Atmadharma magazine - Ank 226
(Year 19 - Vir Nirvana Samvat 2488, A.D. 1962).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 27

background image
શ્રાવણ : ૨૪૮૮ : ૯ :
તેથી કાંઈ પરનું કરી શકે એમ નથી. એકેન્દ્રિય નિગોદના જીવ એક શરીરમાં અનંતા છે, કોઈના
પરિણામ એક નથી, સરખા નથી, તથા કોઈના કારણે કોઈ પરિણમતા નથી. કેમકે ત્રણેકાળ માટે નિયમ
છે કે દરેક દ્રવ્યને પોતાના પરિણામ સાથે સંબંધ છે બીજા સાથે સંબંધ નથી. આમ નક્કી થતાં જ અનંતા
પરના કાર્ય સ્વતંત્ર છે, હું કોઈના કાર્યનો કર્તા નથી, પ્રેરક નથી, એમ ત્રિકાળી જ્ઞાતા સ્વભાવના
આશ્રયે અકર્ત્તા જ્ઞાતા સ્વભાવનો નિર્ણય થાય છે અને રાગાદિ તથા અનંતા પરનો હું કર્તા એવી
મિથ્યાબુદ્ધિ ટળી, અસંગ જ્ઞાયકસ્વરૂપ આત્મામાં દ્રષ્ટિ થાય છે. અનાદિ વિભાવમાં રમતું મન અંતરમાં
વિશ્રામ પામે છે.
પરથી અને સર્વ પ્રકારના રાગાદિથી ભિન્ન અસંગ જ્ઞાનાનંદ છું ક્ષણિક રાગાદિ જેવો ને જેટલો
નથી એમ જાણવું તે મારૂં કાર્ય છે, એમ જાણી સ્વસન્મુખ દ્રષ્ટી કરવી એનું નામ સમ્યગ્દર્શન છે અને
ક્રમબદ્ધ પર્યાય ને જાણી મિથ્યાકર્ત્તાપણાની શ્રધ્ધાછોડી સ્વસાથે સંબંધ રાખતું જ્ઞાન કરવું તે સમ્યગ્જ્ઞાન
છે દરેકમાં જે કામ થાય છે તે સ્વતંત્રપણે જ થાય છે. પરમાં અને રાગમાં કર્તાપણાની દ્રષ્ટિ હઠાવી,
પર્યાય દ્રષ્ટિ છોડી સ્વ દ્રવ્ય સ્વભાવને ધ્યેય બનાવે તો જ સ્વમાં જ્ઞાતા રહી શકે અને તેમાં વિશેષ
એકાગ્રતાના બળથી કેવળજ્ઞાન પ્રગટે છે, એ માર્ગ છે.
હાથ, પગનું ચાલવું, આંખોની પાંપણ હલવી તે પરમાણું પોતે હલાવે છે. ઈચ્છા હોવા છતાં
બીમારી મટાડી શકતો નથી. શ્વાસ–દમ ચાલે, હાથ ઉપાડી ન શકે, બોલવા ધારે બોલાય નહિ, માખી
બેસે ઊડાડી શકે નહિ, હાથમાં યોગ્યતા હોય તો જ ચાલે.–અત્યારે શરીર જડ અચેતન છે, તેના ક્રિયા
સ્વતંત્ર છે, તેમાં જીવનો અધિકાર નથી. મરણ કાળે શ્વાસ દૂંટીથી ખસે છે તે ખ્યાલમાં આવે પણ નીચે
ઉતારી ન શકે જેને ઊભો શ્વાસ કહેવાય છે, જીવ ભ્રમથી માને કે નિમિત્તથી કાર્ય થાય છે પણ એમ
નથી, ત્રણે કાળ દરેક જીવ–અજીવ દ્રવ્યની ક્રિયા સ્વતંત્ર તેનાથી થાય છે.
દરેક પરમાણુની ક્રિયા સ્વતંત્ર તેના આધારે થાય છે કેમ કે તેમાં તેની અવસ્થા નિરન્તર
ઉત્પાદવ્યયધુ્રવપણાને પામે છે અને તેને તે પરમાણુ પહોંચી વળે છે કેમકે તાદાત્મ્યપણે તે પરમાણું છે
પણ આત્મા જડ સાથે તાદાત્મ્ય નથી માટે જડના પરિણામનો જીવ કર્તા નથી.
દ્રવ્યમાં પોતપોતાના અવસરે જ પરિણામ થાય, તેની સાથે તે પદાર્થ અભેદ છે, તાદાત્મ્ય છે,
તેનો કર્તા અન્ય દ્રવ્ય નથી છતાં અન્યને કર્તા કહેવો તે ઉપચારનું કથન છે.
રોટલી દેવતા ઉપર ફુલે છે તે સ્ત્રીથી નથી થઈ પણ તેના કાળે તેની શક્તિથી થાય છે, લુંગડું
દબાવવાથી રોટલી ફુલતી નથી પણ તેમાં શક્તિ હતી તે પ્રગટ થાય છે. સંયોગી દ્રષ્ટિ જોનાર ઊંધુ દેખે
છે ને પરનાં કાર્ય પોતાના માને છે, સર્વને પરાધીન માને છે પણ કોઈ કોઈના કર્તા હર્તા કે સ્વામી નથી
આમ જાણે તો જ અંદરમાં પોતે કેવો છે, કેવો નથી એમ નક્કી કરી શકે, અને પછી વર્તમાન રાગ ક્ષણિક
છે. મારા ત્રિકાળી સ્વભાવમાં નથી અમે જાણી ધુ્રવ સ્વભાવમાં એકાગ્ર દ્રષ્ટિ વડે સમ્યગ્દ્રષ્ટિ થઈ શકે છે.
બાહ્ય સંયોગ અને શુભરાગની ક્રિયાવડે સમ્યગ્દર્શન થઈ શકતું નથી.
ચક્રવર્તીની સમસ્ત સંપત્તિથી પણ જેનો માત્ર એક સમય પણ વિશેષ
મુલ્યવાન છે એવો આ મનુષ્ય દેહ અને પરમાર્થ ને અનુકૂલ એવો યોગ સંપ્રાપ્ત
થવા છતાં પણ જો જન્મમરણથી રહિત એવા પરમપદનું ધ્યાન રાખ્યું નહી તો
આ મનુષ્યત્વને અધિષ્ઠિત એવા આત્માને અનંતવાર ધિક્કાર હો!
જેણે પ્રમાદનો જય કર્યો તેમણે પરમપદનો જય ક્્યોેર્.
(શ્રીમદ્ રાજચંદ્ર)