Atmadharma magazine - Ank 227
(Year 19 - Vir Nirvana Samvat 2488, A.D. 1962).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 25

background image
: ૬ : આત્મધર્મ : ૨૨૭
થવું તે ધર્મ છે અને તે વડે ધર્મીને સહજ સ્વભાવનો મહિમા વધતો જાય છે અને તેથી ક્ષણે ક્ષણે શુદ્ધતા વધતી
જાય છે.
અવિનાશી, અવિકારી, પરમસુખનું અક્ષયનિધાન પ્રભુ પોતે જ છે. અંતરંગમાં વિદ્યમાન આત્મા પોતે
જ દેવ છે–તેના નિર્મળ શ્રદ્ધા–જ્ઞાન અને ચારિત્રથી સંસારનો પાર પમાય છે.
હું સહજ જ્ઞાનસ્વરૂપ આત્મા છું એમ નિરંતર અનુભવનાર જ્ઞાનીને અજ્ઞાન સંબંધી બંધ થતો નથી,
પણ કર્મોની નિર્જરા થાય છે.
પૂર્ણજ્ઞાન સ્વભાવ જ મારું કાયમી સ્વરૂપ છે, વિકાર જેવો ને જેટલો હું નથી પણ તેનાથી ત્રિકાળ
ભિન્ન છુ એમ જાણનાર જ્ઞાનીને સ્વરૂપમાં ઉગ્રપણે એકાગ્ર થતાં તુરત જ કેવળજ્ઞાન થાય છે.
પુણ્યાદિની ક્રિયા કે વ્રતાદિના શુભભાવ ને અંતરનું સાધન છે એમ નથી. પુણ્યપાપ તો ચૈતન્યથી
વિરુદ્ધ ભાવ છે અને તે નાશવાન છે, સંયોગ અને દેહની ક્રિયા પૃથક્ છે. છતાં તેના આધારે ધર્મ થાય એમ જે
માને તે ચૈતન્યના પ્રાણ હણી રહ્યો છે. નિશ્ચય વીતરાગભાવરૂપ અંતરંગ સાધન હોય તો શુભભાવને
વ્યવહાર સાધન ઉપચારથી કહેવાય છે પણ તે ખરું સાધન નથી.
મોક્ષમાર્ગ બે નથી પણ તેનું નિરૂપણ બે પ્રકારે છે. સાચા મોક્ષમાર્ગરૂપ સત્યાર્થ કાર્યનું કારણ તો
અંતરંગમાં નિજ કારણ પરમાત્મા છે, જે શુદ્ધ નયનો વિષય છે, તેને જાણતો જ્ઞાની નિત્ય નિઃશંક અને નિર્ભય
વર્તે છે.
વસ્તુમાં ભય નથી, જ્ઞાનમાં ભય નથી. નિર્ભય વસ્તુ પોતે જ્ઞાન છે, એમ જે માનતો નથી તે
સંયોગમાં–દેહાદિમાં એકતાબુદ્ધિથી પોતાના અવિનાશી આત્માને ભૂલ્યો છે–તે ભૂલ દુઃખ છે. સંયોગથી કોઈને
સુખ દુઃખ નથી.
મસાણમાં એકલો માણસ જાય તો ઘણો ભય, બે જણ જાય તો ઓછો ભય, હથિયાર લઈને જાય તો
એથી પણ ઓછો ભય લાગે એમ અજ્ઞાની માને છે. જેવી વસ્તુ છે તેને તે રૂપે અજ્ઞાની નથી માનતો, પણ
તેનાથી વિપરીત માને છે તેથી ભયભીત થાય છે. મેરૂ ડગે તોય ધર્મી ડગે નહી કેમકે નિત્ય અવિનાશીના
ભરોસે જાગ્યો કે મારા ચૈતન્યની ધુ્રવ ભૂમિકામાં કોઈનો પ્રવેશ નથી. આમ નિઃશંક હોવાથી જ્ઞાનીને ભય
નથી.
પ્રશ્ન:– અવિરત સમ્યગ્દ્રષ્ટિ આદિને જ્ઞાની કહ્યા છે. તેને શાસ્ત્રમાં ભય કહ્યો છે. ૪–પ–૬–ગુણસ્થાન
સુધી તો પ્રગટપણે બુદ્ધિપૂર્વક ભય થતો જોવામાં આવે છે. ગામમાં રોગ આવે તો ચાલો બહાર જઈએ,
પ્લેગના ઉંદર મસ્ત હોય તો અરે! એને અડશો નહીં. એમ વાણી અને વિકલ્પ આવે છે, ભયથી ભાગે પણ છે
છતાં તેને નિર્ભય કેવી રીતે કહેવો?
ઉત્તર:– જે અલ્પભય છે તે સંયોગના કારણે નથી; પણ ચારિત્રમાં અસ્થિરતા હોવાના કારણે છે. તે
અસ્થિરતા જેટલો હું નથી પણ તેનાથી પૃથક્ અવિનાશી જ્ઞાયક છું એમ નિઃશંકપણે માનનાર જ્ઞાનીને ખરેખર
ભય થતો જ નથી. નબળાઈના પ્રમાણમાં તેને ભય થાય છે પણ તેનું સ્વામીત્વ નથી. અન્ય કોઈ જીવ
બાહ્યમાં ન ડરે, એકલો જંગલમાં રહે માટે જ્ઞાની છે એમ નથી.
શ્રેણિક રાજાને તેનો પુત્ર જેલમાં નાખે છે. શ્રેણિકને ભાન થાય છે કે દેહનાં કાર્ય મારાં નથી, હું દેહરૂપે
નથી, દ્વેષ થયો તે રૂપે હું નથી, સ્વરૂપમાં નિઃશંકતા છે છતાં આપઘાત કરે છે અને દ્વેષ પરિણામથી નરકમાં
જાય છે, ત્યાં પણ જ્ઞાન જ્ઞાનનું કામ કરે છે, અને ચારિત્રમાં અસ્થિરતાનો ભાગ અશુદ્ધતા તે તેનું કામ કરે છે–
બેઉ સ્વતંત્ર ધારા છે. તેનું આયુ ૮૪ હજાર વર્ષનું છે, તેમાં અકસ્માત નથી. ધર્મીજીવ ખરેખર નરકમાં ગયો
નથી તે સમજે છે કે અમે અમારા અસ્તિત્વમાં છીએ, સંયોગ અને વિકારના અસ્તિત્વમાં અમે નથી. ધર્મીનું
માપ સંયોગની દ્રષ્ટિવાળો કરી શકે નહીં, અંતરની દ્રષ્ટિ અને તેનો વિષય અપૂર્વ સમજણથી જણાય એવા છે.