: ૧૬ : : બ્રહ્મચર્ય અંક :
સ્ત્રીને સંસારનો આધાર કહ્યો–તે નિમિત્તની અપેક્ષાથી છે, ખરેખર સ્ત્રી કાંઈ જીવને રખડાવતી નથી પણ
પોતાના સ્વભાવથી ખસીને સ્ત્રીની સુંદરતામાં અને વિષયમાં જીવને રુચિ થઈતે મિથ્યાત્વ પરિણતિ છે અને
તે જ સંસારનો આધાર છે. સ્વભાવની અપેક્ષા ને પરની ઉપેક્ષા તે બ્રહ્મચર્ય છે, ને તે મોક્ષનો આધાર છે.
સમ્યગ્દર્શન પહેલાં પણ જિજ્ઞાસુ જીવોને વિષયોની મીઠાસ છૂટીને બ્રહ્મચર્યનો પ્રેમ હોય છે. જેને અંતરમાં
વિષયોની મીઠાશ પડી છે, તે જીવને ચૈતન્યતત્ત્વની પ્રીતિ નથી. ચૈતન્યનો સહજાનંદ વિષયરહિત છે. તે
સહજ–આનંદમય ચૈતન્ય સ્વરૂપની રુચિ છૂટીને જેને ઈન્દ્રાણી વગેરે પ્રત્યેના રાગમાં મીઠાશ આવે છે તે જીવ
મિથ્યાદ્રષ્ટિ છે. નિમિત્તોની ઊપેક્ષા કરી સ્વભાવમાં એક્તા કરવી તે બ્રહ્મચર્ય છે. તે મુક્તિનું કારણ છે; અને
આત્માને નિમિત્તોની અપેક્ષા છે એવી પરાશ્રિતદ્રષ્ટિ તે વિષય છે અને તે સંસારનું કારણ છે.
આત્મસ્વભાવના ભાન વગર સ્ત્રી છોડીને બ્રહ્મચર્ય પાળે તો તે પુણ્યનું કારણ છે. પણ તે ઉત્તમ
બ્રહ્મચર્ય ધર્મ નથી, વિષયોમાં સુખબુદ્ધિ અથવા નિમિત્તની અપેક્ષાનો ઉત્સાહ ને સંસારનું કારણ છે. અહીં જેમ
પુરુષને માટે સ્ત્રીને સંસારનું કારણરૂપ કહી છે તેમ સ્ત્રીઓને પણ પુરુષની રુચિ તે સંસારનું કારણ છે.
આચાર્યદેવ કહે છે કે જો આ જગતમાં સ્ત્રી ન હોત તો સંસાર ન હોત એટલે કે જો જીવની દ્રષ્ટિ સ્ત્રી
આદિ નિમિત્ત ઉપર ન હોત તો તેની દ્રષ્ટિ સ્વભાવ ઉપર હોત, ને સ્વભાવદ્રષ્ટિ હોત તો સંસાર ન હોત.
સ્વભાવ દ્રષ્ટિથી સ્વભાવનો આનંદ પ્રગટ્યા વગર રહે નહિ, સ્વભાવદ્રષ્ટિ છોડીને મિથ્યાત્વથી સ્ત્રી આદિમાં
સુખ માન્યું ત્યારે સ્ત્રીને સંસારનું કારણ કહેવાયું. સ્ત્રી આદિ નિમિત્તના આશ્રયે રાગ કરીને એમ માને કે
“આમાં શું વાંધો છે?” અથવા તો ‘આમાં સુખ છે’ એમ માનનાર જીવ સ્વભાવનો આશ્રય ચૂકીને સંસારમાં
રખડે છે, આત્માનો શુદ્ધ ઉપાદાન સ્વભાવ તો પરમ આનંદનું કારણ છે; પણ તેને ભૂલીને નિમિત્તનો આશ્રય
કર્યો તેથી તે નિમિત્તને જ સંસારનું કારણ કહ્યું છે. એ ક્ષણિક સંસારભાવ જીવ સ્વભાવના આધારે થતા
નથી–પણ નિમિત્તના આધારે થાય છે. એમ બતાવવા માટે સ્ત્રીને સંસારનો આધાર કહ્યો છે. જેમ નાની
ખીલીના આધારે ચાક ઘૂમે છે તેમ પોતાની પરિણતિમાં ઊંડે ઊંડે પરાશ્રયમાં સુખ માને છે તે માન્યતારૂપી
ધરી ઉપર જીવ અનંત પ્રકારના સંસારમાં ભમે છે, જીવના સંસાર ચક્રની ધરી મિથ્યાત્વ છે.
શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે કે:–
“આ સઘળા સંસારની રમણી નાયક રૂપ,
એ ત્યાગી ત્યાગ્યું બધું કેવળ શોક સ્વરૂપ;”
એ તો નિમિત્તની અપેક્ષાએ વાત છે. ખરેખર સ્ત્રી સંસારનું કારણ નથી. પૂર્વે અનંતવાર દ્રવ્યલિંગી
સાધુ થઈને સ્ત્રીનો સંગ છોડ્યો અને બ્રહ્મચર્યવ્રત પાળ્યું છતાં કલ્યાણ થયું નહિ. પોતાના સ્વભાવનો આશ્રય
ચૂકીને નિમિત્તનો–પુણ્યનો–વ્યવહારનો આશ્રય માન્યો તે જ મૈથુન છે; પુણ્ય–પાપ ભાવોની રુચિ તે જ મહાન
ભોગ છે. તેને બહારમાં સંયોગ કદાચ ન દેખાય પણ અંતરમાં તો ક્ષણેક્ષણે વિકારનો ભોગવટો કરે છે.
પૂર્ણ વીતરાગી બ્રહ્મચર્યદશા પુરુષને જ હોઈ શકે છે તેથી પુરુષની મુખ્યતાથી કથન છે. સ્ત્રીને પાંચમા
ગુણસ્થાન સુધીની દશા હોય છે, વિશેષ ઊંચી દશા હોતી નથી. પંચ પરમેષ્ઠી પદમાં તેનું સ્થાન નથી; તેથી
શાસ્ત્રોમાં તેની વાત મુખ્યપણે હોતી નથી. પણ ગૌણપણે તેની ભૂમિકા મુજબ સમજવું. સ્ત્રીને માટે પુરુષના
સંગની રુચિ તે સંસારનું કારણ છે.
શાસ્ત્રોમાં બ્રહ્મચર્યની નવ વાડ કહી છે, તે નવ વાડ તેવા પ્રકારના રાગથી બચવા માટે છે “પર દ્રવ્ય
પણ નુકશાન કરે છે” એમ બતાવવા માટે કહ્યું નથી. આપણા ભાવ શુદ્ધ છે ને પરદ્રવ્ય તો નુકશાન કરતું નથી
માટે બ્રહ્મચર્યની વાડનો ભંગ કરવામાં બાધા શું? સ્ત્રી આદિના પરિચયમાં શું વાંધો છે’ આવા કુતર્કથી જો
રુચિપૂર્વક બ્રહ્મચર્યની વાડ તોડે તો તે જીવ જિનઆજ્ઞાનો ભંગ કરનાર મિથ્યાદ્રષ્ટિ છે ‘પરદ્રવ્ય નુકશાન કરતું
નથી માટે બ્રહ્મચર્યની વાડનો ભંગ કરવામાં બાધ શું છે!’ એટલે કે સ્વદ્રવ્યનું અવલંબન છોડીને પરદ્રવ્યને
અનુસરવામાં બાધ શું છે? આવી બુદ્ધિવાળો જીવ મિથ્યાદ્રષ્ટિ છે. હે સ્વચ્છંદી! પરદ્રવ્ય નુકશાન કરતું નથી એ
વાત તો એમ જ છે, પરંતુ એ જાણવાનું પ્રયોજન તો પરદ્રવ્યથી પરાઙમુખ થઈને સ્વભાવમાં વળવાનું હતું કે
પરદ્રવ્યને સ્વચ્છંદપણે અનુસરવાનું હતું? જેમ પરદ્રવ્ય નુકશાન કરતું નથી તેમ પરદ્રવ્યથી તને લાભ પણ
થતો નથી–આમ સમજનારને પરના સંગની ભાવના જ કેમ હોય? પરથી