: જેઠ : ૨૪૮૮ : ૧૩ :
સમયમાં બદલી ગયું તો તેને પ્રથમ સમયવાળું માનવું કેવી રીતે સંગત ગણાય? તેથી કાં તો એમ કહેવું
જોઈએ કે કોઈ પણ દ્રવ્ય પરિણમનશીલ નથી અથવા એમ માનવું જોઈએ કે પ્રથમ સમયમાં જે દ્રવ્ય છે તે
બીજા સમયે રહેતું નથી. તે સમયે બીજું દ્રવ્ય ઉત્પન્ન થઈ જાય છે. એવી જ રીતે બીજા સમયે જે દ્રવ્ય છે તે
ત્રીજા સમયમાં રહેતું નથી કેમકે તે સમયે અન્ય નવીન દ્રવ્ય ઉત્પન્ન થઈ જાય છે. આ ક્રમ આ જ રીતે
સ્વીકારે છે. તોપણ તેનું મહત્ત્વ ત્યાં સુધી જ છે કે જ્યાં સુધી જૈનદર્શનમાં સ્વીકારેલ ‘સત્’ નાં સ્વરૂપ નિર્દેશ
પર ધ્યાન આપવામાં ન આવ્યું હોય. ત્યાં જો ‘સત્ને’ ફકત પરિણામસ્વભાવી માન્યું હોત તો એ આપત્તિ
અનિવાર્ય બનત. પરંતુ ત્યાં ‘સત્’ ને કેવળ પરિણામસ્વભાવી ન માનતા એ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે
પ્રત્યેક દ્રવ્ય પોતાના અન્વયરૂપ ધર્મને લીધે ધુ્રવસ્વભાવ છે તથા ઉત્પાદવ્યયરૂપ ધર્મના કારણે પરિણામ
સ્વભાવી છે. તેથી ‘સત્’ ને કેવળ પરિણામસ્વભાવી માનીને જે આપત્તિ બતાવાય છે તે અહીં લાગુ પડતી
નથી. અમે ‘સત્’ ના આ સ્વરૂપ પર તત્ત્વાર્થસૂત્ર અનુસાર પહેલાં પ્રકાશ નાખી ચૂકયા છીએ.
૯–આ વિષયને સ્પષ્ટ કરતાં કુન્દકુન્દાચાર્ય પ્રવચન સારના જ્ઞેયાધિકારમાં શું કહે છે તે તેમના જ
શબ્દોમાં વાંચીએ–
समवेदं खलु दव्वं संभव–ठिदि–णाससण्णिदठेहिं।
एक्कम्हि चेव समए तम्हा दव्वं खु तत्तिदयं।। १०।।
દ્રવ્ય એક જ સમયમાં ઉત્પત્તિ, સ્થિતિ અને વ્યય સંજ્ઞાવાળી પર્યાયોથી સમવેત છે અર્થાત્ તાદાત્મ્યરૂપ
છે, તેથી દ્રવ્ય નિયમથી તે ત્રણમય છે. ૧૦.
આ જ વિષયનો વિશેષ ખુલાસો કરતા તેઓ ફરી કહે છે કે–
पादुव्भवदि य अण्णो पज्जाओ वयदि
अण्णो।
दव्वस्स तं पि दव्वं णेव पणट्ठ ण उप्पण्णं।। ११।।
દ્રવ્યની અન્ય પર્યાય ઉત્પન્ન થાય છે અને અન્ય પર્યાય વ્યયને પ્રાપ્ત થાય છે તો પણ દ્રવ્ય પોતે તો
નષ્ટ પણ થયું નથી અને ઉત્પન્ન પણ થયું નથી. ૧૧
૧૦–જો કે આ કથન જરા વિચિત્ર લાગે છે કે દ્રવ્ય પોતે ઉત્પન્ન અને નષ્ટ થયા વિના પણ અન્ય
પર્યાયરૂપે કેવી રીતે ઉત્પન્ન થાય છે અને તેનાથી ભિન્ન પર્યાયરૂપે કેવી રીતે વ્યય પામે છે. પરંતુ એમાં
વિલક્ષણતાની કોઈ વાત નથી. સ્વામી સમન્તભદ્રે એનું મહત્વ અનુભવ્યું હતું તેઓ આપ્તમીમાંસામાં એનું
સ્પષ્ટીકરણ કરતાં કહે છે.
न सामान्यात्मनोदेति न व्येति व्यक्तमन्वयात्।
व्येत्युदेति विशेषाते सहैकत्रोदयादि सत्।। ५।।
હે ભગવાન આપના મતમાં સત્ પોતાના સામાન્ય સ્વભાવની અપેક્ષાએ ન તો ઉત્પન્ન થાય છે અને
અન્વય ધર્મની અપેક્ષાએ વ્યયને પણ પ્રાપ્ત થાય છે. છતાં પણ તેનો ઉત્પાદ અને વ્યય થાય છે તે પર્યાયની
અપેક્ષાએ જ જાણવા જોઈએ. તેથી સત્ એક જ વસ્તુમાં ઉત્પાદાદિ ત્રણરૂપ છે એ સિદ્ધ થાય છે. પ
૧૧–આગળ આજ આપ્તમીમાંસામાં તેમણે બે દ્રષ્ટાંતો આપીને આ વિષયનું સ્પષ્ટીકરણ પણ કર્યું છે.
પ્રથમ દ્રષ્ટાંતવડે તેઓ કહે છે કે–
घट–मौलि–सुवर्णार्यी नाशोत्पादस्थितिष्वयम्।
शोक–प्रमोद–माध्यस्थ्यं जनो याति सहेतुकम्।। ५९।।
ઘટનો ઈચ્છક એક મનુષ્ય ઘટ પર્યાયનો નાશ થતાં દુઃખી થાય છે, મુગટનો ઈચ્છક બીજો મનુષ્ય
સુવર્ણની મુગટ પર્યાયની ઉત્પત્તિ થતાં આનંદિત થાય છે અને માત્ર સુવર્ણનો ઈચ્છક ત્રીજો મનુષ્ય ઘટ
પર્યાયનો નાશ અને મુગટની પર્યાયની ઉત્પત્તિ થતાં ન તો દુઃખી થાય છે કે ન હર્ષિત થાય છે પણ મધ્યસ્થ
રહે છે. આ ત્રણે મનુષ્યોનું એક સોનાના આશ્રયે થતું આ કાર્ય અહેતુક હોઈ શકે નહિ. માટે સિદ્ધ થાય છે કે
સોનાના ઘટ પર્યાયનો નાશ અને મુગટ પર્યાયની ઉત્પત્તિ થવા છતાં પણ સોનાનો ન તો નાશ થાય છે કે ન
ઉત્પાદ. સોનું પોતાની ઘટ મુગટ વગેરે પ્રત્યેક અવસ્થામાં સોનું જ બની રહે છે. પ૯