અવલોકે છે.
નથી. ગુણ સામાન્ય એકરૂપ નિત્ય રહે છે તેના વિશેષરૂપ કાર્યને પર્યાય કહે છે, તે તેનાથી છે; પરદ્રવ્ય,
પરક્ષેત્ર, પરકાળ, પર ભાવથી નથી, પરના કારણ કાર્યપણે નથી. સમ્યગ્દ્રષ્ટિ જીવ શરૂઆતથી જ સ્વ–
પરને આ રીતે સ્વતંત્ર જાણે છે અને પોતાની અકારણકાર્યત્વ આદિ અનંત શક્તિઓને ધારણ કરનાર
પોતાના આત્મદ્રવ્યને પોતાપણે માને છે, તેને જ ઉત્કૃષ્ટ–ધ્રુવ અને શરણરૂપ માને છે. સ્વદ્રવ્યને
કારણપણે અંગીકાર કરવાથી તેનું કાર્ય નિર્મળશ્રદ્ધા–જ્ઞાન–આનંદપણે પ્રગટ થવા લાગે છે, તેમાં કોઈ
સંયોગ કે શુભવિકલ્પ–વ્યવહારને કારણ બનાવે તો શુદ્ધતા થાય એમ નથી.
આત્મામાં અનાદિ અનંતપણે એક સાથે છે. તેથી તેનો આદિઅંત નથી. તેમાં અકાર્યકારણત્વ શક્તિ
એમ બતાવે છે કે આત્મામાં જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, સ્વચ્છતા, પ્રભુત્વ આદિ ગુણો અને તેમની
તેમના વિકાસરૂપ પર્યાય દરેક સમયે ઉત્પાદ વ્યયરૂપ–તેનાથી જ થયા કરે છે. છે તે તેનાથી કરવામાં
આવતા હોવાથી પરદ્રવ્ય પરક્ષેત્ર પરકાળાદિ વડે કરવામાં આવતા નથી. જ્ઞાનીને નીચલી દશામાં રાગ
હોય પણ તે શુભરાગ વડે આત્માના ગુણની પર્યાયનું ઉપજવું–વધવું કે ટકવું નથી. આત્મા સ્વયંનિજ
શક્તિથી અખંડ અભેદ છે, તેના આશ્રયથી સ્વ સન્મુખતારૂપ પુરુષાર્થથી ભૂમિકાનુસાર નિર્વિકલ્પ
વીતરાગ પરિણામરૂપે અનંતગુણની પર્યાયોનો ઉત્પાદ પ્રત્યેક સમયે થયા જ કરે છે; તેનું હોવાપણું,
ઉપજવા, બદલવા અને ટકવાપણું આત્મદ્રવ્યના આશ્રયે જ છે, પરના લીધે ત્રણકાળમાં નથી.
વ્યવહારથી (–શુભરાગના આશ્રયે) ત્રણ કાળમાં નથી. રાગ તો ચૈતન્યની જાગ્રતીને રોકનાર વિરુદ્ધ
ભાવ છે, આસ્રવ છે. આસ્રવ તો બંધનું જ કારણ છે; બંધનું કારણ તે મોક્ષનું કારણ થઈ શકતું જ નથી.
વ્યવહાર સાધન અને નિશ્ચય સાધ્ય એવું કથન હોય ત્યાં એમ સમજવું કે એનો અર્થ એમ નથી પણ
સ્વદ્રવ્યના આશ્રયે વીતરાગતા પ્રગટે ત્યાં નિમિત્તરૂપે કઈ જાતનો રાગ હતો, તેનાથી વિરુદ્ધ જાતનો
રાગ નિમિત્તપણે નહતો એમ બતાવવા તેને વ્યવહાર સાધન કહેવાય છે તથા આ જાતના રાગરૂપ
નિમિત્તનો અભાવ કરીને જીવ વીતરાગતા પ્રગટ કરે છે એમ બતાવવા માટે તે જાતના શુભરાગને–
વ્યવહાર રત્નત્રયને પરંપરા મોક્ષનું કારણ કહેવામાં આવે છે પણ ખરેખર રાગ તે વીતરાગતાનું ખરું
કારણ થઈ શકે નહીં એમ પ્રથમથી જ નિર્ણય કરવો જોઈએ.
અકારણ કાર્યત્વ શક્તિ પણ દ્રવ્યમાં, ગુણમાં અને પર્યાયમાં વ્યાપે છે; એની સ્વાધીનતાની દ્રષ્ટિ,
સ્વાધીનતાનું જ્ઞાન અને આચરણ ન કરતાં પરાશ્રયની રુચિ રાખીને દ્રવ્યલિંગી મુનિ અનંતવાર થયો
તેથી શું? “દ્રવ્ય સંયમસે ગ્રૈવેયક પાયો, ફેર પીછે પટક્યો’ . એકલા શુભમાં–પુણ્યમાં વધુ વખત કોઈ
જીવ રહે નહીં, પુન્યની પાછળ પાપ આવેજ છે.