અશાડ : ૨૪૮૮ : ૧૯ :
મોક્ષગામી
ચક્રવર્તી વજ્રનાભિ
(આદિપુરાણ ઉપરથી)
(ગતાંક ૨૨૪થી ચાલુ)
(ભરતક્ષેત્રમાં થઈ ગયેલા શ્રી રૂષભદેવતીર્થંકરના
પૂર્વભવની આ કથા છે. તેઓશ્રી ચક્રવર્તી વજ્રનાભિના
ભવમાં નિર્ગ્રંથમુનિપદ ધારણ કરી આયુના અંતભાગમાં
ઉપશાંતમોહ નામે ૧૧ મા ગુણસ્થાને પ્રાણ ત્યાગ કરી
સર્વાર્થસિદ્ધિવિમાન નામે દેવલોકમાં ઊપજ્યા ત્યાં
સમ્યક્ભેદ વિજ્ઞાનના બળ વડે તત્ત્વજ્ઞાન પૂર્વક
વૈરાગ્યભાવનાનું ચિન્તન પણ કરતા હતા તેમાં
આચાર્યદેવ કહે છે કે, સંસારમાં લોકો જેને સુખ માને છે
તે સુખ નથી કારણ કે જેના ચિત્ત અનેક પ્રકારની
આકુળતાથી વ્યાકુળ થઈ રહ્યા છે.)
જેવી રીતે મનમાં મોહ ઉત્પન્ન કરવાથી તૃષ્ણા વધારવાથી સુખ નથી જેમ શરીરમાં શિથિલતા લાવનાર
દાહજ્વર (તાવ) સુખરૂપ થતો નથી એવી રીતે ચિત્તમાં મોહ, શરીરમાં શિથિલતા, વિષયોમાં રતિ લાલસા
અને સંતાપ વધારવાનું કારણ હોવાથી સ્ત્રી સંભોગ પણ સુખરૂપ થઈ શકતો નથી. જેવી રીતે કોઈ રોગી
પુરૂષ કડવી દવાનું પણ સેવન કરે છે એવી રીતે કામ જ્વરથી દુઃખી થયેલો જીવ પણ એને દૂર કરવાની
ઈચ્છાથી સ્ત્રીરૂપી ઔષધનું સેવન કરે છે. જ્યારે મનોહર વિષયોનું સેવન કેવળ તૃષ્ણા માટે જ છે, સંતોષ
માટે નહીં, ત્યારે તૃષ્ણા રૂપી જ્વાળા વડે તપેલો આ જીવ સુખી કેવી રીતે થઈ શકે? જેમ જે દવા રોગ દૂર ન
કરી શકે તે દવા નથી, જે પાણી તરસ દૂર ન કરી શકે તે પાણી નથી અને જે ધન સંકટ હરી શકે નહીં તે ધન
નથી.
એ રીતે જે વિષયથી જન્મેલું સુખ તૃષ્ણાનો નાશ ન કરી શકે વિષયોથી ઉત્પન્ન સુખ છે નહિ, સ્ત્રી
આદિના સંયોગમાં રતી માનવાથી ઉત્પન્ન સુખ કેવળ કામેચ્છારૂપી રોગોને દૂર કરવાનું સાધન છે. શું! એવો
મનુષ્ય ઔષધિનું સેવન કરે છે કે જે નિરોગ અને સ્વાસ્થ્યને પ્રાપ્ત છે?
ભાવાર્થ:– જેવી રીતે રોગરહિત સ્વસ્થ મનુષ્ય ઔષધિનું સેવન ન કરવા છતાં પણ સુખી રહે છે એવી
રીતે કામેચ્છા રહિત સંતોષી અહમિન્દ્ર સ્ત્રી સંભોગ ન કરતાં થકાં પણ સુખી રહે છે. વિષયોમાં અનુરાગ
કરવા–