: ૮ : આત્મધર્મ : ૨૩૦
મારા અખંડ જ્ઞાનાનંદસ્વરૂપ સ્વદ્રવ્યમાં ઢળવાથી, સ્વઆશ્રય કરવાથી જ સમ્યગ્દર્શનાદિ શુદ્ધિરૂપ કાર્ય
પ્રગટે છે.
પરાશ્રય કરતાં કરતાં સ્વાશ્રયરૂપ વીતરાગતા થતી હોય તો એ તો અનંતકાળથી કરતો આવે
છે, તો સ્વસન્મુખ થવાનું પ્રયોજન શું? પરલક્ષે, પરદ્રવ્યના આલંબનમાં તો સંકલ્પ–વિકલ્પ ઊઠે છે તે
તો રાગ છે. રાગના લક્ષે અંતર એકાગ્રદ્રષ્ટિ થાય જ નહિં. જ્યાં સુધી વ્યવહારથી, નિમિત્તના આશ્રયથી
કાર્ય માને છે ત્યાંસુધી ત્રિકાળી સ્વભાવમાં રાગ–વ્યવહાર નથી અને સ્વાશ્રયથી જ લાભ છે એવી
સાચી દ્રષ્ટિ થતી નથી.
અકાર્યકારણત્વગુણ એમ જાહેર કરે છે કે રાગથી નિમિત્તથી તારું કાર્ય થતું નથી; જો થતું હોય
તો રાગ અને નિમિત્તોના આશ્રય કરવારૂપ કાર્યને જીવ છોડે જ નહીં પણ અનંતા જ્ઞાનીઓ
શુદ્ધનિશ્ચયનયના વિષયરૂપ શુદ્ધાત્મામાં એકમાં જ આરૂઢ થઈ સ્વાશ્રયથી જ, મુક્તિ સુખને પામ્યા છે.
જે કોઈ એમ માને છે કે હું પરદ્રવ્યના કાર્યમાં કારણ છું તો તે તેના અભિપ્રાયમાં ત્રણેકાળના અનંતા
પરદ્રવ્યના કાર્યમાં હું કારણ છું એમ માને છે, તેથી તેને પરની સંગતિ મટે જ નહીં.
દરેક વસ્તુ પોતાના અનંતગુણથી કાયમ રહીને પ્રત્યેક સમયે નવી નવી પર્યાયો પ્રગટ કરે છે–
ઉત્પાદવ્યય અને ધ્રુવપણે પોતે જ વર્તે છે. જો પરના કારણે ઉત્પાદ–વ્યય થાય તો પરના સંબંધથી છૂટી
શકે નહીં, સ્વભાવમાં એકાગ્રતા કરી શકે નહીં. રાગ મારું કાર્ય માને તે રાગની રુચિમાં પડ્યો છે, રાગ
મારું કારણ અને નિર્મળ શ્રદ્ધા–જ્ઞાન મારું કાર્ય અથવા રાગદ્વેષ મોહભાવને હું કારણ એમ માને તેને
સંસાર ચાલુ જરહે.
આત્મદ્રવ્ય તો ત્રણેકાળે અનંત અવિકારી ગુણોનો પિંડ છે, તેમાં એક અંશ પણ આસ્રવ–
મલીનતાનો પ્રવેશ નથી, ગ્રહણ–ત્યાગ નથી–આમ નિર્ણય કરે તો જ ભાવભાસન સહિત
શુદ્ધાત્મપ્રતિભાસરૂપ સમ્યગ્દર્શન થાય.
આત્મદ્રવ્ય વીતરાગતામાં કારણ છે અને રાગમાં કારણ નથી– આનું નામ અનેકાન્ત છે. ક્ષણિક
દશામાં રાગ પોતાના અપરાધથી થાય છે પણ જ્ઞાની તેને આત્મદ્રવ્યનું કાર્ય ગણતા જ નથી, કેમકે
આત્મા તેવો ને તેટલો નથી. આસ્રવ અને તેના કારણ કાર્ય ને જીવ તત્ત્વ માનવામાં આવેલ નથી.
આત્મદ્રવ્ય રાગમાં કારણ હોય, વ્યવહાર રત્નત્રયનું કારણ હોય તો રાગની ક્રિયા કરવાના તેનો
સ્વભાવ ઠર્યો, જે કદી છૂટી શકે નહીં. વસ્તુ એક સમયમાં પરિપૂર્ણ છે. અબંધ પરિણામી આત્મા રાગને
અને બંધને સ્પર્શતો નથી; રાગને અને બંધને સ્પર્શે તો આત્મા અને આસ્રવ બે જુદા સાબીત થતા
નથી.
સમ્યગ્દ્રષ્ટિ જીવની દ્રષ્ટિ એકલા સ્વભાવ ઉપર છે; તેથી પોતાને નવા કર્મનાં બંધનરૂપી કાર્યમાં
હું કારણ છું, પરની ક્રિયામાં હું નિમિત્તકર્ત્તા છું એમ માનતો નથી. જીવ પરના કાર્યમાં નિમિત્તકર્ત્તા હોય
તો પર દ્રવ્યના કાર્યમાં તેને હાજર રહેવું જ પડે, ત્યાંથી છૂટી શકે નહીં. રાગમાં આત્મદ્રવ્ય કારણ હોય
તો રાગથી છૂટી શકે નહીં, પણ જાણે તો જ ૪૭ શક્તિ અને એવી અનંતશક્તિનો ધારણ કરનાર
આત્મામાં દ્રષ્ટિ કરી અપૂર્વ અનુભવ કરી શકે.
અહો! અપૂર્વ કાર્ય શું, સત્ય શું, દ્રવ્ય ગુણ, પર્યાય અને તેની સ્વતંત્રતા શું તે સાંભળ્યું જ નથી.
સર્વજ્ઞ ભગવાને કહ્યા મુજબ મિથ્યાત્વાદિ આસ્રવ તત્ત્વ શું અને તેનાથી રહિત આત્મ તત્ત્વ શું,
જ્ઞાતાપણું શું તે વાત અનંતકાળમાં અજ્ઞાનીજીવે લક્ષમાં લીધી નથી. કહ્યું છે કે–
દોડત દોડત દોડત દોડીયો,
જેતી મનની દોડ જિનેશ્વર,