: ૪ : આત્મધર્મ: ૨૨૯
મનુષ્ય જન્મ અતિ દુર્લભ છે. મિથ્યાત્વ કષાયમય જીવતર નિઃસાર છે,
એવી દશામાં જીવોએ આત્માર્થિ થઈ આળસ–પ્રમાદ છોડી પોતાનાં હિતને જાણવું
જોઈએ, તે હિત મોક્ષ જ છે.
– જ્ઞાનાર્ણવ, ગા. ૪૬
જે ધીર અને વિચારશીલ છે, અતીન્દ્રિય સુખ (મોક્ષસુખ) (પોતાના
આત્માથી જ ઉત્પન્ન સુખને સાચું સુખ કહે છે) ને ઓળખીને તેને જ પ્રાપ્ત કરવા
ચાહે છે, તેઓએ મિથ્યાત્વ અને પરમાં સાવધાની (–સ્વમાં અસાવધાની) રૂપ
પ્રમાદ છોડી આ મોક્ષસુખમાં જ સતત્ પરમ આદર કરવો જોઈએ.
–જ્ઞાના૦ ગા. ૪૭
नहि काल कला एकापि विवेक विकलाशयैः।
अहो प्रज्ञाधनैर्नेया नृजन्मन्यति दुर्लभे।।
અહો ભવ્યજીવો! આ મનુષ્યજન્મ મહા દુર્લભ છે. વારંવાર આવો
અવસર મળવો દુર્લધ છે, તેથી બુદ્ધિમાનોએ ભેદવિજ્ઞાનમાં સાવધાન રહેવું
જોઈએ. વિવેક વિચારશૂન્ય થઈ કાળની એક કલાને પણ વ્યર્થ ન જવા દે.
– જ્ઞાના૦ ગા. ૪૮
મિથ્યાત્વ પુણ્ય, પાપ, રાગદ્વેષ અજ્ઞાનમય સંસારને મહાન ગહનવનની
ઉપમા છે. કેમકે સદાય દુઃખરૂપી અગ્નિની જવાળાથી એકમેક છે, એવા સંસારમાં
ઈન્દ્રિયાધીન સુખ છે તે વિરસ છે. બાધા સહિત છે, દુઃખનું કારણ છે તથા દુઃખથી
મળેલું જ છે. અને જે કામ અને અર્થ (ધનાદિ) છે તે અનિત્ય છે તેથી તેના
આશ્રયે જીવન છે તે વિજળીના જબકારા સમાન ચંચળ છે. આમ તેની
વિષમતાનો ખરેખર વિચાર કરવાવાળા, જે પોતાના સ્વાર્થમાં–સમ્યગ્દર્શન જ્ઞાન
ચારિત્રમાં સાવધાન છે તે સુકૃતિછે–સત્પુરુષ છે, તેઓ કેવી રીતે મોહને પામે?
કદાપિ નહીં.
– જ્ઞાના૦ ગા. ૪૯
બેહદ સામર્થ્યવાન “જ્ઞ” સ્વભાવ
સ્વભાવને હદ શી? આત્માનો જ્ઞાન–સ્વભાવ, શાન્તિ–ધૈર્ય, વીર્ય (બળ),
સુખાદિ સ્વભાવ બેહદ જ છે, એવો હું છું, એની અસંગ દ્રષ્ટિપૂર્વક–પૂણ જ્ઞાન
સ્વભાવી આત્માને સાધનાર આત્માર્થીને ધૈર્ય–પુરુષાર્થમાં પણ બેહદતા હોય છે.
એને એમ ન થઈ જાય કે આત્માને સાધવા માટે મેં ઘણું કર્યું, ઘણું સહન કર્યું, હવે
હું થાકી ગયો, તેને તો એમ જ હોય કે કષાય હદ બાંધ્યા વગર, અટક્યા વગર
મારે તો આત્માને સાધવો જ છે. થાક લાગવાનો નથી પણ નિત્ય અપ્રતિહતભાવે
ઉત્સાહ વધારતો જ જવાનો છું.