Atmadharma magazine - Ank 226
(Year 19 - Vir Nirvana Samvat 2488, A.D. 1962).

< Previous Page   Next Page >


PDF/HTML Page 16 of 27

background image
શ્રાવણ : ૨૪૮૮ : ૧૩ :
રાધી અને કર્મના અભાવથી નિરપરાધી થાય છે. એમ નથી. લોકો એમ કહે છે કે “કર્મે જીવને
ભુલાવ્યો.” તો શું જીવ ભુલરૂપે પોતે નથી પરિણમતો? પરિણમે છે. અને જો પોતે જ ભુલરૂપે
પરિણમે છે તો બીજાએ શું કર્યુ? કંઈ જ નહિ. તેથી જીવ પોતે જ ભુલ કરી છે ત્યારે બીજી ચીજને
નિમિત્ત કારણ કહેવાય છે.
શ્રી સમયસાર ગાથા ૮૬ માં કહ્યું છે કે આત્મા પોતાના જ પરિણામનો કર્તા છે. એમ
પ્રતિભાસો અન્યના ભાવોનો કર્તા છે. એમ ન પ્રતિભાસો આત્માની તેમજ જડની (બંનેની) ક્રિયા
આત્મા કરે છે એમ માનનાર દ્વિક્રિયાવાદી મિથ્યાદ્રષ્ટિ છે.
શ્રી પંચાસ્તિકાય ગાથા ૬૨માં કહ્યું છે કે જીવ અને પુદ્ગલની વિકારમાં કે અવિકારમાં બંનેની
ક્રિયા એક જ કાળે વર્તતી હોવા છતાં બંને નિશ્ચયનયે એકબીજાથી તદ્ન નિરપેક્ષપણે પરિણમે છે.
આત્મા અને જડ પદાર્થો સ્વયંસિદ્ધ પરિણામી વસ્તુ છે. દરેક દ્રવ્ય તેની ધારાવાહી પર્યાયપણે
પરિણમે છે. તેના પરિણમનરૂપ પ્રવાહને તોડવા–પલટાવવા કોઈ સમર્થ નથી.
કળશ ૧પ૧:
હે જ્ઞાની! હે ચૈતન્યસ્વભાવના વિલાસી! તારા જ્ઞાતા સ્વભાવમાં શ્રદ્ધા, જ્ઞાન અને રમણતા તે
જ તારો આત્મવ્યવહાર છે. પરને વ્યવહારથી પણ કરી કે ભોગવી શકતો નથી. માટે તારે કદીપણ
પરમાં કર્તૃત્વ કરવું કે માનવું ઉચિત નથી. પરદ્રવ્ય મારૂં નથી છતાં ભોગવું છું એમ માનીશ તો પણ
અપરાધી થઈશ. વળી શાસ્ત્રમાં કહ્યું છે કે પરદ્રવ્યના ઉપભોગથી બંધ થતો નથી.” તો તને પરને
ભોગવવાની ઈચ્છા છે? પરનું હું ભોગવ એ તો અજ્ઞાનમય ઈચ્છારૂપ પરિણામ છે. જે તારૂં નથી તેને
તું ભોગવી જ કેમ શકે? પરમાં કર્તા–ભોક્તાપણું માનનાર કદીપણ સુખી થાય નહિ; જે ચીજ પોતામાં
નથી તેને ભોગવવાનું માને તે અપરાધી છે. માટે જ્ઞાતામાત્ર સ્વભાવમાં નિશ્ચળ રહે, આનંદ સ્વરૂપમાં
વસ (નિવાસ કર) એટલે કે નિજ સ્વરૂપમાં નિર્મળ શ્રદ્ધા, જ્ઞાન કરી સ્થિર થઈ જા. પરમાં
ભોક્તાપણાની ઈચ્છા કરીશ તો ચોક્કસ તું અજ્ઞાનરૂપે થઈને તારા અપરાધથી બંધને પામીશ.
પરવસ્તુથી બંધ નથી, પરંતુ પરમાં કર્તાભોક્તાપણાની ઊંધી વાસનાથી બંધ છે. પરવડે બંધ નથી.
પરંતુ સંયોગમાં ઈષ્ટ અનિષ્ટપણું માનવારૂપ મિથ્યા અભિપ્રાયથી બંધ છે. અજ્ઞાની આત્માને પરવસ્તુ
મેળવવાની કે ભોગવવાની અભિલાષા છે. પરવસ્તુમાં તથા ઈચ્છામાં મીઠાસ અને સુખબુદ્ધિ જેને છે તે
આત્મા ચોક્કસ બંધાશે. હે આત્મા! તું પ્રભુ સચ્ચિદાનંદમૂર્ત્તિ તારા જ્ઞાન પ્રવાહમાં વસ તો બંધ નથી.
પણ તેને ભૂલી ઈચ્છાનાં પ્રવાહમાં વસ્યો તો બંધ છે.
બહારમાં ભલે ત્યાગ દેખાય પરંતુ અંદરમાં કર્તા–ભોક્તાપણાની વાસના જેને હોય તેને બંધ
છે–નિર્જરા નથી. જ્ઞાની સમ્યગ્દ્રષ્ટિ પુરુષાર્થની નબળાઈથી રુચિવિના ઉપભોગમાં જોડાય ત્યાં તેને બંધ
કહ્યો નથી. પરંતુ જો સ્વયં કર્તા થઈ ઈચ્છાથી ભોગવે તો પોતે સ્વયં મિથ્યારુચિ વડે અપરાધી થયો
ત્યાં બંધથાય છે. અહીં અજ્ઞાનીને બંધ કહ્યો છે. જ્ઞાની થયા પછી મિથ્યાત્વ નથી. તેથી અજ્ઞાનકૃત બંધ
નથી એમ સમજવું.