શ્રાવણ : ૨૪૮૮ : ૧૧ :
ઉપરોક્ત દ્રષ્ટાંત મુજબ શ્વેતશંખ કાદવ વગેરેનાં નિમિત્તમાં હોવા છતાં પોતાનું શ્વેતપણું છોડતો નથી.
કારણ કે ત્રણેકાળે અબાધિત નિયમ એવો છે કે નિમિત્તવડે કોઈને પરિણમાવી શકાતું જ નથી. એક દ્રવ્યને
બીજું દ્રવ્ય અન્યભાવરૂપ કરવાનું નિમિત્ત કારણ બની શકતું નથી. દરેક દ્રવ્ય પોતાની સ્વયં શક્તિથી જ
પરિવર્તન કરે છે. જ્ઞાની સમ્યગ્દ્રષ્ટિને અંતરંગમાં નિત્ય ચૈતન્યનિધાન અસંગ સ્વભાવની દ્રષ્ટિ થઈ છે, તેથી
સંયોગ અને વિકારમાં એકત્વબુદ્ધિ, કર્તાબુદ્ધિ છુટી ગઈ છે. એવા જીવ ચારિત્રની નબળાઈને કારણે પરદ્રવ્યો
(સચિત–અચિત કે મિશ્ર) ભોગવે એમ વ્યવહારે કહેવામાં આવે છે, તો પણ તે તેનો ભોક્તા થતો નથી.
કારણ કે અંતરંગમાંથી પરનું કર્તાપણું ભોક્તાપણું છુટી ગયું છે. સંયોગ તો પૂર્વોપાર્જિત કર્મોના નિમિત્તે આવે
છે. અને સમય પૂરો થયે પોતાને કારણે અળગા થઈ જાય છે. આમ જાણતો જ્ઞાની તેનો ભોક્તા ન થયો તેથી
તેને નવાં કર્મ પણ બંધાતા નથી. પૂર્વનાં પુન્યપાપના ઉદયે મળેલી સામગ્રી જ્ઞાની ભોગવતો દેખાય પરંતુ એ
સામગ્રી વડે જ્ઞાનીની શ્રદ્ધા, અને આંશિક સ્થિરતા અન્યથા થઈ જતાં નથી. માટે જ જ્ઞાનીને પરદ્રવ્યવડે બંધ
થતો નથી.
પ્રશ્ન:– શું નિમિત્ત કારણ (અર્થાત્ વ્યવહાર કારણ) અસત્ય છે?
ઉત્તર:– નિમિત્ત પર વસ્તુ છે ખરી, પરંતુ બીજા દ્રવ્યમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરાવવા સમર્થ
નથી. ઉપાદાનની પોતાની જ શક્તિ વડે ફેરફાર થાય છે. ત્યારે એટલે કે એ ફેરફાર થતી વખતે આવો સંયોગ
હતો, એમ જ્ઞાન કરાવવા તે સંયોગને નિમિત્ત માત્ર અર્થાત્ વ્યવહાર કારણ ગણવામાં આવે છે. પણ ખરેખર
કારણ તે નથી.
દરેક જીવમાં પોતાનામાં અનંત સવળો પુરૂષાર્થ કરવાની શક્તિ છે. અને અનંત અવળાઈ (ઊંધો
પુરૂષાર્થ) કરવાની યોગ્યતા છે. પણ બીજા દ્રવ્યનું કંઈ પણ કરવાની શક્તિ નથી. પુણ્ય પાપ રહિત નિર્વિકાર
એક જ્ઞાયક સ્વભાવની શ્રદ્ધામાં વર્તતા કોઈ જ્ઞાનીને નીચલી દશામાં બાહ્ય સામગ્રી ઘણી હોય અને તેને તે
ભોગવતો દેખાય. પણ તે કાંઈ સંયોગ તેને અજ્ઞાન ભાવે પરિણમાવે એમ બનતું નથી. હું સંયોગોને આધીન
છું. તેમ જ્ઞાની માનતો નથી. જ્ઞાનીના અભિપ્રાયમાં એમ છે કે સંયોગ અને રાગ પોતાનાં કાળે આવે અને
નાશ થઈ જાય. નીચલી દશામાં જ્ઞાનીને અશુભથી બચવા માટે પૂજા, ભક્તિ, દયા–દાનનો રાગ આવ્યા વિના
રહે નહિ. પરંતુ એ રાગની મંદતાના ભાવને જ્ઞાની ધર્મ માની બેસતા નથી. તેમજ જ્ઞાની–સામગ્રીને સ્પર્શે,
સૂંઘે, જુએ, એમ દેખાય. છતાં તેનાં કારણે તેને અજ્ઞાન કે બંધ થતાં નથી. સમસ્ત પરવસ્તુ અને રાગ તે
જ્ઞાનીનું વ્યવહાર જ્ઞેય છે.
શ્રી સમયસાર શાસ્ત્રમાં કહ્યું છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરી શકે નહિ. પરંતુ સંયોગી
બુદ્ધિવાળાને એમ દેખાય છે કે નદીનાં પ્રવાહને માણસ ફેરવી શકે છે. પરંતુ ખરેખર તો જેમાં જે લાયકાત પડી
છે, તે જ તેના કાર્યરૂપ પોતાથી પરિણમે છે. પર દ્રવ્યની સત્તા તથા તેના કારણ કાર્ય આત્માથી ભિન્ન છે. તેથી
અજ્ઞાની કે જ્ઞાની કોઈ પર દ્રવ્યનું કાંઈ પણ કરી શકે નહિ. ક્ષણિક વૃત્તિ ઊઠે પણ તે વૃત્તિ જેટલો–અને જેવો
આત્મા નથી. આત્મા તો ત્રિકાળ જ્ઞાયક છે. સંયોગ–અને વિકારથી નિરપેક્ષ પણે આવો ત્રિકાળ જ્ઞાયક જ છું
એમ શ્રદ્ધા કરે તો અજ્ઞાનના બધાં પક્ષ મટી જાય.
ભગવાનની વાણી તો શું અરે! સાક્ષાત્ ભગવાન પણ આ આત્માથી પરદ્રવ્ય છે. ભગવાન મિથ્યા
શ્રદ્ધાને ફેરવીને સમ્યક શ્રદ્ધા કરાવી આપે એમ બનતું નથી. પરંતુ પાત્ર જીવ પોતાની લાયકાતથી નિર્ણય કરી
યથાર્થ સમજે ત્યારે ભગવાનની વાણી નિમિત્ત કહેવાય. નિશ્ચય દ્રષ્ટિએ તો પોતામાં સર્વજ્ઞસ્વભાવની સત્તાનો
ભાસ થયો ત્યારે ભગવાન આવા છે, એમ બહુમાનનો ભાવ આવે અને તે પોતાના જ કારણે આવે છે.
ભગવાન છે માટે મને આવા ભાવ આવે છે એમ જ્ઞાની માનતો નથી.
પ્રશ્ન:– અંદરમાં માનવું કે ગુરુના ઉપદેશથી લાભ નહિ અને બહારમાં કહેવું કે “ગુરુના ઉપદેશથી લાભ
થયો, આપ ન મળ્યા હોય તો અમારૂં શું થાત” એ શું કપટ નથી?