Atmadharma magazine - Ank 228a
(Year 19 - Vir Nirvana Samvat 2488, A.D. 1962).

< Previous Page   Next Page >


PDF/HTML Page 29 of 38

background image
: બ્રહ્મચર્ય અંક : : ૧પ :
જે નવવાડ વિશુદ્ધથી ધરે શિયળ સુખદાઈ
ભવ તેનો લવ પછી રહે તત્ત્વવચન એ ભાઈ.
હે! ભાઈ આત્મભાન વગર તો અનંતવાર નવ વાડે શિયળ પાળ્‌યું. પણ તે ‘વિશુદ્ધ’ નથી.
આત્મસ્વરૂપના ભાન સહિત જે નવ વાડે બ્રહ્મચર્ય પાળે છે તેને પછી અલ્પ ભવ જ રહે છે. આવું તત્ત્વ વચન
છે. રાગરહિત સ્વભાવના ભાનપૂર્વક સ્ત્રી આદિ પ્રત્યેના રાગને જે ટાળે છે, ને સુખદાયક શિયળ પાળે છે,
તેને અલ્પ ભવજ બાકી છે એ તત્ત્વવચન છે.
સુંદર શિયળ સુરત્તરુ મન વાણી ને દેહ
જે નરનારી સેવશે, અનુપમ ફળ લે તેહ
સ્વભાવના ભાન સહિત રાગને છેદ્યો તે કલ્પવૃક્ષ સમાન છે. આત્માને સમજીને જે બ્રહ્મચર્ય પાળશે તે
નરનારી અનુક્રમે અનુપમ એવા સિધ્ધપદને પામશે.
પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિકજ્ઞાન
પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાન. ૭
મતિમાન એમ સંબોધન કર્યું છે. એટલે રાગ રહિત આત્માના લક્ષે જે બ્રહ્મચર્ય પાળે છે તે
આત્મજ્ઞાનની પાત્રતાને સેવે છે.
ઉત્તમ બ્રહ્મચર્ય ધર્મ
(પૂજ્ય ગુરુદેવના વ્યાખ્યાનમાંથી)
‘બ્રહ્મ’ એટલે આત્માનો સ્વભાવ–તેમાં–ચરવું પરિણમવું–લીન થવું–તે બ્રહ્મચર્ય છે. વિકાર અને પરના
સંગ રહિત આત્મસ્વભાવ કેવો છે તે જાણ્યા વગર ઉત્તમ બ્રહ્મચર્ય હોય નહિ. લૌકિક બ્રહ્મચર્ય તે શુભરાગ છે,
ધર્મ નથી, અને ઉત્તમ બ્રહ્મચર્ય તે ધર્મ છે, રાગ નથી. શુદ્ધ આત્મસ્વભાવની રુચિ વગર વિષયોની રુચિ છુટે
નહિ. મારા સ્વભાવમાંથી જ મારી સુખદશા પ્રગટે છે, મારી દશા પ્રગટવા માટે મારે કોઈની અપેક્ષા નથી.
એમ પરથી ભિન્ન સ્વભાવની દ્રષ્ટિ થયા વગર વિષયોની રુચિ છૂટતી નથી. બહારમાં વિષયો છોડે પણ
અંતરમાંથી વિષયોની રુચિ ન છોડે તો તે બ્રહ્મચર્ય નથી, સ્ત્રી–ઘરબાર છોડીને ત્યાગી થઈ જાય, અશુભભાવ
છોડીને શુભ કરે, પરંતુ તે શુભભાવમાં જેને રુચિ અને ધર્મબુદ્ધી છે તેને ખરેખર વિષયોની રુચિ છૂટી નથી.
શુભ કે અશુભ વિકાર પરિણામમાં એકતાબુદ્ધિ તે જ અબ્રહ્મ પરિણતિ છે, અને વિકાર રહિત શુદ્ધ આત્મામાં
પરિણામની એક્તા તે જ બ્રહ્મ પરિણતિ છે. એ જ પરમાર્થ બ્રહ્મચર્ય ધર્મ છે.
અહીં સમ્યગ્દર્શન પૂર્વક મુનિની ચારિત્રદશાના બ્રહ્મચર્યની વાત છે. જગતના સર્વ વિષયોથી ઉદાસીન
થઈને આત્મસ્વભાવમાં ચર્ચા પ્રગટી છે તે જ બ્રહ્મચર્ય છે અને તેના ફળમાં તેમને પરમાત્મપદ મળ્‌યે જ
છૂટકો. સ્વભાવમાં એક્તા કરી અને પરથી નિરપેક્ષ થયા ત્યાં જે વીતરાગભાવ પ્રગટ્યો તે બ્રહ્મચર્યધર્મ છે.
અહીં શ્રી પદ્મનંદિ મુનિરાજ બ્રહ્મચર્યધર્મનું વર્ણન કરે છે. –
यत्संगाधारमेतच्चलति लघु य यत्तीक्ष्णदुःखौघधारं
मृत्पिण्डीभूतभूतं कृत बहुविकृति भ्रान्ति संसारचक्रम्।
ता नित्यं यन्मुमुक्षुर्यतिरलमतिः शान्तमोह प्रपश्यते–
ज्जामी पुत्रीः सावित्रीरिवहरिणहशस्तत्परं ब्रह्मचर्यम्।। १०४।।
આ શ્લોકમાં ‘अमलमति’ શબ્દ ઉપર વજન છે. અમલમતિ એટલે પવિત્ર જ્ઞાન–સમ્યગ્જ્ઞાન. જેને
સમ્યક્જ્ઞાન થયું છે એવા આત્માઓ કદાપિ સ્ત્રી આદિમાં સુખબુદ્ધિ ન કરે. આત્મામાં એકાગ્ર રહેનારા મુમુક્ષુઓ
અને મુનિઓ કદી સ્ત્રીનો સંગ પરિચય ન કરે. સ્ત્રી આદિ વિષયોમાં સુખબુદ્ધિથી જીવ સંસારમાં રખડે છે, તેથી
અહીં આચાર્યદેવ કહે છે કે જેમ કુંભારના ચાકનો આધાર ખીલી છે અને તે ચાક ઉપર રહેલા માટીના પિંડના
અનેક આકાર થાય છે તેમ આ સંસારરૂપી ચાકનો આધાર સ્ત્રી છે અને સંસારમાં જીવ અનેક પ્રકારના વિકાર
કરીને ચાર ગતિમાં રખડે છે. મોક્ષાભિલાષી જીવ સમ્યગ્જ્ઞાન પૂર્વક વિષયોની રુચિ છોડીને તે સ્ત્રીઓને માતા
સમાન, બહેન સમાન કે પુત્રી સમાન જાણે છે તેને જ ઉત્તમ બ્રહ્મચર્યધર્મનું પાલન થાય છે. જેની નિર્મળ બુદ્ધિ
થઈ છે અને જેનો મોહ શાંત થઈ ગયો છે એવા બ્રહ્મચારી આત્માઓ કદાપિ સ્ત્રીસંગ ન કરે.
ઉપદેશમાં નિમિત્તની મુખ્યતાથી વચનો આવે, ત્યાં તેનો સાચો ભાવાર્થ સમજી લેવો જોઈએ. અહીં