પોષ: ૨૪૧૯ : ૯ :
થવું તે અપેક્ષાએ વસ્તુને અસદશ કહેવામાં આવે છે, અને દ્રવ્ય–ગુણ કાયમ એકરૂપ રહે છે તે અપેક્ષાએ
તેને સદશ કહેવામાં આવે છે; બેઉને આ પરિણામ શક્તિ સ્પર્શે છે.
દયા, દાન, વ્રત આદિના શુભરાગ છે તે આસ્રવ છે, બંધનું કારણ છે; તેને ધર્મ માને તેનેઆચાર્ય
દેવે કલીબ અર્થાત્ આત્મકાર્ય કરવા માટે નપુંસક કહયા છે.
પરિણામશક્તિની જેમ આત્મામાં જ્ઞાનાદિ દરેક ગુણ સદ્રશ–વિસદ્રશપણે વ્યાપે છે. દ્રવ્યસત્, ગુણ
સત્ અને પ્રત્યેક સમયની પર્યાય પણ સત્ છે. તેનો કોઈ અન્ય કર્ત્તા નથી, –ને તે રાગાદિ, દેહાદિ
કોઈનું કાર્ય નથી, કોઈ કારણ પણ નથી. કોઈથી એનું કાર્ય થાય એમ પરાધિન નથી. શુભરાગરૂપ
વ્યવહાર કારણ અને નિર્મળ પર્યાય કાર્ય એમ નથી. એક શક્તિની પ્રધાનતાથી વર્ણન છે પણ દરેક ગુણ
(શક્તિ) એક સાથે છે, એકબીજામાં વ્યાપક છે; તેની સાથે પ્રભુત્વ શક્તિ છે, તે અનંતગુણની શક્તિમાં
નિમિત્ત છે; પોતપોતાના સામર્થ્યથી નિર્મળ પર્યાયના ઉત્પાદ–વ્યય–ધ્રુવતા સહિત સ્વદ્રવ્યને સ્પર્શે છે.
રાગને કે નિમિત્તને સ્પર્શે એવી કોઈ શક્તિ આત્મદ્રવ્યમાં નથી. સદ્રશ–વિસદ્રશ પોતાના કારણે
પરિણમન થાય છે. આત્માની નિર્મળ પર્યાય પૂર્વની પર્યાયના કારણે નથી, પર નિમિત્તના કારણે નથી,
તેમજ રાગના કારણે પણ નથી.
કહેવત છે કે ચેલૌયો સત્ય ન ચુકે, મહેરામણ માજા ન મૂકે; એમ પોતાની અંતરદ્રષ્ટિરૂપ
સાધકભાવ તે શિષ્ય છે, દ્રવ્યગુણનો સાગર તે ગુરુ છે. ભગવાન આત્મા અનંતગુણનો સાગર પોતાના
દ્રવ્ય–ગુણ–પર્યાયની મર્યાદા ન તોડે, એક ગુણ બીજા ગુણનું કાર્ય ન કરે તેમજ પરવડે પોતે ન પરિણમે.
“સત્ દ્રવ્ય લક્ષણં”, અને “ઉત્પાદ–વ્યય–ધ્રૌવ્ય યુક્ત સત્” આવો દ્રવ્યનો સ્વભાવ છે. એથી
સાબિત થાય છે કે સ્વયંસિદ્ધ દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેને સત કહ્યા છે અને અસ્તિત્વમાત્રમયી પરિણામ
શક્તિથી વ્યાપક કહ્યાં છે. અનંત ગુણ તે સામાન્ય છે અને તેની દરેક સમયે થતી પર્યાય તે વિશેષ છે;
માટે પરથી કાંઈ થઈ શકે છે એ માન્યતાને સ્થાન નથી. અહો! અનંતકાળે આવી વાત માંડ સાંભળવા
મળે છે, સમજવા માગે તો સમજી શકે છે, ને જે સમજી શકે તેને જ સમજાય તેવું કહેવાય છે.
ભગવાનની વાણી સમજનાર એવા આત્માને કહે છે. ભગવાન કાંઈ જડને સંભળાવતા નથી, જડ કર્મને
ઉપદેશ દેતા નથી કે ‘તું ખસી જા, ને જીવને ધર્મ કરવા દે.’ આચાર્યદેવ કહે છે કે અમે આત્મા છીએ, તું
પણ જ્ઞાનસ્વરૂપ આત્મા છો. તું તારા દ્રવ્ય–ગુણ–પર્યાયથી એકરૂપે છો.
સમયસારજી ગા. ૩માં કહયું છે કે દરેક પદાર્થ પોતાના અનંત ગુણો–અનંત ધર્મોને ચુંબે છે–
સ્પર્શે છે, એક બીજા કોઈને સ્પર્શતા નથી. એક એક આત્મા કે એક પરમાણુ બીજા કોઈને કદી સ્પર્શતો
નથી. જડ કર્મ આત્માને ન સ્પર્શે અને આત્મા જડને ન અડે. આવી સ્વતંત્ર સત્તાનું ધામ, સચ્ચિદાનંદ,
અક્ષય આનંદ મંદિર આત્મા છે. ઉત્પાદ–વ્યયમાં પ્રભુતા પોતાની છે, વીર્યગુણની પ્રભુતા આત્મદ્રવ્યની
છે. પરથી કે પરના ટેકાથી કાર્ય થાય એવી કોઈ શક્તિ આત્મામાં નથી. અનંતગુણ પોતાની પ્રભુતા
બતાવે છે, હીનતા બતાવતા જ નથી. અહો! કેવળ જ્ઞાનનો અપાર અપાર મહિમા છે, તે સર્વ પદાર્થમાં
આવી સ્વતંત્રતા બતાવે છે.
અસ્તિત્વમાત્રમયી ઉત્પાદ–વ્યય–ધ્રુવપણાથી આલિંગિત સત્તારૂપ નિરપેક્ષતા સ્વાધીનતા પ્રસિદ્ધ
કરનારી મહાન શક્તિ છે એમ બતાવી આચાર્યદેવે સર્વજ્ઞનાં પેટ ખોલી નાખ્યાં છે.
(ક્રમશ:)
(આ શક્તિનું વર્ણન ‘પરમાત્મપુરાણ’ માં બહુ સરસ છે તે હવેના અંકમાં આપવામાં