ભાદરવા : ૨૪૮૮ : પ :
तस्यातो मरणं न किंचनभवेत्तद्भीः कुतो ज्ञानिनो।
निःशंकः सततं स्वयं स सहजं ज्ञानं सदा विंदति।।
પાંચ ઈન્દ્રિય, મન, વચન, કાયબળ, આયુષ્ય, શ્વોસોશ્વાસ એ દસ પ્રાણ કહેવાય છે. સંજ્ઞી પંચેન્દ્રિયને
૧૦ પ્રાણનો સંયોગ હોય છે. તે પ્રાણોના વિયોગને લોકો મરણ કહે છે પણ તે આત્માની ચીજ નથી. આ
આત્માના પ્રાણ તો તેનાથી રહિત અને અવિનાશી સુખ સત્તા, ચૈતન્ય અને બોધ (જ્ઞાન) છે. તે સ્વત:
પોતાથી જ ટકી રહેલા હોવાથી તેનો કદાપિ નાશ થતો નથી માટે આત્માનું મરણ બીલકુલ થતું નથી આવું
જાણતો હોવાથી સમ્યગ્દ્રષ્ટિને મરણનો ભય નથી. તે તો નિઃશંક, નિડર વર્તતો થકો પોતાના જ્ઞાનસ્વરૂપને
નિરન્તર અનુભવે છે.
સંયોગ અને રાગ હોવા છતાં તેને ન સ્પર્શતો નિત્ય જ્ઞાયક સ્વભાવનું સ્પર્શન–અનુભવન કરનારો
હોવાથી તેને નિર્ભયતા હોય છે. મિથ્યાદ્રષ્ટિને તે હોતી નથી. કદી બાહ્યમાં તે નિર્ભય દેખાય છતાં પરાશ્રયમાં
નિમિત્તાધીનપણામાં દ્રષ્ટિ હોવાથી અંતરમાં તે સદા ભયભીત છે. પરાધીનતાની દ્રષ્ટિવાળો સદા બંધાય જ છે,
સ્વાધીનતાની દ્રષ્ટિવાળો છુટે છે અર્થાત્ નિઃશંક જ્ઞાનમાં વર્તે છે.
આકસ્મિક ભયનું કાવ્ય નાં. ૧૬૦ અર્થ– આ સ્વત: સિદ્ધ જ્ઞાન એક છે, પોતાના અતીન્દ્રિય જ્ઞાનમય
સ્વભાવથી એકમેક અભેદ સ્વરૂપ છે, અચળ છે, પોતાથી છે, પરથી અને પરના આધારે નથી, સદા નિશ્ચલ
છે, તેથી તેમાં બીજાનો ઉદય નથી–પ્રવેશ નથી, માટે આ જ્ઞાનમાં (આત્મામાં) અણધાર્યું એકાએક આડુંઅવળું
કાંઈ પણ થતું નથી. આખું જગત જે રીતે વર્તી રહ્યું છે, વર્તે છે અને વર્તશે તેમાં કાંઈ નવાઈ જેવું અથવા
અકસ્માત નથી. વસ્તુ અને તેનો સ્વભાવ સદા સ્વતંત્ર હોવા છતાં સંયોગને જ જોનારા એમ માને છે કે
પરપદાર્થ–શરીરાદિમાં આડું અવળું થઈ શકે, એટલે કે થવાનું હોય તે અટકી જાય પણ એ માન્યતા ખોટી છે.
વસ્તુ સ્વત: સિદ્ધ પોતાથી છે અને પરથી નથી, વળી તે અનાદિઅનંત છે, અને તેની શક્તિ પણ
અનાદિઅનંત પોતાથી છે, તેથી તે તેની યોગ્યતાનુસાર તેના ક્રમે વર્તે છે.
વસ્તુ નિત્ય પરિણામી છે કે નહિ? છે તો વ્યવસ્થિત છે કે અવ્યવસ્થિત છે? વસ્તુમાં પરિણમનના
પ્રવાહ એની યોગ્યતાના ક્રમ મુજબ નિયત છે તેને અક્રમ અને આડો અવળો કરી શકાય એવું માનનારાને
વસ્તુની સ્વતંત્રતાની ખબર નથી. કોઈ પદાર્થની અવસ્થાનું અકસ્માત પલટવું થતું જ નથી. વીજળી પડે, સર્પ
કરડે, હાર્ટફેઈલ થાય એ આદિમાં કોઈ અણધાર્યું–અકસ્માત નથી. જેને તેનું જ્ઞાન નથી તે પરવડે એકાએક
અણધાર્યું થયું એમ માની ભયભીત થાય છે.
વસ્તુની યોગ્યતાઅનુસાર થતી વર્તમાન અવસ્થા તે તેની વ્યવસ્થા છે. તેમાં કદી અકસ્માત નથી જ
એમ જ્ઞાની જાણે છે તેથી તે જડ અને ચેતનમાં કાંઈ અણધાર્યું થાય એમ માનતો નથી પણ તેનું આ કાળે
એમ જ હોય એમ માનતો હોવાથી ભયભીત થતો નથી.
નીચલી દશામાં પુણ્યપાપના ભાવ ઊઠે ખરા પણ તેના હોવાપણામાં હું નથી, અને મારા હોવાપણામાં
તે નથી. જ્ઞાતાસ્વભાવમાં રાગાદિ નથી. આવું ભાન જ્ઞાનીને સદા હોય જ છે.
ભગવાન આત્મા અનાદિથી આજ સુધીમાં અનંત અનંતવાર અનંત સંયોગમાં આવ્યો છતાં તેમાં કદી
એકમેક થયો નથી.
રાગ અને સંયોગ બેઉ સંયોગી ચીજ છે, તે આત્માથી પૃથક્ સ્વભાવી–વિરુદ્ધ સ્વભાવી છે તેથી તેનો
ધુ્રવ ચૈતન્ય સ્વભાવમાં પ્રવેશ નથી.
પોતાનામાં તથા અન્ય પદાર્થમાં કાંઈ અણધાર્યું થતું નથી. ભીંત પડે, આગ લાગે, શરીર કપાઈ જાય
એ આદિ અવસ્થા જેમ થવા યોગ્ય હોય તેમ જ થાય છે, તેમાં કોઈ અકસ્માત નથી. કોઈ દ્રવ્ય કોઈ અન્યને
અડતું નથી.
કોઈમાં અણધાર્યું થાય, પરને લીધે આડુંઅવળું થાય એવું ત્રણ કાળ ત્રણ લોકમાં બનતું જ નથી.
ધર્મ એ વસ્તુનો સ્વભાવ છે. તે વર્તમાન નવા પુરુષાર્થથી થઈ શકે છે. શુભાશુભ રાગ અને દેહાદિ
સંયોગ તે હું નથી, હું તો નિત્ય જ્ઞાતા છું એમ પ્રથમ નિર્વિકલ્પ શ્રદ્ધા વડે પરથી છુટો પડી, અંતર જ્ઞાનાનંદમાં
એકાગ્ર