: ૮ : આત્મધર્મ: ૨૨૪
અહો! ઈન્દ્રો આવીને નાચતા. ભગવાનના માતા–પિતા પાસે આવીને તાંડવ નૃત્ય કરી, ભક્તિવડે
તેમનો જ મહિમા ગાતા હતા. ઈન્દ્ર એકાવતારી છે, ઈન્દ્રાણી પણ એકાવતારી છે. તેઓ માન સહિત નાચે છે.
અહો! આ આત્મા આ ભવે પરમપવિત્રતાવડે પરમાત્મપદ પામશે. અનાદિ–અનંત સંસાર હતો તે તોડીને આ
ભવે સાદિ અનંત પરમાનંદને પૂર્ણ કરવાનું કામ કરશે.
ઈન્દ્રોને ભાન છે કે અમે પણ નિર્મળ શ્રદ્ધાવડે આત્માને શ્રધ્ધ્યો છે; અને અલ્પકાળે મોક્ષ જવું જ છે.
એવી નિઃશંકપણે ખાત્રી છે છતાં જેમ માતા–પિતા પાસે બાળક નાચે તેમ જગત્પિતા તીર્થંકરનો જન્મ દેખીને
ઈન્દ્રો નાચી ઊઠે છે. અંતરમાં ભેદવિજ્ઞાન વડે આત્માનું ભાન છે, બહારમાં નમ્રતા–વિનય છે ઈન્દ્ર પોતે ચોથા
ગુણસ્થાને છે. તીર્થંકર પણ જન્મકાળે ચોથા ગુણસ્થાને છે છતાં તેમને ધર્મના નાયક જાણી તેમના પ્રત્યે એવી
ભક્તિનો ઉલ્લાસ ઈન્દ્રને આવી જાય છે.
આજના મંગળદિવસે વીરભગવાન જન્મ્યા હતા, આત્માનું ઉત્તમવીર્ય (બળ) ફોરવીને અનેક લાયક
જીવોને પવિત્ર આત્મબળ ફોરવવામાં નિમિત્ત થયાં; તેથી તેમનું બહુમાન લાવી, તેમનાં કલ્યાણક ઊજવીએ
છીએ.
સં. ૧૯૯૧ ના ચૈત્ર સુદ ૧૩ ના દિવસે સોનગઢમાં આ ક્ષેત્રે આવીને પરિવર્તન કર્યું હતું. તેને આજે
૨૬ વર્ષ પૂર્ણ થયાં, ૨૭મું વર્ષ બેસે છે.
મહાવીર પ્રભુએ તો પરિવર્તન કરીને આખો આત્માપર્યાયમાં બદલી નાખ્યો, અસંખ્ય પ્રદેશે અનંત
કેવળજ્ઞાનરૂપી અનંતસૂર્ય પ્રગટ કરી પરમાત્મા થયાં. એમના જન્મને, ધન્ય ઘડી ધન્ય અવતાર, ધન્ય ઘડી
ધન્ય ભાગ્ય. એમ ઈન્દ્ર–ઈન્દ્રાણીને પણ ભક્તિ–ઉત્સાહ આવે છે.
વીરપ્રભુએ એ ભવે ભગવતી દીક્ષા લીધી, ચૈતન્યના પૂર્ણ સ્વરૂપમાં એટલી પ્રીતિ જાગી કે
ચારિત્રદશામાં આનંદ અમૃતના દરિયા ઊછળ્યા, આત્મા અમૃતનો સાગર છે. અંદરમાં પૂર્ણ આનંદ પડ્યો છે.
અંતર એકાગ્રતાથી અનુભવનો સાગર ઊછળવા માંડે છે. ઊગ્ર પુરુષાર્થવડે કેવળજ્ઞાન પામ્યા અને કાર્તિક વદ
અમાસના દિને, ચૌદશની પાછલી રાત્રે પાવાપુરીથી નિર્વાણ પામ્યા.
કેવળજ્ઞાન પામ્યા પછી તીર્થંકરને ઈચ્છા વિના ઉત્કૃષ્ટ વાણીનો યોગ હોય છે. તેને પ્રવચન કહે છે. તે
પ્રવચનનો સાર શ્રી કુન્દકુન્દાચાર્યદેવ કહે છે. તેમને આ ભવમાં તો સાક્ષાત્ ભગવાન મહાવીરનો યોગ ન
હતો, પરોક્ષ ભક્તિ હતી, પણ મહાવિદેહ ક્ષેત્રમાં જ્યાં સાક્ષાત્ સીમંધર ભગવાન છે તેમની પ્રત્યક્ષ ભક્તિ
કરેલી છે–જુઓ તેમનાં પુણ્ય કેવાં અને પવિત્રતા કેટલી? પ્રવચનસાર ગા. ૧૭૨ની ટીકામાં અલિંગ ગ્રહણના
પાંચ બોલ થયા.
(૧) ઈન્દ્રિયજ્ઞાનથી જાણવાનું કામ કરે. ઈન્દ્રિયોના આલંબનથી જાણે તેને આત્મા ન કહીએ. (૨)
ઈન્દ્રિયોથી જણાય ઈન્દ્રિય પ્રત્યક્ષ થાય એવો આત્મા નથી; (૩) ઈન્દ્રિયગમ્ય ચિન્હ દ્વારા જણાય એવો
આત્મા નથી. (૪) બીજાઓ વડે–એકલા પરોક્ષજ્ઞાનનો વિષય નથી. સ્વસંવેદન જ્ઞાનમાં નિશ્ચય સ્વજ્ઞેયમાં
જેણે પોતાનાં આત્માને જાણ્યો ન હોય તે બીજાના આત્માને એકલા અનુમાનથી જાણી શકે નહિ. (પ)
આત્મા કેવળ અનુમાન કરનારો જ નથી. (૬) બાહ્ય કોઈ ચિન્હથી, પરાશ્રયથી નહિ પણ અંતર્મુખ ઢળે એવા
સ્વભાવ જ્ઞાનવડે જ જણાય એવો આત્મા છે.
અનંતકાળમાં બીજાનું મહાત્મ્ય કર્યું પણ પોતાની ચૈતન્ય સત્તાની કિંમત કરતાં ન આવડી. પરદ્રવ્યના
મહાત્મ્યથી સ્વદ્રવ્યનું મહાત્મ્ય ન આવે. શરીર, ઈન્દ્રિય વગેરે સાધન સારાં હોય તો ધર્મ થાય, વ્યવહાર
રત્નત્રયનો શુભરાગ હોય તો લાભ થાય એમ સંયોગ અને વિકારથી આત્માનો મહિમા માને તેને આત્માની
કિંમત નથી.
જે જ્ઞાન વર્તમાન પરાશ્રયમાં ઢળે છે તે જ્ઞાન સ્વભાવ તરફ વળે તો હિત થાય. અખંડ સ્વજ્ઞેય તરફ
ઢળતાં જ્ઞાન– સ્વભાવ વડે જણાય એવો આત્મા સ્વાનુભવ પ્રત્યક્ષ છે. આત્મનિર્ણયમાં તેનું યથાર્થપણું
લાવીને, જ્ઞાનને અંતર્મુખ કરતાં એકરૂપ સ્વભાવના વેદન વડે જ સમ્યગ્દર્શન અને ભેદજ્ઞાન થાય છે. તે
ભેદજ્ઞાનને આત્મધર્મ કહેલ છે.
ધુ્રવ સ્વભાવને પકડી સ્વસન્મુખ થનારા સ્વસંવેદન