: ૪ : : બ્રહ્મચર્ય અંક :
।। “ ।।
(સોનગઢ, ભાદરવા સુદ પ રવિવાર તા. ૯–૯–પ૬)
ગૌરવ લેવા યોગ્ય જૈન ઈતિહાસનો વિરલ પ્રસંગ.
પરમ પૂજ્ય શ્રી સદ્ગુરુદેવનો પ્રભાવના ઉદય નિરંતર વૃદ્ધિ પામી રહ્યો છે. તેમના સત્સમાગમ માટે ઘણા
મુમુક્ષુ ભાઈઓ તેમ જ બહેનો સોનગઢમાં કાયમ વસી રહ્યા છે, અને અનેક મુમુક્ષુઓ બહાર ગામથી આવતા રહે
છે. તેઓ યથાશક્તિ–યથામતિ તત્ત્વનું સ્વરૂપ સમજવા પ્રયત્ન કરી રહ્યા છે. પૂજ્ય ગુરુદેવના ઉપદેશામૃતનું પાન
કરનાર અનેક ભવ્યોમાંથી છ કુમારી બહેનોએ જીવનભર બ્રહ્મચર્ય પાળવાની પ્રતિજ્ઞા સંવત ૨૦૦પ ના કારતક
સુદ ૧૩ના રોજ લીધી હતી. આ વર્ષના એટલે કે સંવત ૨૦૧૨ ના ભાદરવા સુદ પ રવિવારે ઉત્તમ ક્ષમાધર્મના
દિવસે તા. ૯–૯–પ૬ ના રોજ બીજી ચૌદ કુમારિકા બહેનોએ પૂજ્ય ગુરુદેવ સમક્ષ જીવનભર બ્રહ્મચર્ય પાળવાની
પ્રતિજ્ઞા કરી છે. જૈન ઈતિહાસનો આ એક ગૌરવ લેવા યોગ્ય વિરલ પ્રસંગ છે. ચૌદે બહેનો બાલ કુમારિકા છે,
નાની ઉંમરનાં છે, ખાનદાન કુટુંબનાં છે. પુણ્યનો આવો યોગ હોવા છતાં, તેમણે પોતાનાં માબાપને પોતાનાં લગ્ન
કરવાની ના પાડી, અને સમજણ પૂર્વક વૈરાગ્ય લાવી પોતાના આત્મકલ્યાણની ભાવનાની દ્રઢતા માટે આજીવન
બ્રહ્મચર્ય પાળવાની પ્રતિજ્ઞા લીધી, તે માટે તેમને ઘણા ધન્યવાદ ઘટે છે.
આ ચૌદ બહેનોમાંથી આઠ બહેનો અત્રેના ગોગીદેવી શ્રાવિકા બ્રહ્મચર્ય આશ્રમમાં રહે છે, અને છ
બહેનો પોતાનાં માબાપ કે વાલીઓ સાથે સોનગઢમાં કાયમ રહે છે.
આશ્રમમાં રહેતી આઠ બ્રહ્મચારી બહેનોનાં નામ:–
(૧) લલિતા બેન ઉંમર વરસ ૨૬ (શ્રી ધરમશી હરજીવન મણીઆરનાં સુપુત્રી–વઢવાણ)
(૨) જસવંતીબેન ઉંમર વરસ ૨૬ (શ્રી હીરાચંદ ત્રીભોવનદાસ દામાણીનાં સુપુત્રી–સોનગઢ)
(૩) ચંદ્રાબેન ઉ–વ ૨૬ (શ્રી છોટાલાલ ડામરદાસનાં સુપુત્રી–ધ્રાંગધ્રા)
(૪) પુષ્પાબેન ઉ–વ ૨૪ (શ્રી છોટાલાલ ડામરદાસનાં સુપુત્રી–ધ્રાંગધ્રા)
(પ) પદ્માબેન ઉ–વ–૨પ (શ્રી કેશવલાલ મહીજીભાઈ શાહના સુપુત્રી–બોરસદ
(૬) ઈન્દુબેન ઉ–વ–૨૨ (શ્રી ચીમનલાલ ભાઈલાલ ડેલીવાળાનાં સુપુત્રી–બરવાળા)
(૭) સુશીલાબેન ઉ–વ–૨૨ (શ્રી જગજીવન ચતુરભાઈ શાહનાં સુપુત્રી–સુરેન્દ્રનગર)
(૮) ઉષાબેન ઉ–વ–૧૮ (શ્રી જગજીવન બાઉચંદ દોશી ના સુપુત્રી–સાવરકુંડલા)
પોતાના વાલી સાથે સોનગઢ કાયમ રહેતી બ્રહ્મચારી બેનોનાં નામ
(૯) સુશીલાબેન ઉ–વ–૨૨ (શ્રી શાંતિલાલ ગિરધરલાલ શાહનાં સુપુત્રી–જોડીઆ)
(૧૦) ચંદ્રપ્રભાબેન ઉ–વ–૨૩ (શ્રી રતિલાલ પોપટલાલના સુપુત્રી–જામનગર)
(૧૧) જસવંતીબેન ઉ–વ–૨૧ (શ્રી રતિલાલ પોપટલાલનાં સુપુત્રી–જામનગર)
(૧૨) ભાનુમતીબેન ઉ–વ–૨૧ (શ્રી ખીમચંદ જેઠાલાલ શેઠનાં સુપુત્રી–રાજકોટ)
(૧૩) જસવંતીબેન ઉ–વ–૨૧ (શ્રી હિંમતલાલ છોટાલાલ ઝોબાળિયાના સુપુત્રી–નાગનેશ)
(૧૪) વસંતબેન ઉ–વ–૨૧ (શ્રી શીવલાલ ત્રીભોવનદાસ જમશેદપુરવાળાનાં સુપુત્રી)
આ કુમારી બેનો વૈરાગ્યવંત છે. તેમાંની ઘણી બેનો તો છેલ્લાં છ સાત વર્ષ થયાં અત્રે કાયમ રહીને પૂ. ગુરુદેવનાં પ્રવચનો સાંભળે છે, અને શાસ્ત્ર અભ્યાસ કરી રહ્યા છે. પૂજ્ય ભગવતી બેનોની શીતલ
છત્રછાયા નીચે તેમજ તેમની માતા સમાન વાત્સલ્ય ભરી દેખરેખ નીચે તેઓ ધાર્મિક સંસ્કાર લઈ રહ્યા છે.
તેમાંની ઘણી બેનોએ જૈન સિદ્ધાંત પ્રવેશિકા, છ ઢાળા, દ્રવ્ય સંગ્રહ, તત્ત્વાર્થસૂત્રજી, મોક્ષમાર્ગ પ્રકાશક,
સમાધિતંત્ર ઈષ્ટ ઉપદેશ, સમયસાર, પ્રવચનસાર, નિયમસાર, પંચાસ્તિકાય, અનુભવ પ્રકાશ, પંચાધ્યાયી,
સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા વગેરે સત્શાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે, અને કરી રહ્યા છે. તેઓનો નિત્ય કાર્યક્રમ –
પૂજ્ય ગુરુદેવનાં વ્યાખ્યાનોનું શ્રવણ, જિનેન્દ્ર ભગવાનની ભક્તિ–પૂજા, પૂજ્ય બેનોનું રાત્રિ વાંચન શ્રવણ
વગેરે છે. તેઓ અષ્ટ મૂળ ગુણનું પાલન કરે છે, રાત્રિ ભોજન કરતા નથી, કંદમૂળ આદિનો ત્યાગ છે.
યથાશક્તિ ઉપવાસાદિ તપ કરે છે. તેઓ સ્વયં પ્રેરણાથી પ્રેરિત થઈને બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા