માગશર: ૨૪૮૯ : ૧૯ :
કોઈ કહે દર્શન મોહનીયકર્મના ઉદય વિના મિથ્યાત્વ થતું હોય તો બતાવી આપો, ધર્માસ્તિકાય
વિના જીવ–પુદ્ગલમાં ગતિરૂપ ક્રિયા થાય એમ બતાવી આપો–એમ સંયોગદ્રષ્ટિવાળા વસ્તુને પરાધીન
માને છે, પણ કોઈની તાકાત નથી કે બીજાને પરિણમાવે કર્મના ઉદય અનુસાર ડીગ્રી ટુ ડીગ્રી જીવને
વિકાર થાય એમ માનનાર બે દ્રવ્યને એક માનનાર મિથ્યાદ્રષ્ટિ છે.
પ્રશ્ન:– એક જણ એક દિવસમાં ઘણું યાદ કરી શકે છે, બીજો ઘણા દિવસમાં એક શ્લોક પણ યાદ
ન કરી શકે–તેમાં કર્મનું જોર હશે ને?
ઉત્તર:– ના, તે પ્રકારની જ્ઞાનની પર્યાયનો ઉત્પાદક તે જીવ છે, એમ દેખવામાં આવે છે. આચાર્ય
દેવ કહે છે કે કુંભાર પોતામાં ઈચ્છા અને અજ્ઞાનભાવ કરી શકે છે પણ ઘડાની અવસ્થા પણ તે કરે છે
એમ અમે જોતા નથી.
પ્રશ્ન:– વ્યવહારથી નિમિત્ત તો છે ને? ના, જુઓ, સમયસારજી ગા. ૩૭૨ માં કહ્યું છે કે કોઈ
રીતે અન્ય દ્રવ્યથી અન્ય દ્રવ્યના કાર્યની (પર્યાયની) ઉત્પત્તિ કરી શકાતી નથી, તેથી એ સિદ્ધાંત છે કે
સર્વ દ્રવ્યો પોતપોતાના સ્વભાવથી જ એટલે ઉત્પાદ–વ્યય–ધ્રૌવ્ય સ્વભાવથી જ પોતાના કાર્યને કરે છે,
અન્યને કર્તા કહેવો તે તો કહેવા માત્ર છે, નિમિત્તનું જ્ઞાન કરાવવા વ્યવહારનયની એ રીત છે,
નિશ્ચયનય તેનો નિષેધ કરે છે કેઅન્ય કર્તા નથી જ.
શ્રેણિક રાજાને ક્ષાયિક સમ્યગ્દર્શન થયું તે પર્યાયનો કર્તા તેમનો આત્મા છે કે મહાવીર
ભગવાન્?
કેવળી–શ્રુતકેવળી સમીપે ક્ષાયિક સમ્યક્ત્વ થાય એમ કથન છે ને? તે તો નિમિત્તપણે કોણ હોય
તે બતાવવા વ્યવહારનયથી કહ્યું છે. નિમિત્તથી થતું હોય તો બીજાને કેમ ન થયું? જે જીવ તે જાતની
લાયકાતરૂપે પરિણમે તેને જ કેવળી વગેરે નિમિત્ત કહેવાય છે. ખરેખરબીજા જીવને સમ્યગ્દર્શન પર્યાય
ઉપજાવવાના કામ માટે ભગવાન અલાયક છે.
શ્રેણિક રાજાએ નરકાયુ બાંધ્યું માટે નરકક્ષેત્રમાં જવું પડ્યું એ કથન નિમિત્તનું જ્ઞાન કરાવવા
માટે છે. ખરેખર તો તે જીવની ત્યાં જવાની યોગ્યતાથી અને તેની ક્રિયાવતી શક્તિના કારણે ત્યાં જવું
થયું છે, કેમકે તેમનો આત્મા નરકની યોગ્યતારૂપે પરિણમતો હતો. કર્મનો ઉદય જીવને હેરાન કરે, કર્મ
ભોગવવા પડે, આઠ કર્મને લીધે જીવ સંસારમાં રખડે છે–એ ખોટી વાત છે, કેમકે કર્મ પુદ્ગલ દ્રવ્ય છે
તે જીવના પરિણામ કરવા માટે અયોગ્ય છે.
પ્રશ્ન:– બીજમાંથી અનાજ પાકે છે તે શું એની મેળે પાકે છે?
ઉત્તર:– હા, અનાજમાં ઊગવાની અને પાકવાની શક્તિ છે, તે જ પ્રગટ થાય છે. ખેડુત, માટી,
પાણી, કાળ વગેરે તો નિમિત્ત માત્ર છે, અન્ય દ્રવ્યમાં કોઈ અન્યનું કાર્ય કરવાની યોગ્યતા નથી.
કાર્યનો કર્ત્તા તે દ્રવ્યની ક્ષણિક ઉપાદાન શક્તિ જ છે, નિમિત્ત કારણ તે ખરૂં કારણ નથી, પણ
સ્વપરપ્રકાશક પ્રમાણજ્ઞાન ઉપાદાન–નિમિત્ત–નિમિત્ત બધાને જેમ છે તેમ જાણે છે. સ્વજ્ઞેય દ્રવ્ય–ગુણ–
પર્યાય સ્વતત્ત્વપણે અને નિમિત્તરૂપ પરજ્ઞેય પરતત્ત્વપણે છે, વિભાવ અને સ્વભાવને ગૌણ મુખ્ય ન
કરતાં સર્વાશ ને જાણે તે પ્રમાણ જ્ઞાન છે, તેથી પ્રમાણ પૂજ્ય નથી પણ નયજ્ઞાન પૂજ્ય છે એમ નયચક્ર
ગ્રંથમાં કહેલ છે.
નિશ્ચયનયનો વિષય ભૂતાર્થ સ્વભાવ છે તેથી સ્વાશ્રિત જે નિશ્ચયનય છે તે દ્વારા પોતાના
એકરૂપ ધ્રુવસ્વભાવને ગ્રહણ કરતાં પરાશ્રયરૂપ વ્યવહારનય ગૌણ થઈ જાય છે, [તે કાર્ય પ્રમાણ
જ્ઞાનનું નથી,) હેય તત્ત્વનો નિષેધ અને ઉપાદેય શુદ્ધતાનું ગ્રહણ, રાગાદિ વ્યવહારપક્ષની ઉપેક્ષા અને