: બ્રહ્મચર્ય અંક : : ૧૩ :
બ્રહ્મચર્ય વિષે સુભાષિત
(પૂજ્ય ગુરુદેવના વ્યાખ્યાનમાંથી)
બ્રહ્મચર્યનો પ્રસંગ હોવાથી બ્રહ્મચર્ય સંબંધી શ્લોકના અર્થ થાય છે.
નિરખીને નવયૌવના લેશ ન વિષય નિદાન
ગણે કાષ્ટની પુતળી તે ભગવાન સમાન.
તે ભગવાન સમાન:– ૧ અહીં ભગવાન સમાન કહ્યો છે. તે એકલા શુભરાગરૂપ બ્રહ્મચર્યની વાત
નથી. પરને દેખીને જે રાગ માને છે, તેને તો પરમાં એકત્વ બુદ્ધિ રૂપ મિથ્યાત્વ છે. જ્ઞાની સ્ત્રીને દેખીને રાગ
માનતા નથી તેથી દર્શનનો દોષ નથી અસ્થિરતાથી રાગ થાય તે ચારિત્રની નબળાઈ છે. નિરખીને એટલે કે
પર વસ્તુને દેખીને ‘આ સારૂં છે’ એવી બુદ્ધિથી જે રાગ થાય તે મિથ્યાત્વીનો છે. જ્ઞાનીને રાગ થાય પણ તે
સ્ત્રીને દેખવાના કારણે થતો નથી. સ્ત્રી મારી છે કે સુંદર છે એવી માન્યતાથી જ્ઞાનીને રાગ થતો નથી. ચોથે–
પાંચમે ગુણસ્થાને જ્ઞાનીને આદીનો રાગ હોય પણ તે પરના કારણે રાગ નથી માનતા તેને મિથ્યાત્વનો રાગ
નથી. જ્ઞેયોને જ્ઞેય તરીકે જાણે છે. પણ તેના કારણે રાગ માનતા નથી. સુંદર સ્ત્રી દેખીને જે રાગ માને છે તેને
તો અનંત સંસારના કારણ રૂપ રાગ છે. વળી જ્ઞાનીને લેશ પણ વિષય નિદાન નથી. આસક્તિનો રાગ હોય
પણ તે વિષયમાં સુખ માનતા નથી. વિષયને સુખનું કારણ માનીને જ્ઞાનીને કદી રાગ થતો નથી અને અહીં
ભગવાન સમાન કહ્યો છે પણ મિથ્યાદ્રષ્ટિ અનંતવાર બ્રહ્મચર્ય પાળીને નવમી ગ્રૈવેયક ગયો તેને અહીં
ભગવાન સમાન કહ્યો નથી.
જેમ સ્ત્રીને નિરખીને તેના કારણે જ્ઞાની રાગ માનતા નથી તેમ પૈસા કે દેવ–શાસ્ત્ર–ગુરુ વગેરે કોઈ
પદાર્થને કારણે પણ જ્ઞાની રાગ માનતા નથી. આવા સ્વભાવના લક્ષે બ્રહ્મચર્ય હોય તો તે પાત્રતા છે. અને
સ્વભાવના લક્ષ વગર બ્રહ્મચર્ય પાળે તો મંદરાગથી પુણ્યબંધાય પણ તેમાં આત્મ લાભ નથી.
આ પાઠનું નામ ‘બ્રહ્મચર્ય વિષે સુભાષિત’ છે. લૌકિકમાં જે બ્રહ્મચર્યનું કથન છે તે નહી, પણ પરમાર્થ
સ્વરૂપ શું છે? તેની વાત આમાં કરે છે.
શાંતિનાથ ભગવાન પહેલાં ગૃહસ્થપણામાં હતા, ચક્રવર્તી હતા, હજારો રાણીઓ હતી છતાં તેઓના
કારણે લેશ પણ રાગ થવાનું માનતા નથી, તેના વિષયમાં લેશ પણ સુખ માનતા નથી, તેને અહીં ભગવાન
સમાન કહ્યા છે. સ્ત્રીઓ મારી–એમ માને તો તેના કારણે રાગ માન્યો ને તેમાં એકત્વબુદ્ધિ છે, તે મિથ્યાદ્રષ્ટિ
છે. અંતરદ્રષ્ટિમાં ફેર છે. બહારના આચરણથી ફેર જણાય નહીં.
નવયૌવના સ્ત્રીને કાષ્ટની પૂતળી સમાન ગણે એટલે જગતના જ્ઞેયોની જેમ તેને પણ જ્ઞેય જાણે. જેમ
જગતમાં બીજા પદાર્થો જ્ઞેય છે, તેમ સ્ત્રી પણ જ્ઞેય છે. મારા સ્વભાવમાં વસ્તુઓને દેખીને વિકાર થતો નથી.
નવ યૌવના સ્ત્રીઓને દેખવાના કારણે જો રાગ થવાનું માને તો તેના અભિપ્રાયમાં રાગ કરવાનું જ આવ્યું
કેમકે જગતમાં નવયૌવના સ્ત્રીઓ તો અનાદિ અનંત છે. તેને કારણે જો રાગ માને તો તેને અનાદિ અનંત
કાળ રાગ કરવાનું આવ્યું. તેનો અભિપ્રાય મિથ્યા છે. જ્ઞાની જાણે છે કે સ્ત્રીને કારણે મને રાગ નથી સ્ત્રીને
દેખવાના કારણે મને રાગ નથી. તેને કહ્યું કે:–
નિરખીને નવયૌવના લેશ ન વિષય નિદાન
ગણે કાષ્ટની પૂતળી તે ભગવાન સમાન. ૨
ધર્મીને રાગહોવા છતાં સ્ત્રીથી રાગ થવાનું માનતા નથી. રાગ થાય તેને સુખનું કારણ માનતા નથી.
જગતના અનંત અનંત જ્ઞેયો છે, તે કોઈ મને રાગનું કારણ નથી, અને મારો જ્ઞાન સ્વભાવ રાગ રહિત છે,
તેમાં રાગ થાય તે મને સુખરૂપ નથી–તેમ જ્ઞાની જાણે છે તે