: ૬ : આત્મધર્મ : ૨૨૪
અતીન્દ્રિય આનંદસ્વરૂપની રુચિ કરે, તેનો આશ્રય કરે, તો સ્વાશ્રય સ્થિરતાના બળવડે ક્રમે–ક્રમે વિકાર
ટળીને આનંદ પ્રગટે; પૂર્ણઆનંદ તે મુક્તિ છે. આત્મામાં શ્રદ્ધાજ્ઞાન લીનતાવડે એકાગ્ર થવું તે તેનો
ઉપાય છે–વીતરાગી દ્રષ્ટિ અને ચારિત્ર તે અહિંસા છે, તે આત્માની શુદ્ધ પરિણતિ છે.
“મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા તે પામે તે પંથ, સમજાવ્યો સંક્ષેપમાં સકલમાર્ગ નિર્ગ્રંથ”
૧૪. જેમ નાળીએરમાં ઉપરનાં છાલાં અંદરની કાચલી અને રાતડથી જુદો ટોપરાનો ગોળો છે
તેમ આત્મા શરીર, જડકર્મ અને પુણ્ય–પાપની લાગણીથી જુદો જ્ઞાનાનંદમૂર્તિ છે. તે હું છું એનો
નિર્વિકલ્પ અનુભવ તે પ્રથમ સમ્યગ્દર્શનરૂપી ઉપાય છે, તે વિના ત્યાગી થાય, બાવો થઈ જંગલમાં,
એકાન્તમાં મૌન રહે, વગેરે ઉપાયો કરે તોપણ આત્મામાં અંશમાત્ર સાચો ધર્મ ન થાય, આત્માની જેમ
છે તેમ કીંમત આંકતા ન આવડે તો બધું વ્યર્થ છે, પુણ્ય કરે તો દેવ વગેરે થાય પણ જન્મ–મરણના
આરા ન આવે.
૧પ. અહો! આત્માની તાકાત અપાર છે, અચિંત્ય છે. દરેક આત્મા પરમેશ્વર થવાની
લાયકાતવાળો છે. શ્રી રાજચંદ્રજીએ એકવાર દુકાને બેઠાબેઠા ચોપડામાં લખ્યું કે–હું સચ્ચિદાનંદ
પરમાત્મા છું. જુઓ, આવી અચિંત્ય શક્તિ દરેક આત્મામાં છે તેનું ભાન કરતાં ભવનો અંધાપો ટળે ને
ભવના અંત આવે. અનંતસુખ સ્વરૂપે આત્મા એકલો રહે. આ મુક્તિનો ઉપાય છે, મુક્તિમાં શરીર જ
નથી. પછી આંખની વાત ક્યાં રહી? આવું એકલું અશરીરી સિદ્ધ પરમાત્મપદ પ્રગટે તેનું નામ મુક્તિ
છે; ત્યાં શરીર, ઈન્દ્રિયો નથી છતાં પરિપૂર્ણ જ્ઞાન અને સુખ આત્મામાં કાયમ વર્તે છે. એની શ્રદ્ધા–
ઓળખાણ કરી શકાય છે.
૧૬. દરેક આત્મામાં દરેક સમયે શુદ્ધતા–પવિત્રતા એટલી પડી છે કે તેની પ્રતીતિ કરવા માગે તો
પ્રત્યક્ષ પોતે જાણીને અનુભવી શકે છે, પણ એ રીતે કદી પ્રયત્ન કર્યો નથી. બહારમાં સેવા, દાનાદિ કરે
તો પુણ્ય થાય પણ જન્મ–મરણ ન મટે.
૧૭. “નિર્ગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે.” અંદર રાગ–દ્વેષ–મોહની ગાંઠ રહિત શુદ્ધચિદ્રૂપ છું.
તેને ઓળખી અંદર રમણતા–કેલી કરે તો તેમાં કોઈની સહાયની જરૂર નથી ને તે ઉપાયવડે આત્મા
નિર્મળદશા પોતામાંથી પ્રગટ કરી શકે છે. બાહ્ય અંધદશામાં પણ આત્મામાં તેની દ્રષ્ટિ અને એના
અભ્યાસવડે નિર્મળતા કરી શકે છે.
૧૮. નરકક્ષેત્ર નીચે છે, તીવ્રપાપના ફળમાં ત્યાં કરોડો વર્ષનું આયુષ્ય બાંધીને ઉપજે છે.
વિરોધીએ વારંવાર શરીરના ખંડખંડ કરી નાખે છે, સળગાવે છે. પાછું ક્ષણમાં આખું શરીર થઈ જાય છે.
જેમ પારો વીંખાઈને પાછો એકઠો થઈ જાય તેમ નારકીમાં અસંખ્યવાર શરીર વીંખાઈને અખંડ થઈ
જાય છે, આવી ઘોર પ્રતિકૂળતાના સંયોગ છતાં ત્યાં તે નારકીનો જીવ પૂર્વનું જાતિસ્મરણજ્ઞાન કરી શકે
છે. સત્યસ્વરૂપનો ઉપદેશ યાદ કરી, પોતાના આત્માને સંયોગથી, શરીરથી અને રાગથી જુદો
જ્ઞાનાનંદપણે અનુભવી શકે છે. એવું સમ્યગ્દર્શન નારકીને પણ થઈ શકે છે. ત્યાં ઘણા લાંબા સમયની
પ્રતિકૂળતા પણ આડી આવતી નથી, તો અહીં તો શું પ્રતિકૂળતા છે? નારકીમાં હજારો–લાખો વર્ષ સુધી
આવી પ્રતિકૂળતા હોવા છતાં પૂર્વભવે સત્સંગમાં આત્માની સાચી વાત ધારણામાં પડી હોય તેને યાદ
કરી રુચિમાં લાવે છે, તે વિચારે છે કે–અરે, આત્મા દેહથી જુદો, રાગથી જુદો, નિત્ય–જ્ઞાન–આનંદમય
છે, તેના આલંબનથી જ કલ્યાણ છે. એવી વાત પૂર્વે સંતો પાસેથી સાંભળેલી પણ તે વખતે રુચિ ન
કરી, દરકાર ન કરી તેથી આવો અવતાર થયો–એમ સ્મરણ કરતાં અંદરમાં ભેદવિજ્ઞાનરૂપી જ્ઞાનચક્ષુવડે
ભિન્ન આત્માનું–ચિદાનંદસ્વરૂપનું ભાન કરે છે–આ રીતે તેના જ્ઞાનચક્ષુ ત્યાં પણ ખુલી જાય છે ને
પરમાત્મા જે પ્રકાશનો અતીન્દ્રિય આનંદ અનુભવે છે તે જ જાતનો અંશે આનંદ નરકમાં પણ તે
અનુભવે છે