Atmadharma magazine - Ank 230
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 20 of 25

background image
માગશર: ૨૪૮૯ : ૧૭ :
જીવ પરનું કાર્ય
કરવામાં પંગુ છે.
(સોનગઢ તા. ર૪–૭–૬૨, અષાડ વદી ૮)
પરનાં કામ માટે કોઈ દ્રવ્યમાં શક્તિ નથી, પણ અયોગ્યતા છે. એકના કાર્યમાં બીજું
નિમિત્ત તો છે ને? ના, જો નિમિત્તભૂત દ્રવ્યથી કોઈ દ્રવ્યના પરિણામ થાય તો સામા દ્રવ્યના
ઉત્પાદ–વ્યય ધ્રુવરૂપ સતપણાનો નાશ થાય અથવા તેનો સ્વભાવ બીજા નિમિત્તમાં આવી જવો
જોઈએ. સમયસારજી ગા. ૩૭૨માં આચાર્યદેવે સ્પષ્ટ કહ્યું છે કે કોઈ રીતે અન્ય દ્રવ્યથી અન્ય
દ્રવ્યના કાર્યની (પર્યાયની) ઉત્પતિ કરી શકાતી જ નથી, તેથી એ સિદ્ધાંત છે કે સર્વ દ્રવ્યો
પોતપોતાના સ્વભાવથી દરેક સમયે ઉત્પાદ–વ્યયરૂપ પોતાના કાર્યને (પરિણમન) કરે છે, તેમાં
અન્યને કર્તા કહેવો તે તો કહેવા માત્ર જ છે. ટીકાજીવને પર દ્રવ્ય રાગાદિ અથવા જ્ઞાનાદિ ઉપજાવે
છે એમ શંકા ન કરવી; કારણ કે અન્ય દ્રવ્યવડે અન્ય દ્રવ્યના પર્યાયોનો ઉત્પાદ કરાવવાની
અયોગ્યતા છે, જડકર્મ જીવને રાગાદિ કરાવવામાં નાલાયક છે કેમકે દરેક દ્રવ્ય પોતપોતાની શક્તિ
સહિત હોવાથી પોતાના સ્વભાવથી જ –પર્યાય ધર્મથી જ ઊપજે છે.
અહીં એ સિદ્ધાંત થયો કે કોઈપણ જીવ પરદ્રવ્યની પર્યાય ઉત્પન્ન કરવાને માટે નાલાયક છે.
શ્રી કુન્દકુન્દાચાર્યાદિ આચાર્ય પણ શાસ્ત્ર લખવાના કાર્ય માટે નાલાયક છે કેમકે શબ્દોએ પુદ્ગલ
દ્રવ્યના આધારે કામ કર્યું છે. જીવને ઈચ્છા થઈ માટે પુસ્તક લખાણું એમ નથી, પણ તેમાં તેના
કારણે કાર્ય થયું ત્યારે તેમાં ઈચ્છાવાન જીવ નિમિત્ત હોય છે એમ જ્ઞાન કરાવવા વ્યવહારથી કર્તા
કહેવાની રીત છે.
જો ઈચ્છાથી ભાષા ઊપજે તો કેવળીને ઈચ્છા નથી છતાં વાણી છૂટે છે. યોગનું કમ્પન છે
માટે વાણી છૂટે છે એમ હોય તો બધા કેવળીને નિરંતર વાણી છૂટવી જોઈએ, પણ તેમ નથી, માટે
દરેક દ્રવ્ય દરેક સમયે ઉત્પાદ–વ્યયરૂપ નિજ પર્યાયના કર્તા છે. અન્ય તો બીજાના કાર્ય માટે
નાલાયક જ છે. એજ રીતે આત્મા ભાષાની પર્યાય માટે અલાયક છે. આ વખતે આવિકલ્પને
(રાગને) લાવું એને માટે પણ આત્મા અલાયક છે, પંગુ છે.
ગૌતમ ગણધર થયા પણ દ્વાદશાંગ શાસ્ત્રોના શબ્દોની પર્યાય કરવા માટે તેઓ અયોગ્ય–
નાલાયક હતા, તે સંબંધી પોતાના સ્વ–પરપ્રકાશક જ્ઞાનને ઉત્પન્ન કરવા માટે તેઓ યોગ્ય છે. કોઈ
જીવમાં બીજા દ્રવ્યની પર્યાય રચવાની તાકાત ત્રણકાળ ત્રણલોકમાં નથી.
સોનીમાં કુંડલ કરવાની લાયકાત નથી, હાથ–પગને ચલાવવા માટે સોનીના જીવમાં તાકાત
નથી પણ અહંકારથી કર્તાપણું માને અને તે સંબંધી