: ૧૦ : આત્મધર્મ: ૨૩૦
આશ્રય, મહિમા કર, પરાશ્રયની પામરતા છૂટી જશે.
અહો! ચૈતન્ય... તારી ઋદ્ધિ તારામાં જ છે. અનંત, બેહદ, અપાર જ્ઞાનાનંદનો ખજાનો તારામાં
સદાય નિકટ અને વિદ્યમાન છે. “ જ્યાં ચેતન ત્યાં સકળ ગુણ કેવળી બોલે એમ, પ્રગટ અનુભવ
સ્વરૂપનો, નિર્મળ કરો સપ્રેમ રે, ચૈતન્ય પ્રભુ, પ્રભુતા તારી રે ચૈતન્ય ધામ.”
દરેક આત્મા અસંખ્ય પ્રદેશી છે. તેનું અસલી સ્વરૂપ શરીરથી, રાગથી, પુણ્યથી–વ્યવહાર
રત્નત્રયથી ભિન્ન છે. જ્ઞાનાનંદ સ્વભાવથી તું અસ્તિપણે છો અને તારામાં વ્યવહાર, નિમિત્ત
પુણ્યપાપની નાસ્તિ છે, એવા સ્વતંત્ર અસ્તિનાસ્તિ સ્વભાવવડે સદાય સ્વતંત્ર છો.
દરેક આત્માની અનંતગુણસંપન્ન પ્રભુતા નિર્મળ છે, તેમાં એકત્વની દ્રષ્ટિ કરી, તેમાં જ નિર્મળ
પ્રેમ કરો. વ્યવહાર નિમિત્ત તેના સ્થાનમાં હોય છે પણ તેની રુચિ છોડી દે તો જ પૂર્ણસ્વભાવના લક્ષે
પૂર્ણની રુચિ છોડી દે તો જ પૂર્ણસ્વભાવના લક્ષે પૂર્ણની રુચિ અને સમ્યગ્દર્શન થશે. બીજી કોઈ રીતે
દુઃખથી છૂટી શકાતું નથી. બાહ્યમાં પુણ્યમાં, દેહની ક્રિયામાં, રાગમાં અંશમાત્ર ચૈતન્યનો સદભાવ નથી.
બહારમાં હા–હો અને હરીફાઈ, માન બડાઈ, કામભોગ બંધનની વાત મળશે.
અરે! ભગવાન આત્મા, તું પરના કારણ–કાર્યપણે નથી. આ મહા સુગમસિદ્ધાંત છે.
સમયસારજીમાં ૪૭ શક્તિ બતાવીને ૪૭ કર્મ પ્રકૃત્તિનો નાશ અને સર્વજ્ઞપદની પ્રાપ્તિ કરવાનો ઉપાય
બતાવી દીધો છે. ભેદજ્ઞાન વડે પ્રથમથી જ શ્રદ્ધામાં સર્વ પ્રકારના રાગનો ત્યાગ અને સર્વજ્ઞ વીતરાગ
સ્વભાવનો આદર કરવાની વાત છે. રાગ હોવા છતાં, જ્ઞાની તેને હેયપણે જાણે છે. જો કોઈ પણ જાતનો
રાગ હિતકર છે એમ માને, પરદ્રવ્યથી લાભ નુકશાન થઈ શકે, હું પરનું કાર્ય કરી શકું છું– એમ માને
તેને આત્માની એક પણ શક્તિની પ્રતીતિ નથી.
અરે પ્રભુ, એકવાર સ્વતંત્રતાની શ્રદ્ધા તો કર! મારો આત્મા રાગનું કારણ નથી અને રાગના
કારણથી નિમિત્તથી, નિર્મળતારૂપી કાર્ય થાય એવો કોઈ ગુણ મારામાં નથી. જે રાગથી, નિમિત્તથી લાભ
માને છે તેને સમ્યગ્દર્શન નથી; સમ્યગ્દર્શન વિના વ્રત, ચારિત્ર, નિશ્ચય કે વ્યવહાર કાંઈ હોય નહીં.
માંડમાંડ મહા દુર્લભ પળે સત્ય સાંભળવા મળે તો ઉપેક્ષા કરે કે આ તો નિશ્ચયનયની કથની છે.
ધર્મના નામે બહારમાં ખૂબ ધન ખર્ચે પણ પ્રવચનમાં બેસે તો ઝોલા ખાય, ઊંઘે તે સત્ય અસત્યનો
નિર્ધાર ક્્યાંથી કરે અને અંદર સ્વસન્મુખ થઈ સાચું પરિણમન ક્્યાંથી કરે?
આત્મા આદિ છયે દ્રવ્ય, દરેક દ્રવ્યના ગુણ પર્યાય પરથી કરાયેલા નથી, પણ અકૃત્રિમ છે; છે
તેને કોણ કરે? પર્યાય તો નવી નવી થાય છે, તેને કોણ કરે? પર્યાય તો નવી નવી થાય છે, તે કાર્યનો
નિયામક કોઈ જડ કર્મ અથવા ભગવાન કર્તા છે? ના, કેમકે વસ્તુ અનાદિઅનંત સ્વયંસિદ્ધ છે, ને તેની
શક્તિઓ પણ અનાદિ અનંત સ્વયંસિદ્ધ છે. પ્રત્યેક સમયે અનંતા ગુણની પર્યાયો ઉત્પાદ વ્યયરૂપે
બદલ્યા જ કરે છે, તેથી કહ્યું છે કે વસ્તુની શક્તિ કોઈ અન્ય કારણોની અપેક્ષારાખતી જ નથી. અન્યને
કારણ કહેવું તે તો નિમિત્ત બનાવવા માટેનું વ્યવહાર કથન છે.
ખરેખર દ્રવ્ય ગુણ પર્યાય, દરેક દ્રવ્યમાં પોતાના સતપણાથી જ છે; પરથી, રાગથી નથી. તેથી
જીવમાં પણ તેની પર્યાય અશુદ્ધ હો કે શુદ્ધ હો, તેનો કર્ત્તા તેની સાથે તન્મય રહેનાર દ્રવ્ય જ છે. પણ તેનો
કર્તા કોઈ ઈશ્વર કે જડકર્મ નથી. અન્યમતિ ઈશ્વર, બ્રહ્મા, વિધાતા ને કર્ત્તા માનેછે તેમ જૈન નામ ધરાવીને
પોતાને પરના કાર્યનો નિમિત્તકર્ત્તા માને, જડ કર્મ જીવને રાગદ્વેષ, સુખદુઃખ કરાવે એમ માને તે પણ દરેક
દ્રવ્યની સ્વતંત્રતાનો નાશ કરનાર મિથ્યાદ્રષ્ટિ છે. તે પોતામાં મિથ્યા માન્યતાનો કર્ત્તા થઈ શકે છે.
નિમિત્તથી કાર્ય થતું હોય તો સાક્ષાત્ પરમાત્મા