: ૧૮ : આત્મધર્મ: ૨૩૦
ઈચ્છાનો કર્તા થઈ શકે પણ પરના કાર્યનો કર્તા કોઈ અન્ય દ્રવ્યથી થઈ શકાતું નથી. સંયોગદ્રષ્ટિવાળા
જીવો વસ્તુમાં ઉત્પાદ–વ્યય–ધ્રુવશક્તિથી સંપૂર્ણ સત્પણું છે એ સિદ્ધાંત માનતા જ નથી.
આચાર્યદેવે અને સર્વજ્ઞદેવે તો સ્પષ્ટપણે જાહેર કર્યું છે કે દરેક પદાર્થને પોતાના સ્વભાવથી
અજ્ઞાની પરમાં અને પરથી કર્તાપણું દેખે છે, તેના તેવા મિથ્યા પ્રતિભાસને અસત્યાર્થ કહેલ છે.
ખરેખર દ્રષ્ટિથી જોતાં કોઈ કોઈને અસર–પ્રેરણા કરે, પરમાં પ્રભાવ ઉત્પન્ન કરે–કરાવે એ વાત તદ્ન
અસત્ય છે, કેમકે એક દ્રવ્ય અન્ય દ્રવ્યની પર્યાય કરવા કરાવવામાં અલાયક અયોગ્ય છે, નાલાયક છે.
ઘડારૂપી કાર્ય થાય છે તેમાં માટી જ સ્વયં પોતાના સ્વભાવથી પરિણમતી (થતી) જોવામાં આવે છે,
કારણ કે માટી પોતાના ઉત્પાદ–વ્યય–ધ્રૌવ્યરૂપ સત્ સ્વભાવને નહીં ઓળંગતી હોવાથી અર્થાત્
પર્યાયધર્મ તથા દ્રવ્યધર્મને નહીં છોડતી હોવાથી આદિ–મધ્યઅંતમાં પોતે કર્તા છે પણ કુંભાર ઘડાના
કાર્યનો ઉત્પાદક છે નહીં.
જૈનદર્શનનો મર્મ અકર્તાપણું છે. વ્યવહારનયથી નિમિત્તકર્તાનું કથન આવે પણ ઘડાની પર્યાયનો
કર્તા કુંભાર નથી, કેમકે માટી જ પોતાના સ્વભાવથી સ્વપર્યાયની લાયકાત–યોગ્યતા (સામર્થ્ય) થી
તેના કાર્ય કાળે સ્વયં પલટીને ઘટરૂપે થાય છે. નિમિત્ત છે માટે ઉપાદાનમાં કાર્ય થાય છે, નિમિત્ત ન
હોય તો કાર્યનો પ્રવાહ અટકી જાય, વહેલો–મોડો થાય–એ માન્યતા અસત્ય છે.
વસ્તુની મર્યાદા બતાવવા માટે આચાર્યદેવે સિદ્ધાંત બતાવી દીધો કે–એક દ્રવ્ય બીજા દ્રવ્યની
પર્યાયનો કર્તા થઈ શકતું નથી–કેમકે પરના કામ માટે દરેક દ્રવ્ય અયોગ્ય છે.
આચાર્યે પુસ્તક બનાવ્યું જ નથી. ત્રણેકાળે એ નિયમ છે કે પરમાણુની શબ્દાદિરૂપે અથવા
અનેક આકાર અને ગતિસ્થિતિરૂપે પરિણમવાની શક્તિ તે તે પુદ્ગલ દ્રવ્યોમાં છે, જીવમાં નથી. આમ
સત્ય સિદ્ધાંત નક્કી કરતાં જ અનંત પર દ્રવ્યની કર્તાબુદ્ધિ ઊડી જાય છે અને સ્વભાવમાં સત્ય
સમાધાન અને શાન્તિ થાય છે. સર્વજ્ઞે કહ્યું છે કે કોઈ દ્રવ્યમાં પરના કાર્ય કરવાની કે નિમિત્ત થઈને
કરવાની યોગ્યતા નથી પણ અયોગ્યતા જ છે.
આત્મા જ્ઞાતા જ છે, કર્તાપણાનું અભિમાન કરે તો કરે પણ હાથ–પગ અથવા લાકડું ઊંચું
કરવાની લાયકાત આત્મામાં નથી. છતાં જે પરનાં કર્તાપણું માને છે તે જ્ઞાતા સ્વભાવનો તિરસ્કાર
કરનાર આત્મઘાતી મહાપાપી છે–એમ સર્વજ્ઞ ભગવાને કહ્યું છે.
અન્યમતિ જગતનો કર્તા ઈશ્વર ગણીને તેને નિમિત્ત–કર્ત્તા માને છે તેમ જે કોઈ જૈન નામ
ધરાવીને પણ શરીરાદિની ક્રિયામાં જીવ નિમિત્ત કર્તા થાય એમ માને તો તે બે ક્રિયાવાદી મિથ્યાદ્રષ્ટિ છે,
કારણકે તેણે અનંત પરદ્રવ્યને પરાધીન માન્યાં ઉત્પાદ–વ્યય ધ્રુવરૂપ સત્ની તાકાતને તેણે માની નહીં.
દવામાં તાકાત નથી કે બીજાના રોગ મટાડે શું પદાર્થમાં પોતાની શક્તિ નથી કે બીજો તેના
ઉત્પાદવ્યયરૂપકાર્યને કરે? ભાષામાં એવી તાકાત નથી કે જીવને જ્ઞાન ઉપજાવે.
જ્ઞાનાવરણીય કર્મના ઉદયમાં એવી તાકાત નથી કે તે આત્માના જ્ઞાનની પર્યાયને હીણી કરે,
પણ જીવ સ્વયં પોતાની પર્યાયની યોગ્યતાથી હીણી પર્યાયે પરિણમે છે તો કર્મનો ઉદય નિમિત્તપણે
ગણાય છે.