Atmadharma magazine - Ank 229
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 21 of 25

background image
: ૨૦ : આત્મધર્મ: ૨૨૯
સુભૌમ ચક્રવર્તીની
પૌરાણિક કથા
રાજભુવન સુંદર ધ્વજાઓ અને તોરણો આદિથી સુશોભિત હતું, ચારે બાજુ દિવાલ અનેકોટ
ઉપર અદ્ભુત સુંદરતાદર્શક ચિત્રો બનેલાં હતા, છ ખંડના અધિપતિ સુભૌમ ચક્રવર્તી રત્નજડિત
સોનાના સિંહાસન પર બિરાજમાન હતા, પાસે મંત્રીગણ તથા અન્ય સભાસદો બેઠા હતા, નાચગાન,
વાદ્યયંત્રો તથા નુપુરોના ધ્વનિથી બધાનું મન મુગ્ધ થઈ રહ્યું હતું. અચાનક એક પૂર્વભવનો વૈર લેવાને
ઈચ્છક દેવ વ્યાપારીનું રૂપ ધારણ કરી ચક્રવર્તીને ફળ ભેટ કરીને કહે છે કે “રાજન્! આપેઆવું મધુર
ફળ કદી પણ ખાધું નહિ હોય.” રાજા ફળ ખાઈને બહુજ પ્રસન્ન થયો, ને તેને પૂછે છે કે ‘ભાઈ! આવું
સુંદર સ્વાદિષ્ટ ફળ ક્યાંથી લાવ્યો?’ વ્યાપારી કહે “ચાલો રાજન અમારા દેશમાં; આપને આવા ઘણાંય
ફળ ખવડાવીશ.” જુઓ રસના ઈન્દ્રિયની લોલુપતાને લીધે ચક્રીનો વિવેક તો નષ્ટ થઈ ગયો હતો. તેણે
વિચાર પણ ન કર્યો કે ચક્રવર્તી સમાન ભોગ ઉપભોગની સામગ્રી કોને મળી શકે છે! પણ તે તો તીવ્ર
આસક્તિવશ એ ફળને ખાવામાં સંપૂર્ણ સુખ માનતો હતો તેથી વિચારવા લાગ્યો કે બધી સામગ્રી હોવા
છતાં આ ફળની મારે ખામી ન રહેવી જોઈએ.
જો તે ધારત તો તેના અનુપમ સેવકદેવો દ્વારા અનુપમ ફળ મંગાવી શકત, પણ તેના હૃદયમાં તે
ફળનો સ્વાદ ચાખવાની લોલુપતાનો એવો નશો ચડ્યો હતો કે તેને અહીંની સર્વ સામગ્રી ફિક્કી
લાગતી હતી. સુભૌમ ચક્રીએ વિચાર કર્યો કે હું એકલો જઈશ તો કેટલાંક ફળ ખાઈશ! માટે કુટુંબ
સહિત જાઉં. ચક્રીએ વિશાલ ચર્મરત્ન નામે વહાણમાં સ્ત્રી–પુત્રાદિ સહિત સમુદ્રમાં પ્રયાણ કર્યું. હવે દેવ
મનમાં ખૂબ પ્રસન્ન થઈ રહ્યો હતો કે એકલા રાજાને નહીં પણ તેના સર્વ પરિવારને હું ડુબાડી દઈશ. દેવ
વિચારતો હતો કે જેમની પાસે હજારો દેવ સેવક છે, નવનિધિ અને ચૌદરત્નો છે તેને મારી નાખવો
કઠણ છે.
સુભૌમ ચક્રી સમુદ્રનાં તરંગ ઉપર તરતી નૌકામાં હાસ્યવિલાસ કરતો થકો સુખ સાગરમાં મસ્ત
થઈ રહ્યો હતો. ત્યાં અચાનક દેવદ્વારા ચલાવેલ તોફાની પવનને લીધે વહાણ ડોલવા લાગ્યું, ચક્રીનું
હૃદય કંપવા લાગ્યું, તે ભયભીત થઈને દેવને પૂછવા લાગ્યો કે હવે બચવાનો કાંઈ ઉપાય છે? પાપી
રાજાને પાપનો ઉદય અને દેવને દુષ્ટ બુદ્ધિ ઉપજતાં કહ્યું કે મધ્ય દરિયામાં બીજો તો કોઈ ઉપાય નથી,
પણ આપ અનાદિનિધન નમસ્કાર મંત્ર, અપરાજિતમંત્ર,
णमो अर्हंताणं... છે તેને પાણીમાં લખીને
પગથી ભૂંસી નાખો તો બધાય બધી શકશો.