: ૧૦ : આત્મધર્મ : ૨૨પ
(૩) મતાર્થ–અહીં સાંખ્યાદિક કોણ એકાન્ત મતનો નિષેધ અને સમ્યક્ અનેકાન્તનું સ્થાપન કરનાર
કથન છે?
(૪) આગમાર્થ–સર્વજ્ઞ વીતરાગ કથિત શાસ્ત્રમાં તત્ત્વાર્થોનું સ્વરૂપ આમ કહ્યું છે એમ આધાર
આપવો.
(પ) ભાવાર્થ–તાત્પર્ય; હેય ઉપાદેય શું?
જેઓ શબ્દને જ પકડે પણ શાસ્ત્રના ગુઢ અર્થને સમજવાનો પ્રયત્ન ન કરે તેનો શ્રમ વ્યર્થ જાય છે.
તેનું દ્રષ્ટાંત પિતા લખી ગયેલા કે શંકરના મંદિરના શીખર ઉપર ઈંડામાં કિમતી હીરા દાટયા છે. ચૈત્ર સુદી ૮
સવારે ૮ વાગ્યે, આણે મંદિર ખરીધું, તોડયું, ધન ન મળ્યું. પિતાના મિત્રને ઘેર જઈ પૂછયું તો તેમણે કહ્યું કે
તારા પિતા પોતાનું ધન બીજાના સ્થાનમાં રાખે એવા મુર્ખ ન હતા. પણ પાનામાં લખ્યું છે ને? હા, તેનો
અર્થ એમ નથી પણ ચૈત્ર સુદી ૮ સવારે ૮ વાગ્યે તારા આંગણામાં તે મંદિરની ટોચની છાંયાપડે ત્યાંજ
ખોદવાથી ધન મળશે. એમ જ્ઞાનીના કથન શા માટે છે તે પ્રથમ જાણવું જોઈએ અને દરેક કથનનો
નિશ્ચયનયથી અર્થ સમજવો જોઈએ. શાસ્ત્રમાં વ્યવહારનયનું કથન હોય તો પણ તેમાંથી નિશ્ચયનયદ્વારા અર્થ
ગ્રહણ કરવો.
મિથ્યાત્વ રાગાદિ પરતંત્રતા તારા અપરાધથી છે તેની નિવૃત્તિ અને સ્વતંત્રતા–ભેદવિજ્ઞાનદ્વારા
અંતરમાં એકાગ્રતાથી છે તેથી એવી સ્વતંત્રતાની પ્રાપ્તિનો પુરુષાર્થ કરવા શાસ્ત્રમાં આજ્ઞા છે.
વીત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ,
તેહ શુભાશુભ છેદતા ઉપજે મોક્ષસ્વભાવ.
જૈનધર્મ રાગના આશ્રયરહિત વીતરાગ વિજ્ઞાનમય છે. અતીન્દ્રિયજ્ઞાનમય આત્મામાં સંયોગ અને
વિકારની અપેક્ષારહિત નિર્મળ શ્રદ્ધા જ્ઞાન અને સ્થિરતા તે જૈનધર્મ છે. વચ્ચે વ્રતાદિ શુભરાગ આવે છે તે
જૈનધર્મ નથી. ધર્મીજીવને નીચે એવો શુભરાગ હોય છે માટે તેને મોક્ષમાર્ગ છે એમ નથી.
જો વીતરાગતા (–મોક્ષમાર્ગ) ની સાથે વ્રતાદિ શુભરાગને ખરેખર મેળ હોય અર્થાત્ તે ખરેખર
મોક્ષનું કારણ હોય તો મોક્ષદશામાં પણ તે રહેવા જોઈએ.
પ્રશ્ન:– જો વ્રતાદિ મોક્ષમાર્ગ નથી તો તેનું આચરણ કરવાનો ઉપદેશ શાસ્ત્રમાં કેમ છે?
ઉત્તર:– વ્રતાદિનું નિરૂપણ બે પ્રકારે છે. ખરેખર તો વીતરાગીદ્રષ્ટિ અને ચારિત્રવડે
જ્ઞાનાનંદસ્વભાવમાં વીંટાવું સ્થિર થવું તે નિશ્ચયવ્રત પુરેપુરો સ્થિર ન રહી શકે ત્યાં ભૂમિકાનુસાર એ જાતનો
શુભરાગ હોય છે તે વ્યવહાર વ્રત છે. મુનિદશામાં ૨૮ મૂળગુણનું પાલન નગ્નશરીર તે જ નિમિત્તરૂપે હોય છે,
નિશ્ચયશ્રદ્ધા જ્ઞાનસહિત અંશ ચારિત્રમાં શુદ્ધતા વર્તે છે ત્યાં વ્રતાદિ આવા હોય છે તે બતાવવા વ્રતાદિકને
વ્યવહારનયદ્વારા મોક્ષમાર્ગ કહ્યો પણ તે કહેવામાત્ર જ છે. શાસ્ત્રમાં તેને એ અપેક્ષાથી કારણ કહેલ છે પણ તે
કહેવામાત્ર કારણ છે. તે જો ખરેખર કારણ હોય તો વીતરાગતા તે મોક્ષમાર્ગ અને તેનાથી વિરુદ્ધ રાગભાવ તે
પણ મોક્ષમાર્ગ ઠરે. માટે વ્યવહારનયદ્વારા જે નિરૂપણ કર્યું હોય છે તે નિમિત્ત નૈમિત્તિકનો યથાસ્થાને મેળ
બતાવવા માટે જ છે. તેટલું જાણવા માટે વ્યવહારનય પ્રયોજનવાન્ છે પણ તે ખરેખર મોક્ષમાર્ગ છે એમ
બતાવવા માટે વ્યવહારનય નથી એમ શ્રદ્ધા કરવી.
પરદ્રવ્યની અવસ્થા, દેહની ક્રિયા વ્યવહારથી પણ કોઈ કરી શકતો નથી. માત્ર બે દ્રવ્યમાં એકતા
માનનાર ઊંધું જ દેખે છે ને માને છે કે હું પરથી કાંઈ કરી શકું છું. પરનું કરી શકાય છે પણ તેનું અભિમાન ન
કરવું એ માન્યતા પણ મિથ્યા જ છે. જ્ઞાનીને પરના ગ્રહણત્યાગનો વિકલ્પ આવે પણ તેનો તે કર્તા નથી,
સ્વામી નથી. વ્યવહારનયથી જીવને પરનો કર્તા, ભોક્તા કે સ્વામી કહેવો તે કહેવામાત્ર જ છે એમ તે જાણે છે.
શુભાશુભ રાગ થાય છે તે જીવની અવસ્થામાં થાય છે. પરિણમન અપેક્ષાએ તેનો કર્તા જીવ છે. જ્ઞાની
પણ એમ માને છે પણ શ્રદ્ધા–જ્ઞાન અપેક્ષાએ તેનો કર્તા–ભોક્તા કે સ્વામી નથી.
મોક્ષમાર્ગનું ખરૂં કારણ વ્રતાદિ શુભ વ્યવહાર નથી તો ખરૂં કારણ કોણ છે? શાસ્ત્રમાં બે કારણ કહ્યા
છે ને? સંયોગ અને વિકારથી ભેદજ્ઞાન કરી ત્રિકાળી શુદ્ધજ્ઞાયકસ્વભાવની શ્રદ્ધા–જ્ઞાન અને વીતરાગભાવરૂપ
ચારિત્ર તો