Atmadharma magazine - Ank 228
(Year 19 - Vir Nirvana Samvat 2488, A.D. 1962).

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 31

background image
: ૪ : આત્મધર્મ : ૨૨૮
અરે આત્મા!! તારી અગાધગતિ હોવા છતાં
ભેદજ્ઞાનથી
સુખધામમાં નિવાસ કર
મોક્ષમાર્ગ પ્રકાશક અ૦ ૭ ઉપર પૂજ્ય શ્રી ગુરુદેવનું પ્રવચન
(શ્રી પોપટલાલભાઈ મોહનલાલ વોરાના મકાનના વાસ્તુ પ્રસંગે
આજનું સવારનું વ્યાખ્યાન તેમને ત્યાં થયું હતું)
વીર સંવત ૨૪૮૮ શ્રાવણ સુદ ૧પ, તા. ૧પ–૮–૬૨
મોક્ષમાર્ગ કોને કહે છે. તે વાત બોલે છે. ધર્મ–અધર્મ, હિત–અહિત શું છે તે અનાદિથી અજ્ઞાનીએ
જાણ્યું નથી. સર્વજ્ઞ વીતરાગે ત્રણકાળ–ત્રણલોકને એક સમયમાં જાણ્યા. તેમની વાણીમાં એમ આવ્યું કે
હે આત્મા! તારૂં સ્વરૂપ ચિદાનંદ છે, તે તારામાં જ છે, બહારથી આવતું નથી. સત્ નિત્ય–ચિત્–જ્ઞાન
અને આનંદએ તારું અસલી સ્વરૂપ છે, તેને જાણ્યા વિના બહારમાં પુણ્યમાં તથા ધનાદિમાં તારી રુચિ
થઈ છે પણ દયાદાનના ભાવ રાગ છે, તેનાથી તો બંધન છે, તેનાથી ધર્મ નથી. સત્ય સમજ્યા વિના
જીવ અનાદિકાળથી દુઃખી થઈ રહ્યો છે. નોકર્મ એટલે શરીર, દ્રવ્યકર્મ એટલે જ્ઞાનાવરણાદિ જડકર્મ તથા
શુભાશુભ રાગરૂપ ભાવકર્મ તેનાથી તું ભિન્ન છે, તેને ભૂલી પરને પોતાનું માનવું તે મિથ્યાત્વરૂપી
પાપનો ભાવ છે. હિંસા, ભોગ, ધન, કમાવું તે પાપનો ભાવ છે, તેનાથી ચૈતન્ય ભિન્ન છે. ધર્મી–જ્ઞાનીને
પણ દયા, દાન, પૂજા, ભક્તિ, જાત્રાના ભાવ થાય છે પણ તે પુણ્ય છે, આસ્રવ છે, વિકાર છે, પવિત્ર ધર્મ
નથી. અજ્ઞાની મોક્ષને દેખાદેખીથી ઉત્કૃષ્ટ કહે છે કે અહો! મોક્ષમાં સુખ છે, કેટલું કે સ્વર્ગના ઈન્દ્રોના
સુખથી પણ અનંતગુણ સુખ છે–તો જ્ઞાની કહે છે કે તેને તત્ત્વની ખબર નથી કેમ કે સ્વર્ગનું કે શેઠાઈનું
સુખ છે તે તો આકુળતા જ છે. પૂર્વે પુણ્યકર્મ બંધાયેલું તેના ઉદયકાળે મળી સામગ્રી, તેમાં સુખની
કલ્પના કરી તે ઝેર છે, દુઃખ છે, તે મહાવિપરીતતા છે. જ્યાં સુખ નથી ત્યાં અજ્ઞાની સુખ માને છે, ને
છે તેમાં માનતો નથી.
જેમ કાચા ચણામાં મીઠાસ શક્તિરૂપે ભરી છે, પ્રગટ નથી. વળી તે ચણાને વાવો તો ઊગે પણ
તેને શેકી નાખો તો મીઠાસ પ્રગટ થાય અને વાવો તો ઊગે નહિ. પ્રાપ્તની પ્રાપ્તિ થાય છે. તેમ
આત્મામાં સુખ છે પણ અજ્ઞાની તેને જાણતો નથી. સ્વર્ગના દેવોને જે સુખ છે તેનાથી સિદ્ધમાં
અનંતગણું સુખ અજ્ઞાની કહે છે. સ્વર્ગનાં માનેલાં સુખ તો આકુળતામય હોવાથી ઝેર છે. તેનાથી ૧૦૦
ટકા વિરુદ્ધ અતીન્દ્રિય આત્મિક સુખ છે. સંસારના રાગની જાતથી અંતર આનંદની જાત જ જુદી છે.
આત્મા આનંદનો કંદ છે તેની પ્રતીતિ કરી અંદરમાં ઝૂકાવ કરે તો તેનો સ્વાદ આવે. પુણ્ય–પાપમાં જે
લાભ માને છે તે મિથ્યાદ્રષ્ટિ છે.
તોરી ગામમાં અગાધગતિ નામનું પુસ્તક લઈને ત્યાંના પટેલ આવ્યા, કહ્યું કે અમને આમાં
સહજ પડતી નથી. એમાં લખેલ હતું કે કોઈ પણ પ્રાણી જપ, તપ, દયા, દાન, સ્મરણ, પૂજા, સેવા, કરે
તો કરો પણ તેનાથી મોક્ષ નહિ મળે કેમકે તે બધી વૃત્તિ રાગની છે, તેનું ફળ અહીં મળશે, એટલે કે
તેનાથી સંસાર ફળશે.