કારતક: ૨૪૮૯ : ૨૧ :
બસ, અનિત્યમાં નિત્ય માનવાની બુદ્ધિ, ચક્રવર્તી હિત–અહિતનો વિવેક તો પોતાના ઘરની બહાર
નીકળ્યો હતો, પોતાની પાસે સર્વ સંપત્તિ અને અનુપમ પુણ્યનું સ્થાન એવું ચક્રવર્તી પદ હતું તેનો
વિવેક ખોઈ બેઠો અને અજાણ્યાનો વિશ્વાસ કરીને જ્યાં णमोक्कार મહામંત્ર લખીને પગ વડે ભૂંસવા
લાગ્યો ત્યાં પાપનો રસ અતિતિવ્ર થવા લાગ્યો અને નૌકા ડૂબવા લાગી, ત્યારે પૂર્વનો વૈરી દેવ કહેવા
લાગ્યો કે “હું તે જ રસોયો છું જેના ઉપર આપે ગરમ ગરમ ખીર નાખી હતી અને મારા પ્રાણ તરફડી
તરફડીને નાશ પામ્યા હતા, આર્ત્તધ્યાનથી હું વ્યંતરજાતિનો દેવ થયો છું. અવધિજ્ઞાનદ્વારા પૂર્વભવનું
વૈર યાદ આવતાં તેનો બદલો લેવા માટે જ આ ઉપાય કર્યો છે.”
હવે પસ્તાવો કર્યે શું વળે? ચક્રી પણ આ અપમાન જનક શબ્દો સાંભળીને તથા કુટુંબ પરિવાર
સહિત પોતાનો ઘાત જોઈ એ તીવ્ર સંકલેશ ભાવે મરણ પામીને સાતમી નરક ગયો કે જ્યાં અસંખ્યાત
અસંખ્ય વરસનો એક સાગર એવા ૩૩ સાગરોપમ વર્ષનું આયુ છે. પોતાના અસલી સ્વરૂપને ભૂલી
જવા રૂપ તીવ્ર મોહવશે મહાન દુઃખને ત્યાં ભોગવે છે.
જ્ઞાની નિષ્કારણ કરુણાથી સંબોધન કરે છે કે અનંતાનંત કાળે મહાન દુર્લભ મનુષ્યનો અવસર
પામવા છતાં જે વિષયોમાં રમે તે રાખને માટે રત્નને બાળે છે. અર્ધું આયુ તો નિદ્રાદિ પ્રમાદમાં, કેટલુંક
પાપમાં અને થોડો વખત બાકી રહે ને કદાચ કુધર્મને ધર્મ માનનારાઓ પાસે જાય તો ત્યાં મિથ્યા
માન્યતા પુષ્ટ કરીને જીવન લૂંટાવી દે છે. ઉપરાંત ઈન્દ્રિયોની દાસતા, વ્યસનોની ગુલામી (બીડી તમાકુ
વગેરે પણ વ્યસનોમાં ગણાય છે), મિથ્યાત્વ તથા માનાદિ કષાય વશે જીવહિત–અહિતનું ભાન ખોઈ
બેસે છે.
જેઓ લૌકિક સજ્જનતાનો ખ્યાલ પણ ન રાખે, અભક્ષ્ય, અન્યાય, અનીતિ દ્રવ્ય–ભાવ હિંસા,
જૂઠું પરનિંદા આદિ પાપભાવથી ન ડરે, આમ સ્વેચ્છાચારથી વર્ત તો દુર્લભ અવસર હારી તે કેવળ
પાપને જ બાંધવાવાળો થાય છે.
મિથ્યાત્વ અને ક્રોધ, માન, માયા, લોભાદિ કષાયની પ્રવૃત્તિ વડે પોતાને ક્ષણે ક્ષણે ભયાનક
ભાવમરણ થતું તેનાથી બચવા માટે પ્રથમ તો સત્ સમાગમદ્વારા નિર્મળ તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ.
સત્ય સુખ અંતરમાં છે, તેને ભૂલીને દુઃખને જ સુખ માનવારૂપ ખોટા ઉપાય વડે આ જીવ
પ્રાપ્તિનો ઉદ્યમ કર! ઉદ્યમ કર!! તેનાથી શુદ્ધ સ્વરૂપમાં રુચિ થશે, અને વિષય કષાય આદિ પાપો
આપોઆપ ટળવા લાગશે.
“તું રુચતાં જગતની રુચિ આળસે સૌ,
તું રીઝતાં સકળ જ્ઞાયક દેવ રીઝે.”