Atmadharma magazine - Ank 226
(Year 19 - Vir Nirvana Samvat 2488, A.D. 1962).

< Previous Page   Next Page >


PDF/HTML Page 11 of 27

background image
: ૮ : આત્મધર્મ : ૨૨૬
તો જાણનાર દેખનાર છું, પોતે જ્ઞાતા છે. અલ્પરાગ, અલ્પજ્ઞાન, અને નબળાઈનો સ્વામી નથી. કેમકે
ત્રિકાળીજ્ઞાતા સબળ સ્વભાવના સ્વામીત્વભાવે પરિણમે છે.
જે પરનું કાર્ય હું કરી શકું છું, રોકી શકું છું, એમ માને છે તે જ્ઞાતાસ્વરૂપને જાણતો નથી. ઝીણી વાત
છે. સંયોગથી જોનાર સ્વભાવને જોઈ શકતો નથી. જે જેમાં નથી તે તેનો કર્તા કેમ હોય? રાગ ઊઠે છે, તેનો
ત્રિકાળી સ્વભાવમાં અભાવ છે. ત્રિકાળી સ્વભાવમાં વિભાવને રચવાની યોગ્યતા નથી, એમ ન માનતા
રાગનો હું કર્તા છું, શુભરાગ તે મારું કર્તવ્ય છે. પરના કાર્યોં હું કરી શકું છું, એમ માને તે પાપદ્રષ્ટિ છે,
અધર્મદ્રષ્ટિ છે. ભગવાન આત્મા જ્ઞાતા છે. તેને રાગના–પરના કામ સોંપવા તે ચેતનનો અનાદર છે.
અનાસક્તિથી પરના કામ કરવા તેમ માને છે, તેને પરમાં એકતા બુદ્ધિની તીવ્ર આસક્તિ છે. અનાસક્તિના
નામે પરમાં કર્ત્તાપણું માને જ છે, હું પરથી જુદો જ્ઞાતા છું એમ તે માનતો નથી.
ભાઈ તું ક્્યાં હીત–અહીત માની રહ્યો છે. નક્કી તો કર! કોઈથી તારું ભલું ભુંડું થઈ શકે નહીં. દરેક
પદાર્થ પરિણામી સ્વભાવવાન હોવાથી પોતાના પરિણામે જ પરિણમતો થકો તેના પોતાના પરિણામથી તદ્રૂપ
છે. તેથી પરનો કર્તા નથી, પરરૂપે થનાર નથી માટે કદી પરના પરિણામ સાથે તન્મય નથી. જેમાં તન્મય
નથી તેનો તે કર્તા થઈ શકે નહીં. જેમ કુંભાર અહંકારથી માને કે હું ઘડાનો કર્તા છું પણ ખરેખર તે તેનો કર્તા
નથી. કેમકે માટી, માટીના ઘડા આદી આકારથી તદ્રુપ છે, કુંભાર સાથે તદ્રુપ નથી. માટે તેનો કર્ત્તા કુંભાર છે
નહીં છતાં નિમિત્ત દેખીને કર્તા કહેવો તે વ્યવહાર છે. કોઈ જીવ દેહની ક્રિયાઓનો કે વાણીનો કર્તા છે નહીં
છતાં અહંકારી જીવ માને છે એ અપેક્ષાએ તેને ઉપચારથી કર્તાપણે ઓળખાવે છે. ખરેખર કોઈ પરના કાર્યનો
કર્તા થઈ શકતો નથી. પણ આ વાત નક્કી કરે કોણ? જુદા જુદામાં પરના કર્ત્તાપણાને જોનારો બે દ્રવ્યોને
જુદા માનતો જ નથી.
શાસ્ત્રમાં નિમિત્ત કારણના કથન આવે છે પણ નય વિભાગને નહીં સમજનારાઓ શાસ્ત્રના અર્થને
વિપરીતપણે સમજે છે. કુંભારે ઘડો કર્યો એટલે એમ નથી પણ માટી ઘડારૂપે થઈ છે માટે કુંભારે ઘડો કર્યો એ
કથન ઉપચાર વ્યવહારથી છે, દવાની શીશી, અમે કથન આવે પણ એનો અર્થ એ કથન પ્રમાણે નથી પણ
વ્યવહારની એ રીતે છે, તેમ નિમિત્ત દેખીને એક દ્રવ્યને બીજાના કાર્યનો કર્તા કહેવો તે એમ નથી પણ
વ્યવહારથી કહેવા માત્ર છે. ખરેખર દરેક દ્રવ્ય પોતાના જ પરિણામના કર્તા છે એમ નિર્ણક કરે તો જ નિત્ય
પરિણામી દ્રવ્ય અને ક્રમબદ્ધ સ્વતંત્ર પર્યાયનો જ્ઞાતા થઈ શકે, સ્વસન્મુખ થઈ શકે, રાગાદિનો અકર્તા–એટલે
જ્ઞાતા જ છું એવા અસલી સ્વરૂપમાં વિશ્રાન્તિ લઈ શકે.
એક આકાશ ક્ષેત્રમાં છયે દ્રવ્યો એક સાથે, એક કાળે પોત પોતામાં પરિણમી રહ્યા છે. તેને જાણવાથી
ભ્રમ થતો નથી પણ જેમ છે તેમ ન જાણતા, છે તેનાથી ઊંધું માને છે, તે પોતાની માન્યતાથી ભૂલ કરે છે.
પરમાં કર્તૃત્વ–મમત્વભાવ રાખીને જાણે છે તેથી પર વડે લાભ નુકશાન માને છે, તેને સ્વસન્મુખ જ્ઞાતાપણે
રહેવાનો અંતરમાં વિશ્રાન્તિ લેવાનો અવસર નથી. “સ્વ પ્રકાશક શક્તિ હમારી તાતૈ બચન ભેદ ભ્રમ ભરી;
જ્ઞેય શક્તિ દ્વિવિધા પ્રકાશી સ્વરૂપા નિજરૂપા ભાસી.”
આત્મામાં સ્વપર પ્રકાશક જ્ઞાન છે તે નિશ્ચય છે, પરને જાણે છે તેમ કહેવું તે વ્યવહાર છે, સ્વને
સ્વપણે અને પરને પરપણે જાણે એવી જ્ઞાન શક્તિવાળો છે પણ પરના કામ વ્યવહારથી કરી શકે એવી શક્તિ
આત્મામાં નથી. કેમકે પરના કાર્યનો કર્તા તો તે જ હોઈ શકે કે જે તેરૂપ–તન્મયપણે પરિણમે પણ જીવ
શરીરરૂપે–તેની કોઈ અવસ્થારૂપે, પરરૂપે થઈ શકતો નથી. માત્ર વ્યવહારનયદ્વારા નિમિત્ત કર્તા કહેવાય છે તે
કહેવામાત્ર જ છે.
પ્રશ્ન:– એક ક્ષેત્રે બધા દ્રવ્યો રહે છે તેથી એકના કાર્યમાં બીજાનું કર્તૃત્વ હશે એમ ભ્રમ થાય છે?
ઉત્તર:– ના, એક આકાશ ક્ષેત્રે અનેક ભેળા થાય