ઉપર દ્રષ્ટિ કરે તો શુદ્ધ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર દશા પ્રગટે છે. ત્રણે કાળે એ રીતે જ શુદ્ધિરૂપી કાર્યનું
ઉપજવું, વધવું ને ટકવું સ્વદ્રવ્યથી જ થાય છે; રાગથી, નિમિત્તથી થતું નથી. આ વાતનો સર્વ પ્રથમ
નિર્ણય કરવો જોઈએ. પરીક્ષા કર્યા વિના પરપદમાં પોતાનું ભલું–ભૂંડું માની દુઃખી થાય છે. દુઃખી
થવાના ઉપાયને ભ્રમથી સુખનો ઉપાય માની લે છે. ભૂલને સમજે તે ભૂલને ટાળે. ભૂલ અર્થાત્
અશુદ્ધરૂપી કાર્ય આત્મ દ્રવ્યના આશ્રયે થાય નહીં, તેથી અશુદ્ધતારૂપી કાર્યને આત્મદ્રવ્યનું કાર્ય કહેતા જ
નથી. અહીં દ્રવ્યદ્રષ્ટિથી આત્મદ્રવ્યનું વર્ણન ચાલે છે. દ્રવ્યદ્રષ્ટિ તે સમ્યદ્રષ્ટિ, એટલે પુણ્યપાપની રુચિ
છોડી–અનંત ગુણનો ધારણ કરનાર હું આત્મદ્રવ્ય છું તેમાં એકમેકપણે દ્રષ્ટિ દેતાં જ્ઞાનદર્શનાદિ તથા
અકાર્યકારણત્વશક્તિ પોતાના દ્રવ્ય–ગુણ–પર્યાયમાં ત્રણેમાં વ્યાપે છે, તેમાં અન્ય કારણ નથી. વ્યવહાર
કારણ અને નિશ્ચય કાર્ય એમ નથી. નિશ્ચયરત્નત્રય તો નિર્મળભાવ છે. તે અન્યથી કરવામાં આવે
એવો ભાવ નથી. નિર્મળ પર્યાયરૂપી કાર્યનો હું કર્ત્તા અને તે મારું કાર્ય છે પણ શુભરાગવડે તે કાર્ય થાય
એવો કોઈ ગુણ આત્મામાં નથી અને આત્મા રાગની ઉત્પત્તિમાં કારણ થાય એવો કોઈ પણ ગુણ
આત્મામાં નથી. જો એવો ગુણ હોય તો રાગાદિ કદી ટળે જ નહીં. શું પરને કારણ માનવું જ નહીં?
સૂક્ષ્મ વાત છે. વ્યવહારકારણ તે કથનમાત્ર કારણ છે, ખરૂં કારણ નથી. જે કોઈ નિમિત્તથી કાર્ય થવું
ખરેખર માને છે તે નિમિત્તને નિમિત્તપણે ન માનતા તેને જ નિશ્ચય, ઉપાદાન માને છે, જે બે દ્રવ્યને
એક માનવારૂપ મિથ્યાત્વ છે.
તાકાત) રાગમાં નથી; અને શુભરાગદ્વારા એટલે કે વ્યવહાર રત્નત્રય દ્વારા આત્મામાં નિશ્ચય
રત્નત્રરૂપી કાર્ય થાય એવો કોઈ ગુણ આત્મામાં નથી. પુણ્યથી, રાગથી, વ્યવહારથી, ભગવાનની
મુર્તિથી કે સાક્ષાત્ તીર્થંકર ભગવાનના દર્શનથી–વાણીથી–આત્માને શાન્તિ અથવા ભેદજ્ઞાન થાય એવો
કોઈ ગુણ કોઈ આત્મામાં નથી. અહો! આવું સ્પષ્ટ કથન સાંભળી રાગની રુચિવાળા રાડ નાખી જાય,
પણ અરે પ્રભુ! ... સાંભળ, તારામાં પૂર્ણ સામર્થ્ય સહિત અકાર્યકારણત્વ નામે ગુણ છે તે એમ પ્રસિદ્ધ
કરે છે કે અન્યથી તારું કોઈ કાર્ય કિંચિત્ પણ થઈ શકતું નથી. પરથી મારામાં અને મારાથી પરમાં કાર્ય
થતું જ નથી; પણ સ્વથી જ સ્વનું કાર્ય થાય છે–એ ત્રિકાળ અબાધિત નિયમ છે. સંયોગમાં
એકતાબુદ્ધિથી જોનારો, બે દ્રવ્ય જુદા છે, સ્વતંત્ર છે એ વાત માની શકતો નથી. દરેક દ્રવ્ય સ્વશક્તિથી
જ ટકીને તેની પર્યાયના કારણકાર્યભાવવડે નવી નવી પર્યાયરૂપ કાર્યને કરે છે. માની લ્યો કે જો
તારામાં પરના કાર્યનું કારણ થવાની શક્તિ હોય તો સદાય તેના કાર્યમાં તારે ત્યાં હાજર રહેવું પડશે;
અને પરથી તથા રાગથી તારું કાર્ય થાય એ વાત સાચી હોય તો પરનો સંયોગ અને રાગ તારા કોઈ
કાર્યથી કદી પણ છૂટા પડી શકે નહીં.
ભેદજ્ઞાનપૂર્વક