસ્તવિક આધાર
હોય તો તેણે ઘીનો કદી પણ ત્યાગ કરવો ન જોઈએ. પરંતુ વાટકો ઊંધો
વાળતા ઘી વાટકાને છોડી જ દે છે. તેથી જણાય છે કે વાટકો ઘીનો વાસ્તવિક
આધાર નથી. તેનો વાસ્તવિક આધાર તો ઘી જ છે, કેમકે તેને કદીપણ છોડતું
નથી. તે વાટકામાં રહે, કે જમીન ઉપર રહે કે ઉડીને હવામાં અદ્રશ્ય થઈ જાય
પણ તે સદા ઘીજ રહેશે. અહીં આ દ્રષ્ટાંત ઘીરૂપ પર્યાયને દ્રવ્ય માનીને
આપવામાં આવ્યું છે. તેથી ઘીરૂપ પર્યાય બદલતાં તે બદલી જાય છે એ કથન
અહીં લાગુ પડતું નથી. આ એક દ્રષ્ટાંત છે તેવી જ રીતે કલ્પિત જેટલા કોઈ
સંબંધ છે તે બધાના વિષયમાં આ જ દ્રષ્ટિબિંદુથી વિચાર કરવો જોઈએ. સ્પષ્ટ
છે કે માનવામાં આવતાં સંબંધોમાં એક માત્ર તાદાત્મ્ય સંબંધ પરમાર્થભૂત છે.
એ સિવાય નિમિત્તાદિની દ્રષ્ટિથી બીજા જેટલા સંબંધ કલ્પવામાં આવ્યા છે તેને
ઉપચરિત હોવાથી અપરમાર્થભૂત જ જાણવા જોઈએ. આમ કરવાથી
વ્યવહારનો લોપ થઈ જશે એમ માનીને ઘણા વિદ્વાનો આવા કલ્પિત સંબંધોને
પરમાર્થભૂત માનવાનો પ્રયત્ન કરે છે. પરંતુ એ જ એમની સૌથી મોટી ભૂલ છ
કેમકે એ ભૂલ સુધારતાં જો એમના વ્યવહારનો લોપ થઈને પરમાર્થની પ્રાપ્તિ
થાય તો સારૂં જ છે. આવા વ્યવહારનો લોપ કોને ઈષ્ટ ન હોય? આ સંસારી
જીવને સ્વયં નિશ્ચયરૂપ બનવા માટે પોતામાં અનાદિકાળથી ચાલ્યા આવતા
આ અજ્ઞાનમૂલક વ્યવહારનો લોપ તો કરવાનો જ છે. એને બીજું કરવાનું જ
શું છે? વાસ્તવિક રીતે જોવામાં આવે તો એ જ