Atmadharma magazine - Ank 225
(Year 19 - Vir Nirvana Samvat 2488, A.D. 1962).

< Previous Page   Next Page >


PDF/HTML Page 9 of 29

background image
: ૮ : આત્મધર્મ : ૨૪૮૮
જેમ હાથીના દાંત બહારના દેખાવના જુદા છે અને અંદર ચાવવાના જુદા છે એમ વ્યવહારનયનું
કથન જુદું છે, નિશ્ચયનયના કથનથી વિરૂદ્ધતા સહિત છે. જો બેઉ નય સરખા હોય તો તેમના પરસ્પર
વિરૂદ્ધતા સહિત લક્ષણ કેમ રહ્યા છે.
પ્રશ્ન:–શાસ્ત્રમાં સીધું કથન ન કરતાં આનાથી આનું ગ્રહણ–ત્યાગ–રક્ષણ થાય એમ કેમ લખ્યું છે?
ઉત્તર:–લખે કોણ, બોલે કોણ માત્ર એ જાતની ઈચ્છા હતી, જો વાણી અને લખાણ થાય તો ઈચ્છા
આદિને ઉપચારથી કારણ કહેવાય. ખરેખર તો જીવથી, ઈચ્છાથી, શબ્દોની કે શરીરની ક્રિયા થઈ નથી પણ
પુદ્ગળથી જ થઈ છે એમ નિશ્ચયનયથી ખરો અર્થ જાણો તો નિમિત્તના વ્યવહાર કથનને–“એનો અર્થ એમ
નથી પણ નિમિત્તાદિ બતાવવા માટે ઉપચારથી તેમ કહ્યું છે” એમ વ્યવહારનું જાણવું વ્યવહારે સાચું ગણાય
પણ તેનો અર્થ વ્યવહારથી પરનું કાંઈ કરી શકાય છે એવો થતો નથી.
એક આકાશ ક્ષેત્રે પરસ્પર અવગાહ સંબંધ બતાવવા આત્માને મૂર્ત્તિક કહ્યો, નર, નારક, સ્ત્રી,
કોળોધોળો કહ્યો પણ આત્મા મૂર્તિક અથવા શરીરરૂપે કોઈ રીતે થયો નથી છતાં વ્યવહારનયથી એમ કહેવાની
રીત છે. કોઈ વારંવાર પ્રશ્ન પૂછે, સાંભળે છતાં તત્ત્વ ન સમજાય તો તેણે શું કરવું? તેનો જવાબ આવે કે
પોતાના હિતરૂપ પ્રયોજન સહિત ઘણા દિવસ શ્રવણ કરવા આવો, પરિચય કરો તો સમજાશે તેનો અર્થ શું કે
બીજાથી સમજાશે એમ નથી પણ તમે સાચી જિજ્ઞાસાથી તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરો તો તમારાથી જ
સમજાશે. પોતે સમજે તો જ બીજાને નિમિત્તમાત્ર કારણ કહેવાય, પછી વિનયથી નમ્રતામાં એમ બોલાય કે
આપનાથી સમજ્યો, ત્યાં એમ નથી પણ વ્યવહારનયની એ રીત છે.
નેમિનાથ ભગવાનને પશુઓને બંધીખાને દેખી વૈરાગ્ય આવ્યો, રથ પાછો ફેરવ્યો. તેનો અર્થ એમ ન
લેવો કે સંયોગના કારણે જીવમાં ફેરફાર થયો અને પરની ક્રિયા કોઈથી ફેરવી શકાય છે, એ તો નિમિત્તથી
કથન એ રીતે આવે છે.
આનાથી સમાજમાં ધર્મ પ્રભાવના થઈ, આનાથી અટકી, એનો અર્થ કે કોઈએ કોઈમાં ફેરફાર
કરાવ્યો નથી પણ તેઓની યોગ્યતા મુજબ જ થયું છે, જોરથી બોલો, ધીમેથી બોલો તેનો અર્થ એવી ઈચ્છા
આવે છે. ઈચ્છા થઈ માટે વાણી ધીમેથી બોલાય છે એમ નથી. ત્રણકાળ ત્રણલોકમાં ઈચ્છાથી વાણી બોલાતી
નથી. વાણી ઉત્પન્ન થાય તો ઈચ્છાને નિમિત્ત કહેવાય.
આજ મારે ઉપવાસ કરવો છે, આજ આટલા દ્રવ્યરાખી બાકીનાનો ત્યાગ કરવો છે. પરને લે–ત્યાગે
કોણ? પણ આવો રાગ આવે તેનું નિમિત્તથી કથન કરનાર વ્યવહારનયની એ રીતે છે આમ હજારો દ્રષ્ટાંતથી
વ્યવહારનય અસત્ય અર્થને બતાવનાર છે.
ખરેખર તો દરેક પદાર્થ પોતાપણે ટકીને પોતાના આધારે પોતાની નવી નવી અવસ્થારૂપી કાર્ય
નિરંતર કર્યા જ કરે છે. કોઈ દ્રવ્ય પોતાની ક્રિયાથી રહિત નથી કે બીજાનું કરી શકે, જો બીજાનું કાર્ય કરે–
કરાવે તો તે પોતાપણે ન રહે. કોઈ પરમાણુ બીજાને આધીન નથી. શરીર અને તેની ક્રિયા એટલે તેની
અવસ્થાનું બદલવું તેનાથી છે બીજાને આધીન નથી. જીવ અજીવ દરેક નિરાલંબી તત્ત્વ છે કોઈના આધારે
નથી છતાં કહેવું તે કથનમાત્ર વ્યવહાર છે.
તીર્થંકર ભગવાન ગૃહસ્થદશામાં હતા તેમણે વસ્ત્ર છોડયા, આહાર છોડયો, આહાર લીધો એ બધા
વ્યવહાર કથન અસદ્ભૂત ઉપચારથી છે. તેને ખરેખર માની લે તો સ્વતંત્ર દ્રવ્યનો નિષેધ થાય,
વીતરાગતાનો વૈરી થાય છે.
સંયોગ અને શરીરની ક્રિયામાં કર્તા, ભોક્તાપણું સ્વામીપણું અજ્ઞાનથી માન્યું હતું, શુભાશુભ રાગને
કર્તવ્ય માનતો હતો, ભેદવિજ્ઞાનદ્વારા ભાન કર્યું કે દરેક દ્રવ્ય ત્રિકાળ પરથી ભિન્ન અને પોતાની સર્વશક્તિથી
પોતામાં પરિપૂર્ણ છે. હું દેહાદિનો કર્તાભોક્તા કે સ્વામી નથી, હું તો ત્રિકાળ જ્ઞાનાનંદમય આત્મા છું એવો