મોક્ષગામી
ચક્રવર્તી વજ્રનાભિ
(આદિપુરાણ ઉપરથી)
(ગતાંક ૨૨૪થી ચાલુ)
(ભરત ક્ષેત્રમાં થઈ ગયેલાં શ્રી રૂષભદેવ તીર્થંકરના
પૂર્વભવની આ કથા છે. તેઓશ્રી વજ્રનાભિના ભવમાં
નિર્ગ્રંથ મુનિપદ ધારણ કરી આયુના અંતભાગમાં ઉપશાન્ત
મોહ નામે ૧૧મા ગુણસ્થાને પ્રાણ ત્યાગ કરી સર્વાર્થસિદ્ધિ
પૂર્વક વૈરાગ્ય ભાવનાનું ચિન્તન પણ કરતા હતા, તેમાં
આચાર્યદેવ કહે છે કે– સંસારમાં લોકો જેને સુખ માને છે તે
સુખ નથી કેમકે આ વિષયો સ્વપ્નમાં દેખાતા ભોગો
સમાન ક્ષણભંગૂર, અને દગો દેનારા છે, એના માટે
નિરન્તર આર્તધ્યાનમાં રહેવાવાળાને એ વિષયોથી સુખ
કેવી રીતે પ્રાપ્ત થઈ શકે.)
ભાવાર્થ:– પહેલાં તો ઈચ્છાનુસાર વિષય સામગ્રી બધાંને પ્રાપ્ત થતી નથી, તેથી એની પ્રાપ્તિ માટે
નિરંતર આર્તધ્યાન કરવું પડે છે. વળી પ્રાપ્ત થઈને સ્વપ્નમાં દેખેલા ભોગો સમાન તુરત જ નાશ પામી
જાય છે. આથી નિરંતર ઈષ્ટના વિયોગથી જન્મતું આર્તધ્યાન થયાં જ કરે છે. આ પ્રકારે વિચાર કરવાથી
માલૂમ પડે છે કે વિષય સામગ્રી કોઈને સુખનું કારણ નથી. પ્રથમ તો આ જીવ વિષયોને એકઠાં કરવામાં
મહાન દુઃખને પ્રાપ્ત થાય છે અને એકઠા થયાં પછી તેની રક્ષા કરવાની ચિંતા કરતો થકો અત્યંત દુઃખી
થાય છે. ત્યાર પછી આ વિષયો નષ્ટ થઈ જવાથી અપાર દુઃખને પામે છે કારણકે પહેલાં ભોગવેલાં
વિષયોનું વારંવાર સ્મરણ કરીને આ જીવ ઘણો જ દુઃખી થાય છે જે વિષયોનું સેવન કરવાથી સંસારનો
નાશ થતો નથી, જે નાશવંત છે અને જેનું સેવન જીવોના સંતાપને દૂર કરી શકતું નથી એવા આ
વિષયોને ધિક્કાર છે. જેવી રીતે ઈંધનથી અગ્નિની જ્વાલા ઓલવાતી નથી અને નદીઓના પૂરથી
સમુદ્રની તૃષ્ણા દૂર થતી નથી એવી રીતે ભોગવેલા વિષયોથી જીવોને તૃષ્ણા કદી પણ શાંત થતી નથી.
જેવી રીતે ખારું પાણી પીઈને મનુષ્ય વધારે તરસ્યો થાય છે તેવી રીતે આ જીવ વિષયોના સંભોગથી
એથી ઘણી વધારે તૃષ્ણાને પ્રાપ્ત થાય છે. અહો! જેનો આત્મા પંચેન્દ્રિયોના વિષયોને આધીન થઈ રહ્યો
છે, જે વિષયોરૂપી માંસની તીવ્ર લાલસા રાખે છે અને જે અચિંત્ય દુઃખને પ્રાપ્ત થઈ રહ્યો છે એવા
વિષયથી જીવને