Atmadharma magazine - Ank 227
(Year 19 - Vir Nirvana Samvat 2488, A.D. 1962).

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 25

background image
: ૪ : આત્મધર્મ : ૨૨૭
શાશ્વત અકષાય સ્વરૂપની દ્રષ્ટિના
બળથી સમ્યગ્દ્રષ્ટિને વીરતા, ધીરતા
અને સાતભય રહિતપણુ
સમયસાર નિર્જરા અધિકાર ગા. ૨૨૮ ઉપર
પૂ. ગુરુદેવનાં પ્રવચનો સોનગઢ તા. ૧૭–૪–૬૨
ભગવાન શ્રી મહાવીરપ્રભુનો જન્મ કલ્યાણક મહોત્સવ ઈન્દ્રાદિ દેવો દ્વારા આજે ઉજવાયેલો. તેનું
સ્મરણ કરી તેમણે જે સુખનો ઉપાય કર્યો ને બતાવ્યો તેને આપણે અનુસરીએ તે જ મહોત્સવ ગણાય. શુદ્ધ
જ્ઞાનઘન આત્મામાં નિર્મળ શ્રદ્ધા–જ્ઞાન–એકાગ્રતારૂપ સઘળા પુરુષાર્થની શરૂઆત ચોથા ગુણસ્થાનથી થાય છે.
સમ્યગ્દ્રષ્ટિને સુખ સ્વભાવી જ્ઞાનચેતનાનું સ્વામીત્વ અને અનુભવ હોવાથી સાત પ્રકારના ભય હોતા
નથી.
સમ્યગ્દ્રષ્ટિને અવિનાશી ચૈતન્યધુ્રવસ્વભાવની દ્રષ્ટિ હોવાથી તેને કોઈપણ પ્રકારનો ભય હોતો નથી.
નિત્ય નિર્ભય બેહદ અકષાય સ્વરૂપ હું છું એમ અવિનાશીના આલંબનના બળથી તેને નિર્જરા એટલે અંશે
શુદ્ધિની વૃદ્ધિ, અશુદ્ધિની હાનિ અને દ્રવ્યકર્મનું વિશેષ પ્રકારે ઝરવું–છુટવું થાય છે.
દરેક સમ્યગ્દ્રષ્ટિ સદાય સર્વ કર્મ અર્થાત્ શુભાશુભ રાગની ક્રિયા અને તેના ફળ પ્રત્યે નિરભિલાષપણે
અને અત્યંત નિરપેક્ષપણે વર્તે છે. તેથી ખરેખર તેઓ અત્યંત નિઃશંક દ્રઢ નિશ્ચયવંત અને અત્યંત નિર્ભય છે.
શ્રદ્ધામાં નિર્ભયતા છે, ચારિત્રમાં થોડી નબળાઈના કારણે અમુક દશા સુધી ભય હોય તે ગૌણ છે.
જગતના બધા પદાર્થો અને અસંખ્ય પ્રકારના શુભાશુભ રાગાદિ તે મારાથી ભિન્ન છે, હું તેનાથી પૃથક્
છું, સદાય જ્ઞાતા જ છું એમ અસંગ તત્ત્વનું ભાન, વર્તમાન દશામાં રાગાદિ હોવા છતાં પણ થઈ શકે છે.
ભગવાન આત્મા અસંગ જ્ઞાતા છે. દેહ–મન–વચનની ક્રિયા મારી નથી, મારા આધારે નથી. હું પરનું
કાંઈ કરી શકું નહિ, પરપદાર્થ મારૂં કાંઈપણ કાર્ય કરી શકે નહિ, કોઈ પરવડે મારૂં હિત–અહિત થઈ શકે
નહિ,–એમ સ્વતંત્રતા કબૂલીને પરાશ્રયની શ્રદ્ધા છોડી, સ્વાનુભવ દ્વારા આત્મામાં શ્રદ્ધા–જ્ઞાન અને અંશે
શાંતિ થતાં નિર્જરા થાય છે.
સ્વસંવેદન થતાં સમયે સમયે શુદ્ધિ વધે છે તે અસ્તિ અને અંશે અશુદ્ધિ ટળે છે એટલે કે એટલી
મલીનતા ઉત્પન્ન થતી જ નથી તે નાસ્તિ અપેક્ષાએ ભાવનિર્જરા છે અને અંશે જડકર્મ–દ્રવ્યકર્મનું ખરવું તે
દ્રવ્ય નિર્જરા છે.
સંજ્ઞી તિર્યંચ–પશુ હોય છે તેને નારકીને પણ રાગાદિ અને દેહથી ભિન્ન, કેવળ ચૈતન્યસ્વરૂપ, પૂર્ણજ્ઞાન
ઘનસ્વભાવી છું એવું ભાન થાય છે. શરીરમાં કોઈપણ પ્રકારની સ્થિતિ હો, અવિનાશી આત્મસ્વભાવનો
ભરોસો આવ્યો તેને મરણાદિનો ભય હોતો નથી. જ્ઞાનમાં ભય નથી અને ભયમાં જ્ઞાન નથી.
આચાર્યદેવ મરણ ભયનું કાવ્ય કહે છે.
प्राणोच्छेदमुदाहरंति मरणं प्राणाः किलस्यात्मनो।
ज्ञानं तत्स्वमेव शाश्वतया नोच्छिद्यते जातुचित्।।