: ૧૨ : આત્મધર્મ : ૨૨૪
વિષયની મીમાંસા કુન્દકુન્દાચાર્યે પોતે સમયસારમાં કરી છે. તેમનું કહેવું છે કે જીવ દ્રવ્ય જો કર્મથી સ્વયં
બંધાયો નથી અને સ્વયં ક્રોધાદિરૂપે પરિણમન કરતો નથી તો તે અપરિણામી ઠરે છે અને આવી રીતે તે
અપરિણામી થતાં એક તો સંસારનો અભાવ પ્રાપ્ત થાય છે અને બીજું સાંખ્યમતનો પ્રસંગ આવે છે. જીવ
સ્વયં તો અપરિણામી છે પરંતુ તેને ક્રોધાદિભાવરૂપે ક્રોધાદિ કર્મ પરિણમાવે છે એમ કહેવું યોગ્ય લાગતું નથી
કેમકે જીવને સ્વયં પરિણમન સ્વભાવવાળો ન માનીએ તો ક્રોધાદિ કર્મ તેને ક્રોધાદિભાવરૂપે કેવી રીતે
પરિણમાવી શકે? જો આ દોષનો પરિહાર કરવા માટે જીવને સ્વયં પરિણમનશીલ માનવામાં આવે તો ક્રોધાદિ
કર્મ જીવને ક્રોધાદિ ભાવરૂપે પરિણમાવે છે એ કહેવું તો મિથ્યા ઠરે જ છે. સાથે જ આના ઉપરથી એ જ ફલિત
થાય છે જ્યારે આ જીવ ક્રોધરૂપે પરિણમે છે ત્યારે તે પોતે જ ક્રોધ છે, જ્યારે સ્વયં માનરૂપે પરિણમે છે ત્યારે
તે પોતે જ માન છે, જ્યારે સ્વયં માયારૂપે પરિણમે છે ત્યારે તે સ્વયં માયા છે અને જ્યારે સ્વયં લોભરૂપે
પરિણમે છે ત્યારે તે પોતે લોભ છે. કુન્દકુન્દાચાર્યે આ મીમાંસા ફકત જીવના આશ્રયથી જ કરી નથી. કર્મ
વર્ગણાઓ જ્ઞાનાવરણાદિકર્મરૂપે કેવી રીતે પરિણમન કરે છે એની મીમાંસા કરતાં પણ તેમણે એનું મુખ્ય
કારણ પરિણામસ્વભાવ જ બતાવ્યું છે.
પ–એક દ્રવ્ય બીજા દ્રવ્યને કેમ પરિણમાવી શકતું નથી એના કારણનો નિર્દેશ કરતાં તેઓ આજ
સમયસારમાં કહે છે–
जो जम्हि गुणे दव्वे सो अण्णम्हिदुण संकमदि दव्वे।
सो अण्णमसंकंतो कह तं परिणामए दव्वं।। १०३।।
જે જે દ્રવ્ય અથવા ગુણમાં રહ્યું હોય તેને છોડી તે અન્ય દ્રવ્ય કે ગુણમાં કદી પણ સંક્રમણ પામતું નથી
તે જ્યારે બીજા દ્રવ્ય કે ગુણમાં સંક્રમણ પામતું નથી તો તે તેને કેવી રીતે પરિણમાવી શકે અર્થાત્ પરિણમાવી
શકતું નથી. ૧૦૩.
૬–તાત્પર્ય એ છે કે લોકમાં જેટલા કોઈ કાર્ય છે તે બધા પોતાના ઉપાદાન પ્રમાણે જ થાય છે. એમ
બની શકતું નથી કે ઉપાદાન ઘટતું હોય અને તેમાંથી પટની નિત્ત્પત્તિ(પ્રાપ્તિ) થઈ જાય. જો ઘટના ઉપાદાનની
પટની ઉત્પત્તિ થવા માંડે તો લોકમાં પદાર્થોની વ્યવસ્થા પણ ન બની શકે અને તેનાથી ઉત્પન્ન થતા કાર્યોની
વ્યવસ્થા પણ ન બની શકે. ‘गणेश प्रकुर्वाणो स्वयामास वानरम्’ (ગણેશ બનાવતા વાંદરાની રચના થઈ)
જેવી સ્થિતિ ઉત્પન્ન થશે.
૭–જેને જૈનદર્શનમાં ઉપાદાન કારણ કહે છે તેને નૈયાયિક દર્શનમાં સમવાયીકારણ કહેવામાં આવ્યું છે.
જો કે નૈયાયિક દર્શન પ્રમાણે જડ–ચેતન પ્રત્યેક કાર્યનો કર્તા ઈચ્છાવાન, પ્રયત્નવાન અને જ્ઞાનવાન સચેતન
પદાર્થ જ હોઈ શકે, સમવાયી કારણ નહિ. તેમાં પણ તે સચેતન પદાર્થ એવો હોવો જોઈએ કે જેને દરેક સમયે
ઉત્પન્ન થતા બધા કાર્યોના અદ્રષ્ટાદિ કારણ સાકલ્યનું પૂર્ણ જ્ઞાન હોય. તેથી તે દર્શનમાં બધા કાર્યોના કર્તારૂપે
ઈચ્છાવાન, પ્રયત્નવાન અને જ્ઞાનભાવ ઈશ્વરની સ્વતંત્રરૂપે સ્થાપના કરવામાં આવી છે. આ રીતે આપણે
જોઈએ છીએ કે જે દર્શનમાં બધા કાર્યોના કર્તારૂપે ઈશ્વર ઉપર આટલું વજન આપ્યું છે તે દર્શન જ જ્યારે
કાર્યની ઉત્પત્તિમાં સમવાયી કારણોના સદ્ભાવનો સ્વીકાર કરે છે. અર્થાત્ પોત પોતાના સમવાયીકારણોથી
સંયુક્ત થઈને જ જ્યારે તે ઘટાદિ કાર્યોની ઉત્પત્તિ માને છે એવી અવસ્થામાં બીજાના કાર્યના ઉપાદાનથી
બીજા કાર્યની ઉત્પત્તિ થઈ જાય એ માન્યતા તો ત્રણ કાળમાં પણ સંભવ નથી. એ જ કારણે કુન્દકુન્દાચાર્યે
જ્યાં કોઈ કાર્યનો કારણની દ્રષ્ટિથી વિચાર કર્યો છે ત્યાં તેમણે તેના કારણરૂપે ઉપાદાન કારણને જ મુખ્યતા
આપી છે. તે કાર્ય પછી સંસારી આત્માની શુદ્ધિને લગતું હોય કે ઘટ પટાદિરૂપ અન્ય કાર્ય હોય. તે પોતાના
ઉપાદાન પ્રમાણે જ થશે એ તેમના કથનનો આશય છે. જૈનદર્શનમાં પ્રત્યેક દ્રવ્યને પરિણામસ્વભાવી
માનવાની સફળતા પણ એમાં જ છે.
૮–પ્રશ્ન એ છે કે જો પ્રત્યેક દ્રવ્ય પરિણમનશીલ છે તો તે પ્રત્યેક સમયમાં બદલીને અન્ય અન્ય કેમ
થઈ જતું નથી. કેમકે પ્રથમ સમયમાં જે દ્રવ્ય છે તે જ્યારે બીજા