: ૨૨ : આત્મધર્મ: ૨૨૯
પરમ ઉપકારી પૂ. ગુરુદેવ સુખશાન્તિમાં બિરાજમાન છે. પ્રવચનમાં સવારે શ્રી પ્રવચનસાર
શાસ્ત્રમાંથી ૪૭ નયોનો અધિકાર અને બપોરે સમયસારજી શાસ્ત્ર ચાલે છે. પ્રવચનો માં ૧૩મી વાર
શ્રી સમયસારજી શાસ્ત્ર ઉપરનાં વ્યાખ્યાનો આસો વદી રવિવારનાદિને પૂર્ણ થઈ તે જ માંગલિક દિવસે
ફરી ૧૪મી વાર શ્રી સમયસાર ઉપરનાં પ્રવચનોનો ખૂબ ઉત્સાહ પૂર્વક પ્રારંભ થયો.
શ્રી સમયસારજી શાસ્ત્રનો વાજતે ગાજતે વરઘોડો ફેરવીને આસો વદી ૧૦ સોમવારના શુભ
દિને શ્રી મુકુન્દભાઈ મણીભાઈ ખારાના નવા મકાનમાં મંગળ વાસ્તુ નિમિત્તે પ્રવચન કરવાનું હોવાથી
તેમના મકાનમાં ભવ્ય મંડપમાં શ્રી સમયસારજી બિરાજમાન કરી જયનાદથી સહુએ ભક્તિ કરી હતી.
બહારગામથી મહેમાનો મોટી સંખ્યામાં પધાર્યા હતા. સભામાં પૂજ્ય ગુરુદેવે શ્રી સમયસારજી શાસ્ત્રનું
મંગળ પ્રવચન કર્યું. તેઓશ્રીએ પરમ પૂજ્ય, પરમ ઉપકારી આચાર્યદેવશ્રી કુદંકંદાચાર્ય, શ્રી
અમૃતચંદ્રઆચાર્ય આદિ સંતોનો અપાર મહિમા બતાવી, તેમનો ઉપકાર માની ‘નમ: સમયસારાય” ×
કળશ ઉપર પ્રવચન કરતાં, સામાન્યપણે એક સર્વજ્ઞ પરમાત્મા અને વિશેષપણે પંચપરમેષ્ઠી તથા
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર એમ આઠ પ્રકારે અર્થ કરી અદ્ભૂત વર્ણન કર્યું. જેમાં પરમ અધ્યાત્મ
તરિંગીણી નામે શાસ્ત્રનો આધાર લેવામાં આવ્યો હતો. આસો વદી ૧૦ મંગળવારે શ્રી રતીલાલભાઈ
ગાંઠાણીના નવા મકાનમાં વાસ્તુ ઉત્સવ નિમિત્તે પૂ. ગુરુદેવનું ભવ્ય મંડપમાં પ્રવચન થયેલું.
૧૪ મી વાર શ્રી સમયસારજી શાસ્ત્ર ઉપર પ્રવચનો શરૂ થયા તેનાઉલ્લાસમાં શ્રી કમળાબેન
પુરણચંદ ગોદીકા જયપુરવાળાએ ચૌદ હજાર રૂપિયા જ્ઞાન પ્રચાર વગેરે ખાતાઓમાં જાહેર કર્યા હતા.
આ વર્ષે જોરાવરનગર તથા મુંબઈમાં નવીન જિનમંદિર નિર્માણ થાયછે તેનો જિનેન્દ્ર
પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે, દહેગામ (અમદાવાદ) માં નવીન જિનમંદિરમાં જિનેન્દ્રવેદી
પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે, તથા ઉત્તર ભારતમાં પણ બે શહેરોમાં ખાસ ધાર્મિક ઉત્સવ થવાનો છે
અને એ નિમિત્તે પૂ. ગુરુદેવશ્રીનો વિહાર થવાનો છે. એ માટે ઉમરાળા, બોટાદ, રાણપુર, લીંબડી,
વઢવાણ, વાંકાનેર, મોરબી, સુરેન્દ્રનગર, જોરાવરનગર, રાજકોટ, ગોંડળ, જેતપુર, વડીયા, લાઠી,
અમદાવાદ, દહેગામ, મુંબઈ વગેરે શહેરોમાંથી પૂ. ગુરુદેવને પોતાના શહેરમાં પધારવા વિનંતી કરવા
માટે ત્યાંના ભાઈઓ ઘણી મોટી સંખ્યામાં આવ્યા હતા.
પૂજ્યગુરુદેવનો પુનિત વિહાર પોષ માસમાં થશે તેનો કાર્યક્રમ નક્કી થયે જણાવવામાં આવશે.
મુંબઈના મુમુક્ષુ ભાઈઓને ઘણો જ ઉત્સાહ છે. ને તે ખાસ મોટી સંખ્યા સહિત મુમુક્ષુ મંડળના પ્રમુખ
શ્રી મણિભાઈ જે. શેઠ તથા શ્રી નવનીતભાઈ સી. ઝવેરી વગેરે આવ્યાહતા. ત્યાં દાદર વિભાગમાં શ્રી
કહાનનગર સોસાયટીમાં ભવ્ય જિનાલય તથા શ્રી સમવસરણ જિનમંદિર તૈયાર થઈ રહ્યું છે. તેમાં
જિનેન્દ્રપંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ સં. ૨૦૧૯ના ચૈદ વદ ૮ નારોજ છે તથા દહેગામનાં
નૂતનજિનમંદિરમાં વેદી પ્રતિષ્ઠાનો મહોત્સવ માહ વદી પ ના રોજ છે.
તા. ૨૪–૧૦–૬૨ શ્રી દીપચંદજી શેઠિયા આદિ (સરદાર શહેર) તથા શ્રી શોભાચંદજી
(રતનગઢ) પૂ. ગુરુદેવના દર્શનાર્થે આવ્યા છે.