: ૧૬ : આત્મધર્મ: ૨૩૦
પરને છોડે કોણ? લાવે, ગ્રહણ કરે કોણ? એ તો નિમિત્તના કથનની રીત છે. આત્મા અમૂત્તિક છે,
મૂર્ત્તિક નથી, માટે પુદ્ગળમય દેહ અને આહારનો કર્તા, ભોક્તા કે સ્વામી નથી. વ્યવહારકથનને
નિશ્ચયનું કથન માની લેનાર સત્ય સમજવાને લાયક નથી વ્યવહારથી લઈ શકાય, છોડી શકાય છે–એમ
માનનારને વસ્તુસ્વરૂપનો નિર્ણય જ નથી. અજીવમાં જ્ઞાન નથી માટે જીવના આધારે તેનું કાર્ય થાય–
એમ માનનાર જીવ તત્ત્વને શક્તિરહિત માને છે.
જીવ સદા જ્ઞાનરૂપ છે, સહજ જ્ઞાનસ્વભાવી છે, પોતાના જ્ઞાનમાત્ર ભાવનો કર્ત્તા, ભોક્તા
સ્વામી છે આમ વસ્તુસ્વરૂપ છે તેનાથી વિરુદ્ધ અજ્ઞાની માને છે, પણ કર્મ, નોકર્મ, શરીરાદિનું ગ્રહણ
ત્યાગ આત્મા કરી શક્તો નથી. અનાદિકાળથી પોતાને ભૂલી પુણ્યપાપના ભાવો કર્યા છે તે
અપેક્ષાએ કહે છે કે જીવ શુભાશુભ વિભાવરૂપે, મિથ્યાત્વરૂપે પરિણમે, પણ પરની ક્રિયાનો કર્ત્તા કદી
થયો નથી.
દિગંબર જૈન મુનિનો વેષ ધારણ કરી માને કે મેં પરને છોડયું, હું શરીરની ક્રિયા કરી શકું છું.
મોરપીંછી મે પકડી છે. એમ પર દ્રવ્યની અવસ્થામાં પોતાનું કાર્ય માને તેને સ્વતંત્ર તત્ત્વની ખબર
નથી, જૈન ધર્મમાં શું વિશેષતા છે તેની તેને ખબર નથી.
એક દ્રવ્યમાં બીજા દ્રવ્યનો સર્વપ્રકારે અભાવ હોવાથી અનાદિથી આજ સુધી કોઈ પદાર્થ પરનું
કાંઈ કરી શક્યા નથી, પરવડે કોઈનું ગ્રહણ ત્યાગ કિંચિત્ માત્ર થતું નથી. આત્મા તો સદા અમૂર્ત્તિક
જ્ઞાનસ્વરૂપ છે તેથી જ્ઞાનને દેહની શંકા ન કરવી.
દ્રવ્યસંગ્રહ નામે પ્રાચિન ગ્રંથ છે તેની ટીકામાં બ્રહ્મદેવસૂરિએ ખુલાસો કર્યો છે કે
વ્યવહારનયથી આત્માને પુદ્ગળકર્મનો કર્ત્તા કહ્યો તે તો તે સંબંધી રાગનું કર્ત્તાપણું અશુદ્ધ
નિશ્ચયનયથી બતાવતા કહ્યું છે પણ હાથ પગ ચલાવવા આદિ પરની ક્રિયાનો કર્ત્તા જીવ છે–એવો
તેનોઅર્થ કોઈ પ્રકારે ન સમજવો. આત્મા આંખ ન ચલાવી શકે, પાંપણ ફરે તે તેની શક્તિથી
ચાલે છે. અજ્ઞાનીને સંયોગમાં એક્તાબુદ્ધ હોવાથી પરમાં કર્ત્તાપણાનો અહંકાર કરે છે. નિમિત્ત
કર્ત્તાના વ્યવહારકથનને નિશ્ચયનયનું કથન માની મિથ્યાત્વને જ સેવે છે. મેં લીધું, મેં દાન દીધું,
મારા વડે સમાજના આટલા કામ થયા એમ જીવ ફોગટ કલ્પના કરે છે.
ભાવાર્થ– આત્મા તો સદાય અમૂર્ત્તિક જ્ઞાન છે તેથી આત્માને જ્ઞાન જ શરીર છે, પરમાર્થે
આત્માને જડ શરીર નથી તો મૂર્ત્તિક આહાર આદિ પરને ગ્રહે છોડે ક્યાંથી? વળી આત્માનો એવો
જ સ્વભાવ છે કે તે પર દ્રવ્યને તો્ર ગ્રહતો જ નથી સ્વભાવરૂપ પરિણમો કે વિભાવરૂપ પરિણમો,
સદા પોતાના જ પરિણામનાં ગ્રહણ ત્યાગ છે, પરનું ગ્રહણ ત્યાગ જરા પણ નથી,
દરેક વસ્તુ સ્વતંત્ર કારણ કાર્ય સહિત છે આવું સત્ય સર્વજ્ઞના આગમમાં સ્પષ્ટ છે.
સ્વાશ્રિતદ્રષ્ટિ વીતરાગતા અને યથાર્થતાની વાત ભાગ્ય યોગે સાંભળવા મળે છતાં અપૂર્વપણે
આંતરો પાડીને લક્ષમાં લેવા માગતો નથી તે જીવ ભગવાનના ઉપદેશને લાયક કેમ ગણાય?