Atmadharma magazine - Ank 225
(Year 19 - Vir Nirvana Samvat 2488, A.D. 1962).

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 29

background image
અસાડ : ૨૨પ : ૭ :
દરેક દ્રવ્ય ત્રણે કાળ પરથી ભિન્ન અને પોતાના ત્રિકાળી ભાવોથી અભિન્ન છે, પરરૂપ થયા વિના પરનું
કાંઈપણ કરે એમ માનનારા બે દ્રવ્યને ભિન્ન માનવાથી કોઈને સ્વતંત્ર સત્રૂપ માનતા નથી. એક દ્રવ્ય
બીજાનું કાંઈ ન કરી શકે એ વાત સાંભળીને કેટલાંક તો જૈનધર્મનો (વસ્તુ સ્વભાવનો) નિષેધ કરે છે.
અથવા આ વાત એકાંત નિયતિવાદ છે એમ કહી, શકડાલ કુંભારની કથા દ્વારા મહાવીરભગવાને પુરુષાર્થથી
પરનું થઈ શકે અમે કહ્યું હતું, એમ પોતાની માનેલી વાત મહાવીરને નામે ચડાવે છે. પણ તે સર્વજ્ઞભગવાને
શું કહ્યું અને જીવનો પુરુષાર્થ શું? જીવ શેમાં પુરુષાર્થ કરી શકે તેની તેને કાંઈ ખબર નથી. આત્મા શું કરી શકે
છે, વસ્તુ નિરન્તર નિજશક્તિથી પોતાની નવી નવી પર્યાયની પ્રાપ્તિરૂપઉત્પતિ અને પૂર્વની પર્યાયનો વ્યય
કર્યા જ કરે છે તેને કોઈના ટેકાની જરૂર નથી. આ સત્યની સંયોગી દ્રષ્ટિવાનને જરાય ખબર પડતી નથી.
આત્મા તો ભેદ વિજ્ઞાન વડે રાગાદિ છોડી, સ્વરૂપમાં એકાગ્રતાનો અભ્યાસ કરી વીતરાગતા પ્રગટ કરે
તે પુરુષાર્થ આત્મામાં હોય છે. રાગ–ઈચ્છા–વિકલ્પો કરવામાં ઊંધો પુરુષાર્થ પણ પોતામાં હોય છે.
વીતરાગતા પ્રગટ કરે ત્યાં રાગ મટતાં નિમિત્તનું આલંબન મટવાની અપેક્ષાએ બોલાય કે ભગવાન
નેમિનાથે વસ્ત્રા ભૂષણ છોડયા, પણ ખરેખર એમ નથી. કેમકે તેમણે પણ પરનું ગ્રહણ–ત્યાગ કરેલ નથી,
રાગનો ત્યાગ અને સ્વભાવનું ગ્રહણ કરેલ છે.
ગિરનારજી યાત્રા ગયા ત્યાં ચડયો–ઉતર્યો એમ વ્યવહારથી બોલાય (અર્થાત્ એવો રાગ આવે) પણ
એમ નથી. આત્મા શરીરને ઉપર લઈ જાય. નીચે ઉતારે એવું સામર્થ્ય કોઈ આત્મામાં નથી માત્ર એ વખતે
નિમિત્ત નૈમિત્તિકનો મેળ દેખી એ પ્રકારનો વિકલ્પ હોય તેને ઉપચારથી કર્તા બોલાય છે પણ ખરેખર
શરીરની ક્રિયા મેં કરી મેં રોકી એમ માનનાર મિથ્યાદ્રષ્ટિ છે. નિમિત્ત નૈમિત્તિકનો તેના કાળે મેળ કેવો હોય છે
એ બતાવવા વ્યવહારનયના કથન શાસ્ત્રમાં ઘણાં આવે છે પણ કે કથનના કારણે ભ્રમ નથી, પોતે સંયોગી
દ્રષ્ટિથી બે દ્રવ્યની એકતા માને છે, બે દ્રવ્યની સ્વતંત્ર જુદી ક્રિયા માનતો નથી, સંયોગને જ દેખે છે તેથી ભ્રમ
છે.
દરેક વસ્તુ તેના કારણે નિરન્તર પરિણમે છે એમ તેના સ્વભાવ તરફથી વસ્તુને નથી દેખતો, પણ
તેની સંયોગી દ્રષ્ટિથી દેખે છે તેથી જ્યાં દેખે ત્યાં બધું વિપરીત જ દેખે છે. ભાવલિંગી મુનિ હોય તેને દરેક
પ્રતિજ્ઞામાં દ્રઢતા હોય છે, ભાવલિંગી મુનિ હોય તેને દરેક પ્રતિજ્ઞામાં દ્રઢતા હોય છે, આહાર લેવાનો વિકલ્પ
ઊઠે, જવાનું બને, સંકલ્પ–પ્રતિજ્ઞા કરે કે આહાર દેનારના હાથમાં અમુક વસ્તુ હોય, આવી ચેષ્ઠા હોય,
પ્રાર્થના કરે તો આહાર લઉં નહીંતર ન લઉં પણ તેનો અર્થ પરને ગ્રહી શકે છે એવ૦ નથી. કેમકે પરના ગ્રહણ
ત્યાગનું કથન વ્યવહારનું છે. શરીર, આહાર અને તેની ક્રિયા, સંયોગનું મળવું રાગનું થવું એ દરેકનું તેના
આશ્રિત સ્વતંત્ર છે, કોઈ બીજાના કારણે કોઈની ક્રિયા થઈ નથી. સંયોગથી કોઈની ક્રિયા થઈ નથી છતાં
બીજાના કારણે બીજામાં કાર્ય બતાવવું તે માત્ર વ્યવહારનયની રીત છે. વ્યવહારનું કથન કથન અપેક્ષાએ
વ્યવહારમાં સાચું ક્્યારે કહેવાય કે નિશ્ચયથી જે હકીકત છે તેનો સ્વિકાર કરી તેને તે રૂપે માને, પણ જે
બેઉનયના કથનને સમાન અને સત્યાર્થ માને તેને બે નયો નથી પણ મિથ્યાત્વ જ છે.
વ્યવહારનય અભૂતાર્થ દર્શીત શુદ્ધનય ભૂતાર્થ છે; ભૂતાર્થને આશ્રિત જીવ સુદ્રષ્ટિથી નિશ્ચય હોય છે.
(સમયસાર ગા૦ ૧૧)
શાસ્ત્રમાં સર્વત્ર વ્યવહારનય માટે એમ કહ્યું છે કે તે પર દ્રવ્યને આશ્રિત કથન કરે છે, કોઈના કારણ
કાર્ય કોઈમાં મેળવીને કથન કરે છે માટે એવી શ્રદ્ધાથી તો મિથ્યાત્વ છે, માટે વ્યવહારના કથનને સત્યાર્થ માં
નવાની શ્રદ્ધા છોડવી અને નિશ્ચયનયનો વિષય સત્યાર્થ છે એમ શ્રદ્ધા કરવી–વ્યવહારનયનો વિષય છે ખરો
તેને જ્યાં જેમ હોંય તેમ જાણવું પ્રયોજનવાન છે પણ સર્વત્ર વ્યવહારનય અભૂતાર્થ– અસત્યાર્થ દર્શીત છે એમ
શ્રદ્ધા કરવી અને વ્યવહારથી જેટલા કથન હોય તેનો નિશ્ચયનય પ્રમાણે અર્થ સમજવો.