ક્રમવૃત્તિરૂપ અને અક્રમવૃત્તિરૂપ વર્તન જેનું લક્ષણ છે એવી ઉત્પાદ વ્યય ધ્રુવત્વ શક્તિનું વર્ણન થઈ
ગયું. આત્મા અનંત શક્તિનો પિંડ છે. ત્રણેકાળ અનંત આત્મા છે અને તે પૃથક પૃથક છે. એક સમયમાં
અનંત સામર્થ્યથી એકરૂપ આત્મદ્રવ્ય પરિપૂર્ણ છે તેની ઉપર દ્રષ્ટિ દેવાથી સમ્યગ્દર્શન, જ્ઞાન, આનંદ,
સ્વચ્છત્વાદિ અનંતશક્તિ પર્યાયમાં ઊછળે છે, અનંતગુણની અનંત પર્યાય સમ્યક્પણે ઊપજે છે એવા
એકરૂપ જ્ઞાયક આત્માની પ્રતીતિ થાય તેનું નામ ઉત્તમ સત્ય છે. સત્યા સાંભળ્યું નથી, સાંભળવાની
રુચિ નહીં, રુચિ વિના પરિણમન નહિ
૯૯મી ગાથામાં દ્રવ્યના સ્વભાવભૂત ઉત્પાદ–વ્યય–ધ્રૌવ્યમય પરિણામશક્તિ છે અને તેનો ખુલાસો
૧૦૯મી ગાથામાં આચાર્ય દેવે કર્યો છે કે અમોએ આગળ ગાથા ૯૯માં કહેલ તે પરિણામશક્તિ
આત્માનો ગુણ છે. ગુણમાં સદેશપણું છે. ધ્રુવપણું છે, ને પર્યાયમાં ઉત્પાદ–વ્યયપણું છે. દરેક
ગુણમાં તેનું રૂપ અને ભાવ છે. દરેક સમયે નવી પર્યાયનો ભાવ તે ઉત્પાદ સત્ છે, પૂર્વ પર્યાયનો
અભાવ તે વ્યયસત્ છે તે વિસદ્રશરૂપે ભાવ છે. અને ગુણ તો ત્રિકાળ સદ્રશતારૂપે ધ્રુવભાવ છે.
આમ દિવ્ય શક્તિવાળા આત્મ દ્રવ્યમાં દ્રવ્યના સ્વભાવભૂત ઉત્પાદ–વ્યયથી સ્પર્શશક્તિ છે તે
પોતાના કારણે છે. પરથી નથી, એવી અનંતશક્તિ આત્મ દ્રવ્યમાં બિરાજમાન છે. અહીં ૪૭
શક્તિનાં નામ લીધાં પણ એવી અગણિત શક્તિ છે, એનો ધરનાર એક આત્મા છે તેમાં પોતાના
સામર્થ્યથી પોતાના કારણે ઉત્પાદ–વ્યય થયા કરે છે.