શ્રાવણ : ૨૪૮૮ : ૭ :
ચીજ છે. તેને કારણ ક્્યારે કહેવાય કે ઉપાદાન કાર્યરૂપે પરિણમે ત્યારે. અર્થાત્ કાર્ય વિના કારણ કોનું? દરેક
સમયે સામે પર્યાયનો કાર્ય કાળ છે છતાં સંયોગ દ્રષ્ટિવાળો માની લે છે કે હું છું તો તેમાં કાર્ય થાય છે,–એમ
માનનાર સ્વતંત્ર સત્ની હિંસા કરે છે.
નિમિત્ત એટલે સંયોગી ચીજ, ઉપાદાન એટલે નિજ શક્તિ જે સ્વયં કાર્યરૂપે પરિણમે તેને ઉપાદાન
કારણ કહે છે. સોનું જ તેનાં કંકણ આદિ પરિણામોનું કર્તા છે. અન્યને તેનો કર્તા કહેવો તે ઉપચાર છે.
અજ્ઞાની તે ઉપચારથી કહેવામાત્ર કર્ત્તાને ખરેખર કર્તા માને છે. અજ્ઞાની ને તે વાતની કાંઈ ખબર પડતી નથી
પણ જ્ઞાની જાણે છે કે એ વસ્તુ સત્ છે તેના પ્રત્યે રાગની વૃત્તિ થઈ તે રાગને જાણવારૂપ જ્ઞાન પરિણામથી તે
જીવ દ્રવ્ય વ્યાપ્ત છે. પણ પર વસ્તુની સાથે કોઈ પ્રકારે એકમેક નથી માટે કોઈ જીવ પરનો કર્તા નથી, આવું
અનાદિ અનંત વસ્તુ સ્વરૂપ જેમ છે તેમ સર્વજ્ઞ ભગવાને જાણ્યું અને તેમ કહ્યું છે ભગવાને કહ્યું તે સાચું પણ
પોતે નિર્ધાર ન કરે તો અજ્ઞાને ઓળખ્યાવિના બધું નકામું છે. નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે નિમિત્તની
મુખ્યતાથી કથન આવે પણ નિમિત્તનાં લીધે ઉપાદાનનું કાર્ય થતું નથી, આમ અર્થ ન સમજે તો ઊંધું જ થાય.
જેમ
પિતાશ્રીએ ચોપડામાં લખેલું કે ચૈત્ર સુદી ૮ ના સવારે આઠવાગે સામે મંદિરના શિખર ઉપર ઈંડામાં
ધન દાટયું છે એ શબ્દો વાંચી અર્થ સમજ્યો નહિ અને મંદિર ખરીધું, અને તોડયું તો ધન મળ્યું નહિ પછી
પિતાનાં મિત્રને મળ્યો અને પૂછયું તો તેણે ખુલાસો કર્યો કે તારા પિતા મૂર્ખ ન હોય કે પારકા ક્ષેત્રમાં ધન
માટે, પણ તે મંદિરનાં શીખરની ટોચની છાયા ચૈત્ર સુદી ૮ ના સવારે આઠ વાગ્યે તારા આંગણામાં પડે છે
ત્યાં ખોદવાથી ધન મળશે, અને મળ્યું તેમ સર્વજ્ઞ પિતાના શાસ્ત્ર કથિત ભાવને જે સમજે નહિ ને વ્યવહાર
કથનને પકડે તો ભાવ ભાસે નહિ તેથી વિપરીત માન્યા વિના રહે નહિ.–જગતમાં પદાર્થોની સ્વતંત્રતા માને
તો જ પરથી ભિન્ન અને પોતાના ત્રિકાળી પર્યાયોથી અભિન્ન દરેક વસ્તુ છે તેને અન્ય કર્તાની–અપેક્ષા નથી
એમ જાણે અને તો જ અકર્તાપણું–જ્ઞાતાપણું સમજાય અને પરાશ્રયની દિનતા–છૂટી પ્રભુતા ભાસે.
દ્રવ્યની વ્યાખ્યા–દ્રવણશીલ, ટકીને પ્રવાહીત રહેવું છે. દ્રવ્યતીતિ દ્રવ્ય, જેમ પાણીના તરંગ એક પછી
એક ઉપજ્યા જ કરે છે, તેમ દરેક દ્રવ્યો પોતાની જાત જાળવીને નવી નવી પર્યાયે પલટાય છે. એ રીતે દરેક
વસ્તુ તેના ક્રમે થતા તેના વર્તમાન પરિણામો સાથે એકમેક છે. બીજી વસ્તુ તેમાં પેસી શકે નહીં લોઢાની
અવસ્થાને આત્મા કરે તો આત્માનો સ્વભાવ તેમાં આવવો જોઈએ. અને જુદાપણાની સત્તા ખોઈ બેસે,
જ્ઞાની કે અજ્ઞાની પોતામાં પોતાના ભાવને કરે પણ પરમાં કર્તા થઈ શકે નહીં માત્ર અભિમાન કરે છે. કર્તાની
વ્યાખ્યા છે કે–
“ જે પરિણમે તે જ કર્તા” પણ કોનો? કે પોતાના પરિણામનો, કેમ કે કોઈ પણ જીવ અથવા અન્ય
જીવ–અજીવ પોતાના પરિણામ–(ભાવ) રૂપે જ પરિણમે છે અન્યના પરિણામરૂપે પરિણમતા જ નથી માટે
કોઈ પણ જીવ અગર અજીવને અન્યના કાર્યનો કર્તા ન પ્રતિભાસો. દરેક દ્રવ્યને પોતાના પરિણામોના
કર્તાપણે પ્રતિભાસો. એક દ્રવ્ય અન્યનું કાંઈ પણ કરી શકે છે એમ માનનારે જ્ઞાતા સ્વભાવી આત્મા છે એમ
જાણ્યું જ નથી.
“કરે કરમ સોહી કરતારા, જો જાણે સો જાનનહારા;
જાણે સો કર્તા નહી હોઈ, કર્તા સો જાને નહી કોઈ.”
પોતાને ભૂલી અજ્ઞાનભાવે પરિણમે તે કર્તાપણાના વિકલ્પને કરે છે અને માને છે કે શરીર, વસ્ત્ર,
મકાન, ધનાદિની વ્યવસ્થામાં હું કર્તા છું જ્ઞાની છે તે ભેદ વિજ્ઞાન દ્વારા જેવું છે તેવું જાણે છે. દરેક તેના કારણે
પરિણમે છે તેના કારણે ટકીને બદલે છે તેમાં મારો અધિકાર નથી. હું તો જ્ઞાતા જ છું, કર્તા નથી, અલ્પ
નબળાઈથી રાગ આવે કે આમ કરૂં, આ ઠીક આ અઠીક એવો વિકલ્પ આવે પણ તેનો જ્ઞાતા જ છે, કર્તા
નથી, સ્વામી નથી.
રાગનો ભાગ વર્તમાન નબળાઈથી હોવા છતાં, હું