Atmadharma magazine - Ank 230
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 25

background image
માગશર: ૨૪૮૯ : :
મોક્ષમાર્ગરૂપી કાર્ય દેવ–શાસ્ત્ર–ગુરુ અને સમવસરણમાં નથી, તેના વડે તારૂં કાર્ય નથી.
દર્શનમોહનો ક્ષય પોતાનાં દ્રવ્યસ્વભાવનું આલંબન લેવાથી થાય છે. તે જાતનો અસ્તિમાં સવળો
પુરૂષાર્થ કરે તો કેવળી, શ્રુતકેવળીને નિમિત્ત કહેવાય છે. નિમિત્ત છે માટે ઉપાદાનમાં કાર્ય છે એમ નથી.
પરને કારણ કહેવું તે ઉપચાર છે, વ્યવહાર છે, તેથી તે ખરૂં કારણ કહેવું તે ઉપચાર છે, વ્યવહાર છે,
તેથી તે ખરૂં કારણ નથી. અનંતગુણસંપન્ન સ્વદ્રવ્ય ઉપર દ્રષ્ટિ દેવાથી નિર્મળ પર્યાયરૂપી કાર્ય છે એવી
શક્તિ આત્મામાં છે: પણ પરનું અને રાગનું કારણ–કાર્ય થાય એવી કોઈ શક્તિ આત્મામાં નથી.
શુભરાગ કારણ, વ્યવહાર રત્નત્રય કારણ અને નિશ્ચયરત્નત્રય કાર્ય એવું આત્મામાં નથી. અહો! તારી
સ્વાધીનતાની અજબ લીલા છે. જો મુક્તિના ઉપાયની શરૂમાં જ સ્વાધીનતાની શ્રદ્ધા અને સવળો
પુરૂષાર્થ ન હોય તો તેને મુક્તિ શું, સ્વતંત્રતાશું, હિતનું ગ્રહણ અને અહિતનો ત્યાગ શું, સર્વજ્ઞ
વિતરાગે શું કહ્યું તેની કાંઈ ખબર નથી. સંયોગદ્રષ્ટિવાળો સ્વતંત્રતા માની શકે નહીં. આત્મા ઈચ્છા કરે
તો શરીર ચાલે, શુભરાગ કરે તો વીતરાગતા થાય–એવી કોઈ શક્તિ આત્મામાં નથી.
શરીરની ક્રિયા હોય, સામે પદાર્થ હોય, ઈન્દ્રિયો હોય, પ્રકાશ હોય તો આત્માને જ્ઞાન થાય એમ
નથી. પૂર્વની પર્યાય કારણ અને વર્તમાન પર્યાય તેનું કાર્ય એમ નથી, પર્યાયમાંથી પર્યાય આવતી નથી,
પરપદાર્થ કારણ અને સમ્યગ્દર્શન કાર્ય એમ નથી. પરદ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને પરભાવ કારણ
અનેઆત્મામાં શુદ્ધતા અથવા અશુદ્ધતા થવી તે કાર્ય એમ નથી. વ્યવહાર શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રરૂપ
શુભરાગ કારણ અને નિશ્ચય રત્નત્રય કાય એવું કારણ–કાર્ય આત્મામાં ત્રણકાળમાં નથી. પ્રથમ
વ્યવહાર પછી નિશ્ચય એમ નથી. લસણ ખાતાં ખાતાં કસ્તુરીનો ઓડકાર આવે એમ ન બને, તેમ રાગ
કરતાં કરતાં વીતરાગતા ન બને.
એક સમયમાં અનંત શક્તિનું નિધાન હું પૂર્ણ જ્ઞાનઘન છું એમાં દ્રષ્ટિ હોવાથી આત્મા જ કારણ
અને તેની નિર્મળ પર્યાય કાર્યરૂપે પ્રગટ થાય છે એવી શક્તિ આત્મામાં છે. પણ પોતાની પર્યાય કારણ
અને શરીરમાં, પરપદાર્થમાં હલનચલન આદિ ફેરફાર થાય, જીવના કારણે બીજામાં પર્યાય ઉત્પન્ન થાય
એવો કોઈ ગુણ આત્મામાં નથી. પોતાથી જ પોતાના આધારે પોતાનું કાર્ય થાય, પરથી પોતાનું કાંઈ ન
થાય, પોતે પરનું કાંઈ કરવા સમર્થ ન થઈ શકે એવી શક્તિ આત્મામાં છે. આ ઉપરથી એમ સમજવું કે
આત્માને ત્રણેકાળ પરવસ્તુના કારણ વગર જ ચાલી રહ્યું છે, પોતાના કાર્ય માટે પરદ્રવ્ય, પરક્ષેત્ર,
પરકાળની જરૂર પડે એવું એનું સ્વરૂપ નથી. છતાં તેનાથી વિરૂદ્ધ માને તો તેનો મિથ્યા અભિપ્રાય જ
અનંત દુઃખરૂપ સંસારનું કારણ થાય છે. જ્યાં મિથ્યાત્વ છે ત્યાં પરાશ્રયની રુચિ રાગની રુચિ હોય જ
છે, તેથી તેને કોઈ રીતેરાગનો અભાવ થાય નહિં. અભિપ્રાયમાં નિરંતર તીવ્ર રાગદ્વેષ રહે છે આમ
યુક્તિથી, પરીક્ષાવડે, વસ્તુની મર્યાદા જાણી, પર સાથે મારે કોઈ પ્રકારે કારણ–કાર્ય નથી. હું તો પરથી
ભિન્ન અને પોતાની અનંત શક્તિથી અભિન્ન છું–એમ નિર્ણય વડે પરમાં કર્તા, ભોકતા, સ્વામીપણાની
શ્રદ્ધા છોડી, સર્વથા રાગની અપેક્ષા કરનાર જ્ઞાયક સ્વભાવ સન્મુખ દ્રષ્ટિ કરવી. સ્વસંવેદન જ્ઞાન અને
સ્વમાં લીનતા કરવી તે જ સુખી થવાનો સાચો ઉપાય છે.
આચાર્યદેવે કહ્યું છે કે સુખી થવાના ઉપાય માટે બાહ્ય સાધન શોધવાની વ્યગ્રતાથી જીવો
નકામા પરતંત્ર થાય છે. પરતંત્ર થવાની કાંઈ જરૂર નથી કેમકે દરેક આત્મામાં અકાર્યકારણત્વ શક્તિ
સદાય વિદ્યમાન છે, જેથી પોતાના કાર્ય માટે અન્ય કારણોની અપેક્ષા નથી, આત્મા પરને કારણ થાય
તો પરદ્રવ્ય પરિણમન કરે એમ પણ નથી. વસ્તુ સચ્ચિદાનંદ પ્રભુ દેહથી ભિન્ન છે. મન, વાણી,
શુભાશુભ વિકલ્પથી રહિતઅને જ્ઞાનાનંદ પરિપૂર્ણ છું એમ સમ્યગ્દ્રષ્ટિની