ભાદરવા : ૨૪૮૮ : ૭ :
સંયોગી દ્રષ્ટિ અને સ્વતંત્ર સ્વભાવની દ્રષ્ટિ બેઉમાં મહાન અંતર છે.
અજ્ઞાની દયા, દાન, વ્રત, તપ, કરે, પ્રતિકૂળતાને સહન કરે, એકનો એક પુત્ર મરે તોય રડે નહી, આમ
હોવા છતાં તે ધર્મી છે એમ નથી.
શ્રેણીકારાજા માથું પછાડી દેહ છોડે છે, છતાં ધર્મ અને ભેદ વિજ્ઞાન ચાલુ છે. દેહ છોડવા ટાણે પણ
તીર્થંકર નામકર્મ બંધાવું ચાલુ છે. દેહ અને રાગને હું અડ્યો જ નથી, સમસ્ત પરભાવમાં એકતાબુદ્ધિ તોડી છે.
અને ચૈતન્ય અવિનાશીમાં દ્રષ્ટિ જોડી છે તેથી તેને દરેક સમયે સંવર–નિર્જરારૂપી ધર્મ થાય છે.
હવે સમ્યગ્દ્રષ્ટિના નિઃશંકિત આદિ ચિન્હો વિષેની ગાથાઓની સૂચનારૂપે કાવ્ય કહે છે–તેનો અર્થ–
ટંકોત્કીર્ણ એવું જે નિજરસથી સ્વપરપ્રકાશક સામર્થ્યની ભરપૂર જ્ઞાન તેના સર્વસ્વને અનુભવનાર શુદ્ધાત્માને
જ સમસ્તપણે શ્રદ્ધા–જ્ઞાનમાં ગ્રહણ કરનાર સમ્યગ્દ્રષ્ટિને જે નિઃશંક્તિ આદિ નિશ્ચય આઠ ચિન્હો છે તે
(સૂર્યનાં કિરણો અંધકારને હણે છે તેમ) સમસ્ત કર્મને હણે છે, અને વ્યવહાર આઠ અંગ છે તે પુણ્ય બંધનું
કારણ છે.
જ્ઞાની ખાવા બેઠો હોય ત્યારે પણ તેને નિર્જરા છે. અજ્ઞાની ઉપવાસ કરી ધ્યાનમાં બેઠો હોય ત્યારે
પણ હું આ છોડી શકું છું, હું નિમિત્ત છું તો શરીરની ક્રિયા છે એમ માને છે તેથી તેને ક્ષણે ક્ષણે મિથ્યાત્વનું
મહાપાપ બંધાય છે.
બાહ્ય દ્રષ્ટિવાળાને આ સમજવું અઘરૂં પડે એમ છે.
જ્ઞાની રાજ્યમાં બેઠો હોય, લડાઈમાં ઊભો હોય તો પણ એકતાબુદ્ધિએ રાગના ઉદયમાં જોડાતો નથી
તેથી તેને નિરંતર નિર્જરા થાય છે–ચોથા ગુણસ્થાને શ્રેણિક અથવા ભરત ચક્રવર્તી હજારો રાજા વચ્ચે બેઠો
હોય, ખમા અન્નદાતા થતું હોય, એમાં એની દ્રષ્ટિ નથી પણ ચૈતન્ય આનંદકંદ ઉપર દ્રષ્ટિ છે. ત્રણેકાળનાં
પરદ્રવ્યો અને સર્વ રાગાદિ ઊપરથી તેણે દ્રષ્ટિ હઠાવી લીધી છે. સમસ્ત કર્મને હણનારી દ્રષ્ટિ તેને હોવાથી તે
અલ્પકાળમાં કર્મોદય અને અશુદ્ધિતાને તોડીને મુક્ત થશે, શ્રદ્ધામાં તો મુક્ત જ છે.
પુણ્યપાપના વિકલ્પ ઊઠે તે ત્રણકાળમાં મારામાં નથી. અંતર્મુખદ્રષ્ટિ થતાં સંયોગ અને વિકારનું
સ્વામીપણું ઊડી જાય છે, એવી નિઃશંક દ્રષ્ટિનાં બળથી ક્ષણે ક્ષણે જ્ઞાનીને શુદ્ધિ થાય છે.
નિત્ય ચૈતન્ય સ્વભાવના આશ્રયપૂર્વક
અનિત્યભાવના (શ્રી શુભચંદ્રાચાર્ય દેવ)
(શ્રી શુભચંદ્રાચાર્ય દેવ)
નિત્ય વિજ્ઞાનઘન ચિદાનંદમય આ આત્માનો મહિમા બતાવવા માટે માની લીધેલા વૈભવની
અનિત્યતા બતાવે છે.
આ જગતમાં જે કંઈ એશ્વર્યવૈભવ કે જે દેખવામાં તો મોહીજનોને અતિસુંદર દેખાય છે. પણ દેખતાં
દેખતાં જ વાદળાંની જેમ વિલય પામી જાય છે.
જેમ નદીની લહેરો ચાલી જાય છે તે ફરી પાછી આવતી નથી તેમ લૌકિક વિભૂતિ આવી ને ગઈ ફરી
પાછી આવતી નથી. આ પ્રાણી મોહથી ઈષ્ટઅનિષ્ટ માની વૃક્ષા જ હર્ષ વિષાદને ઉત્પન્ન કરે છે. નદીની લહેરો
કદાચ પાછી આવે પણ મનુષ્યોને ગયેલું રૂપ બલાદિ તથા ધર્મ પામવાને યોગ્ય અવસર ફરિ પાછા આવતા
નથી. આ પ્રાણી વ્યર્થ અન્યને આધાર શરણ માની આશા બાંધતો રહે છે. આયુ અને યૌવન કેવા છે કે
અંજલી જળ સમાન તથા પાંદડા પર પડેલા જળબિન્દુ સમાન છે. આ પ્રાણીવૃથા શરીરાદિને કાયમ રાખવાની
ઈચ્છા કરે છે.
મનોજ્ઞ વિષયોના સંયોગ પણ સ્વપ્ન સમાન છે તેમાં મમત્વ થતાં જીવ પોતાનું સર્વસ્વ હારી જાય છે.
મહર્ષિયોએ જીવોને કુળ, કુટુંબ બળ, અલંકાર ધનાદિકને ક્ષણભંગુર વાદળાં સમાન કહેલ છે. આ મૂઢ પ્રાણી
વ્યર્થ જ તેમાં નિત્યની બુદ્ધિ કરે છે.