Atmadharma magazine - Ank 229
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 4 of 25

background image
આત્મધર્મ
વર્ષ વીશમું સંપાદક કારતક
અંક પહેલો જગજીવન બાવચંદ દોશી ૨૪૮૯
શ્રી મહાવીરાય નમ:
દીપાવલિ – દિવાળીના દિવસે
અંતરમાં એવા મહા ઉજ્વલ જ્ઞાન દીપકો પ્રગટાવો કે જેથી અજ્ઞાન અંધકારનો સંપૂર્ણપણે નાશ
થઈ જાય.
સ્વરૂપલક્ષ્મીની એવી પૂજા કરો કે ફરીથી જડલક્ષ્મીની જરૂર જ ન પડે. શારદા–સરસ્વતી–
ભગવાનના દિવ્ય ધ્વનિની અથવા ભાવશ્રુત–કેવળજ્ઞાનની એવી પૂજા કરો કે ફરીથી લૌકિક
શારદાપૂજનની જરૂર જ ન રહે.
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપી એવા નિશ્ચય દિવ્યરત્નો પ્રાપ્ત કરો કે જેથી પૈદગલિક જડ રત્નોની
જરૂર જ ન રહે.
ભગવાને કહેલા અહિંસા–સત્ય–અચૌર્ય–બ્રહ્મચર્ય–અપરિગ્રહરૂપી એવા અમૂલ્ય આભૂષણો
ધારણ કરો કે લૌકિક આભૂષણો ધારણ કરવાં જ ન પડે.
આત્મસુખ લાવનાર મંગલમય સ્વકાલ (સ્વ–અવસ્થા) પ્રકટ કરો કે ફરીથી ક્્યારેય પણ
અમંગલ થવા જ ન પામે. એવો આત્મ સ્વભાવરૂપ પાવન ધૂપ પ્રગટાવો કે જેની સુવાસ ચારે તરફ
ફેલાય અને જેમાં દ્રવ્ય ભાવકર્મ બળીને ભસ્મીભૂત થઈ જાય કે જેથી ફરીને તે ઉત્પન્ન જ ન થાય.
આત્માનાં અત્યંત મિષ્ટ, સ્વાદિષ્ટ અને અપૂર્વ પ્રકારનાં જ્ઞાનામૃત ભોજનએવાં જમો કે ફરી
પૌદગલિક મિષ્ટાનની જરૂર જ ન રહે. નિર્વાણ લાડુ એવા ચડાવો કે જેથી સ્વરૂપશ્રેણી ચડતાં
અપ્રતિહતભાવે નિર્વાણની પ્રાપ્તિ થાય જ.
મહાવીર નિર્વાણ કલ્યાણક મંગલ દિને એવું આત્મિક મહાવીર્ય અંતરમાં ઉછાળો કે જેથી
મહાવીર તુલ્ય દશાની પ્રાપ્તિ થઈ જાય. મોહ–રાગદ્વેષના ફટાકડા એવા ફટફટ ફોડી નાખો કે જેથી
સંસારમાં પરિભ્રમણ કરીને ‘ફટફટ’ થવાનો પ્રસંગ જ પ્રાપ્ત ન થાય.
આત્માના અસંખ્ય પ્રદેશમાં અનંત જ્ઞાનદીપકો પ્રગટે તે જ ખરી દિવાળી છે અને આને માટે
સતત પ્રયત્નશીલ રહેનાર જીવે જ ખરી દિવાળી ઉજવી કહેવાય.
આવી દિવાળી ઊજવનાર જ ખરેખર નિત્ય અભિવંદન તથા અભિનંદનને પાત્ર છે.
નૂ ત ન વ ર્ષા ભિ નં દ ન.
સર્વ જોવોને આત્મિક સુખ સમૃદ્ધિ હો
અને ધર્મ વાત્સલ્યમાં અપાર વૃદ્ધિ હો!
(શ્રી ખીમચંદભાઈ શેઠ)