Atmadharma magazine - Ank 225
(Year 19 - Vir Nirvana Samvat 2488, A.D. 1962).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 29

background image
અશાડ : ૨૨પ : ૧૧ :
૧૪માં ગુણસ્થાન સુધી વ્યવહાર કારણ છે; અને અંતરંગમાં પ્રગટ અતિસૂક્ષ્મ ચૈતન્યસ્વભાવ–કારણ પરમાત્મા
છે તે નિશ્ચયકારણ છે, એમ સ્વીકાર્યા પછી–અધુરી નિર્મળતારૂપ વીતરાગતાના ભેદ વ્યવહાર કારણ અને
અભેદ તથા સ્વાશ્રય અપેક્ષાએ તે જ નિશ્ચયકારણ છે. ૧૪માં ગુણસ્થાનના છેલ્લા સમયની શુદ્ધપર્યાયને પણ
મોક્ષનું નિશ્ચયકારણ અને વ્યવહારકારણ ગણી શકાય છે તથા નીચે તેની ભૂમિકાને યોગ્ય વ્રતાદિ શુભરાગ
હોય છે તે તો અસદ્ભૂતવ્યવહારનયથી ઉપચાર કારણ છે. ખરૂં કારણ નથી, શાસ્ત્રના અર્થ નહીં
સમજનારાઓ જીવનો અંશ અજીવમાં, અને અજીવનો અંશ જીવમાં મેળવીને વ્યવહારના નિરૂપણને
નિશ્ચયની જેમ સત્યાર્થ માને છે તેથી તેને શાસ્ત્રમાં કહેલ વ્યવહારનયની પણ ખબર નથી. વ્યવહાર રત્નત્રય
અભૂતાર્થ મોક્ષમાર્ગ છે એટલે કે ખરેખર મોક્ષમાર્ગ નથી. છતાં અજ્ઞાની જીવપોતાની બુદ્ધિના દોષથી તે
રાગભાવને ભૂતાર્થ મોક્ષમાર્ગ માને છે.
આ ખાસ મુદનીવાત છે. આ અધિકાર બરાબર ભગવાન શ્રી મહાવીર જન્મકલ્યાણકની જયંતિ ઉપર
આવ્યો છે. ભગવાન થવા માટે જ આ વાત કહી છે. કોઈના ઘરની કલ્પના નથી. બાહ્યક્રિયા, વ્રતાદિના
શુભભાવ જ્ઞાનીને પણ હોય છે અને તે તેની ભૂમિકા મુજબ એવો જ મેળ હોય છે, તેનો નિષેધ નથી પણ
તેને જે ખરેખર સાધન અર્થાત્ મોક્ષનું કારણ માને છે તે મિથ્યામાન્યતાનો નિષેધ છે.
કોઈ જુઠા આક્ષેપ કરે છે કે સોનગઢમાં તો દેવ–શાસ્ત્ર–ગુરુની શ્રદ્ધાને મિથ્યાત્વ કહે છે; વ્રત પૂજા,
ઉપવાસને મિથ્યાત્વ કહે છે તો તેમ નથી પણ તે શુભરાગ છે, પુણ્ય છે, આસ્રવતત્ત્વ છે તેને તેમ નહીં માનતાં
જ, શુભરાગ ખરેખર મોક્ષનું કારણ છે; હિતકર છે એમ માનવું તે મિથ્યાત્વ છે એમ કહેવામાં આવે છે. જે
શુભઆસ્રવ છે તેને ધર્મ માનવારૂપ મિથ્યાશ્રદ્ધાનો નિષેધ કરી, સત્યાર્થ ધર્મ શું છે તે બતાવવામાં આવે છે.
અનંતવાર ધર્મના નામે એવા શુભભાવ કર્યા પણ તે ખરેખર મોક્ષનું કારણ થઈ શક્્યા નથી. કેમકે જેટલી
શુભ વા અશુભ વૃત્તિ ઊઠે છે તે રાગ છે–દોષ છે.
આ વાત રુચિપૂર્વક સાંભળી નથી તેને કઠણ લાગે, જાણ્યે મુનિ થયા પછી ઊંચી દશાની આ વાત હશે.
આ વાત સમાજમાં ચાલતી નથી, સાંભળતાં જ અરેરે ધર્મ રસાતાળ ચાલ્યો જશે. અમારા માનેલા ધર્મને
કોણ માનશે? નિમિત્તાધીન દ્રષ્ટિવાળાને નવતત્ત્વોના ભિન્નભિન્ન નવસ્વરૂપ શું છે તેની ખબર પડતી નથી.
હિંસાદિ અથવા દયા, અહિંસાદિના ભાવ આવે છે તે પાપ અથવા પુણ્યબંધનું કારણ છે. તે જીવ
દ્રવ્યની વિકારી અવસ્થા છે પણ તેના કારણે બાહ્યમાં ક્રિયા થઈ એમ નથી, શરીરની ક્રિયાના કારણે જીવમાં
પુણ્યપાપ ધર્મ અધર્મ નથી, દયા દાન, સત્ય આદિનો શુભભાવ આવ્યો તે આસ્રવ તત્ત્વ છે–આત્માનો ધર્મ
નથી જો હોય તો સિદ્ધ પરમાત્મામાં તે રહેવા જોઈએ. પરમાર્થે તત્ત્વદ્રષ્ટિથી જોતાં શુભ અશુભભાવ અશુદ્ધતા
હોવાથી હિતરૂપ નથી ધર્મ નથી એમ પ્રથમથી શ્રદ્ધા કરવી જોઈએ. દયા–દાનાદિના શુભભાવ આવે ખરા પણ
ધર્મી તેને મોક્ષમાર્ગ ન માને. વીરલા જીવ વીતરાગમાર્ગનો આદર કરી શકે. વીરનો પંથ સંસારમાર્ગથી વિરુદ્ધ
હોવાથી કાયરને કંપાવી દે છે.
પાવૈયા (નપુંસક) લશ્કરનો વેશ પહેરીને લડાઈમાં ઉભા ન રહી શકે, એમ જેણે આત્મબળ (–વીર્ય)
ને પુણ્યપાપમાં ધર્મ માનીને જોડયું તે આત્મહિતના કાર્યમાં નાલાયક છે, અસમર્થ છે. પુણ્ય જોઈએ; પ્રથમ
શુભરાગરૂપ વ્યવહાર જોઈએ, નિમિત્ત જોઈએ એમ પરાશ્રયની શ્રદ્ધા કરનાર વીર્યહીન નપુંસક છે. અનાદિરુઢ
વ્યવહારમાં વિમુઢ છે તેથી તેઓ પ્રૌઢ વિવેકવાળા નિશ્ચયમાં અનારૂઢ છે–અર્થાત્ આત્મહિતરૂપ સ્વકાર્યમાં
આળસુ થઈ ઊંધે છે.
જેઓ વીતરાગભાવથી જ ધર્મ થાય એ શ્રદ્ધા છોડી પુન્યમાં, દયા, દાન, પૂજાના શુભરાગમાં ખરેખર
ધર્મ માને છે તે ચૈતન્યની જાગૃતિ રહિત હોવાથી વીર્યહીન નપુંસક છે.
ચૈતન્યસ્વભાવનું આલંબન તે ધર્મ છે, ધર્મનું કારણ છે, નીચે વ્રત, તપાદિ, દાન, પૂજા, ભક્તિ આદિ
શુભભાવ હોય છે પણ તે પરાશ્રયરૂપ રાગ છે, બંધનું જ કારણ છે–સ્વયં બંધભાવ છે, તેને કંથચિત
વ્યવહારથી, મોક્ષમાર્ગ કહ્યો હોય ત્યાં એમ સમજવું કે એમ નથી. કેમકે તે