Atmadharma magazine - Ank 230
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 25

background image
માગશર: ૨૪૮૯ : :
પ્રેમ પ્રતીત વિચારો ઢૂંકડી.
ગુરુ ગમ લેજો જોડ જિનેશ્વર,
ધર્મ જિનેશ્વર ગાઉં રાગ શું.
જ્યાં સુધી પોતાની દ્રષ્ટિ સંયોગ અને પુણ્યપાપમાં પડી છે. ત્યાં સુધી પોતાની કલ્પનાવડે પરથી
લાભહાનિ માને છે. પણ સત્ય અસત્યનો નિર્ણય કરી અપૂર્વ વસ્તુ પોતામાં જ છે, સ્વાશ્રયથી જ
મુક્તિનો ઉપાય છે એમ દ્રઢતા ન કરે તો ગુરુને ઓળખ્યા નથી અને તેણે વીતરાગની આજ્ઞા માની
નથી. દેવ, શાસ્ત્ર, ગુરુ પરપદાર્થ છે તે તારા કાર્યના કારણ થઈ શકે નહીં ને તારામાં એવી શક્તિ નથી
કે પરદ્રવ્યના કારણે તારું કાર્ય થાય.
ચૈતન્ય દ્રવ્ય સ્વભાવમાં અનાદિ અનંત અનંતા ગુણો ભર્યા છે, જે દ્રવ્યના સંપૂર્ણ ભાગમાં અને
ત્રણે કાળની સંપૂર્ણ અવસ્થામાં રહે છે, તેમાં સ્વયં કારણ કાર્યપણે હોવું, પરથી ન હોવું, પરની
આધીનતાપણે કદી ન હોવું એવો ગુણ છે ને પરને નિમિત્ત કારણ થઈશકે, પરથી, રાગથી તેનું કાર્ય થઈ
શકે એવો ગુણ તેમાં નથી એ વાત અનેકાન્ત પ્રમાણથી નક્કી કરે તો જ પરાશ્રયથી છૂટી સ્વાશ્રયરૂપ
ધર્મ એટલે કે સુખી થવાનો ઉપાય કરી શકે.
સમયસારજી ગા. ૧૦પ માં આ વાત આવી છે કે આત્મામાં કર્મબંધનમાં નિમિત્ત થવાનો
સ્વભાવ નથી, જો હોય તો છૂટી શકે નહીં, રાગની ઉત્પત્તિ કરવાનો જીવનો સ્વભાવ હોય તો તે પણ
છૂટી શકે નહીં. ભૂમિકાનુસાર ઉચિત શુભરાગ હોય છે ખરો પણ શુભ રાગ છે તો ૪–પ–૬–૭
ગુણસ્થાને વીતરાગતા છે એમ નથી. પરના કારણે, રાગના આશ્રયે, વ્યવહારના આલંબનથી
વીતરાગતાનું એટલે નિર્મળ શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રનું ઉપજવું, વધવું કે ટકવું નથી એમ અકાર્યકારણત્વ
શક્તિ પ્રસિદ્ધ કરે છે.
તારો વીતરાગ વિજ્ઞાનઘન સ્વભાવ છે. જેમ પીપરના દાણામાં પૂર્ણ શક્તિહતી તે પ્રગટી તેમ
તારામાં પૂર્ણ સામર્થ્યથીભરેલા અનંતગુણ સદાય ભર્યા પડ્યા છે. છે તેમાં એકત્વની દ્રષ્ટિ કરી
સ્વસન્મુખ થા, તો સમ્યક્ભાવ શ્રુતજ્ઞાનમાં તારું અસલી સ્વરૂપ લક્ષમાં આવી જાય. ધ્રુવ ધ્યેય પ્રાપ્ત
થવાની દ્રષ્ટિ થતાં દ્રષ્ટિમાંથી સંસાર બંધન છૂટી જાય છે. આમ સ્વાશ્રયથી જ જન્મ મરણ અને
ઔપાધિક ભાવોનો નાશ થઈ શક્તિમાં શુદ્ધતા હતી તે પ્રાપ્ત થાય છે.
પરના કાર્યમાં નિમિત્તકર્તાની દ્રષ્ટિવાળાને રાગ અને વિકારની રુચિ રહે જ છે. તેથી તેને જ્ઞાતા
સ્વભાવનો અનાદર અને પરમાં કર્ત્તાપણાનો આદર છે તેથી એના ફળમાં એકેન્દ્રિય નિગોદમાં પણ
નિમિત્તકર્તાને જવું જ પડશે, કેમકે જેમ છે એમ તે માનતો નથી, પણ વિરુદ્ધ જ માને છે, તેથી તે
સર્વજ્ઞને તથા તેમની વાણીના અર્થને પણ માનતો નથી; તેથી સત્યના વિરોધનું ફળ એકેન્દ્રિય પશુપદ
છે. પણ આત્માના સ્વભાવમાં એવું પદ નથી ને તેના કારણરૂપ ગુણ નથી. આત્મામાં પ્રમાણ પ્રમેય
શક્તિ છે, પણ કોઈ સાથે કારણકાર્ય માટે દરેક દ્રવ્ય અને તેના ગુણ, પર્યાય નાલાયક છે, અયોગ્ય છે,
લાયક નથી. સમયસારજી ગા. ૩૭૨ અને તેની ટીકામાં એ વાત આચાર્યદેવે અત્યંત સ્પષ્ટ કહી છે.
સમ્યગ્દ્રષ્ટિ જીવ એમ માને છે કે કર્મબંધમાં મારું નિમિત્તપણું નથી. વર્તમાન અલ્પ ચારિત્ર દોષ
છે પણ તે સ્વાશ્રયદ્રષ્ટિનું કાર્ય નથી, જીવનું કાર્ય નથી, આસ્રવનું કાર્ય પરમાં જાય છે.
અહો! તારામાં ચૈતન્ય સામર્થ્યને શોભાવે એવી અનંતશક્તિ પ્રતાપવંત એવાસ્વદ્રવ્યના આશ્રયે
ભરી પડી છે એવાસ્વદ્રવ્યના આશ્રયે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ નિર્મળ પર્યાયરૂપી કાર્ય પ્રગટ થાય
છે. “એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ.” નિર્મળ નીતરતું માખણ પીરસાય છે. કઠણ અનેઊંચી
ભૂમિકાની વાત નથી. સમજી શકનાર ચૈતન્યને જ આચાર્યદેવે આત્મઋદ્ધિ બતાવી છે. આનો જ આદર,