પોષ : ૨૪૮૯ : ૧૧ :
વિચારવું કે અજ્ઞાની તો સમભાવ લક્ષણ ધર્મનો નાશ કરે છે્ મારું કાંઈ કરી શકતો નથી. મારો
સ્વસન્મુખ જ્ઞાતાસ્વભાવી ધર્મ અને તેમાં ધૈર્યરૂપ ધર્મ તેનો નાશ તે કરી શકવા સમર્થ નથી, તે તો જ્ઞેય
છે તેમાં અનિષ્ટપણું મને ભાસતું નથી.
જ્ઞાની એમ ન વિચારે કે અરે! મારે કેટલો કાળ પ્રતિકૂળતા સહનકરવી પણ બેહદ
જ્ઞાતાસ્વભાવની ધીરજને ચૂક્તો નથી. મેં જ પૂર્વે પાપરૂપી મુર્ખાઈ કરેલી, તે કાળે પાપકર્મ બંધાએલું,
આ દુર્વચનાદિ, ઉપસર્ગાદિ તેના ફળ છે. આ જ્ઞેયો તો મારો જ અપરાધ હતો તેમ જ્ઞાન કરાવે છે, બાકી
અન્ય તો નિમિત્ત માત્ર છે, ઈત્યાદિ ભેદવિજ્ઞાન સહિત ચિન્ત્વન કરતાં ઉપસર્ગાદિના નિમિત્તમાં
જ્ઞાતાસ્વરૂપની અરુચિરૂપ ક્રોધ તથા રાગદ્વેષ ઉત્પન્ન ન થાય એ રીતે સમતા ભાવને ધારણ કરે છે,
જ્ઞાતા કહે છે.
અજ્ઞાની ગમે તેવું બહારમાં સહન કરતો ભલે દેખાય પણ તેને સાચી ક્ષમા હોતી નથી.
બંધાદિકના ભયથી તથા સ્વર્ગ–મોક્ષની ઈચ્છાથી વા ક્રોધ કરીશ તો શાસ્ત્રમાં લખ્યું છે કે પાપકર્મો
બંધાશે માટે તે ક્રોધાદિ કરતો નથી. પણ ત્યાં જ્ઞાતાસ્વભાવની અરુચિ અને રાગની રુચિ હોવાથી
ક્રોધાદિ કરવાનો અભિપ્રાય તો ગયો નથી. જેમ કોઈ રાજાદિકના ભયથી વા મહંતપણાના લોભથી પર
સ્ત્રી સેવતો નથી, તો તેને ત્યાગી કહી શકાય નહીં. તે જ પ્રમાણે આ પણ ક્રોધાદિનો ત્યાગી નથી.
અભ્યાસથી કોઈ ઈષ્ટ અનિષ્ટ ન ભાસે ત્યારે સ્વયં ક્રોધાદિ ઉપજતા નથી અને ત્યારે જ સાચો ધર્મ
થાય છે. (મોક્ષમાર્ગ પ્ર૦ પૃ. ૨૩૨)
(૩) હવે ઉત્તમ માર્દવ ધર્મને કહે છે :–
उत्तमणाय पहाणो उत्तम तवयरण करण सीलोवि ।
अप्पाणं जो हीलादि मदव रयणं भवे तस्स ।। ३९४।।
અર્થ :– જે મુનિ ઉત્તમજ્ઞાનથી તો પ્રધાન હોય, ઉત્તમ તપશ્ચરણ કરવાનો જેનો સ્વભાવ હોય
તોપણ જે પોતાના આત્માને મદરહિત કરે, ગર્વ ન કરે તે મુનિને ઉત્તમ માર્દવધર્મ રત્ન હોય છે. જ્ઞાનીને
પોતાના અવિનાશી ચિદાનંદી પૂર્ણસ્વભાવનો જ મહિમા વર્તે છે, સ્વસન્મુખતાના બળથી અંશે તેટલો
વીતરાગી ધર્મ પ્રગટતાં અરે! હું કોનાથી માન કરું? કોનું અભિમાન કરું? સકળ શાસ્ત્રને જાણનાર
હોય તોપણ જ્ઞાનનો મદ ન કરે; ત્યાં આમ વિચારે કે મારાથી મોટા અવધિ, મનઃપર્યયજ્ઞાની છે,
કેવળજ્ઞાની તો સર્વોત્કૃષ્ટ જ્ઞાની છે, હું કોણ છું? અતિ અલ્પજ્ઞ છું, તુચ્છ છું એમ નિર્માનતા જ ધારણ
કરે છે, અને આઠ પ્રકારના મદ (–જાતિ, લાભ, કૂળ, રૂપ, તપ, બલ, વિદ્યા અને અધિકાર મદ) ને
ઉત્પન્ન થવા દેતા નથી. પૂર્ણ જ્ઞાનસ્વભાવનો વિનય કરે છે. જ્ઞાતાસ્વભાવમાં સાવધાન થઈ સમતાવડે
પોતાના આત્માને નમ્ર બનાવે છે, તેનું નામ અવિકારી શાન્તિ રૂપ વિનય અને માનાદિ વિકારનો
પરાજય–એનું નામ ઉત્તમ માર્દવ ધર્મ છે.
પોતાને ઉત્કૃષ્ટ તપ હોય તોપણ મદ ન થવા દે. જેમ મંદિર ઉપર મણિમય સુવર્ણનો કળશ
ચડાવી શોભા વધારે છે તેમ અખંડિત પ્રતાપ સંપદાથી આત્મામાં સ્વસંવેદન જ્ઞાનદ્વારા એકાગ્રતાવડે
અતીન્દ્રિય આનંદના ઉછાળા આવે એવી ચૈતન્યની પરમ મહિમા વધારે ને રાગાદિ વિકારની તુચ્છતા
થઈ જાય, ઉત્પત્તિ ન થાય એવી ચૈતન્યની મહિમા છે.
જેમ સમુદ્ર મધ્યબિંદુથી ઉછળીને ભરતી લાવે છે તેમ આત્મામાં બેહદ પૂર્ણ જ્ઞાનાનંદમાં દ્રષ્ટિ,
જ્ઞાન અને એકાગ્રતાના બળથી આનંદની ભરતી આવે, એ રીતે તેના આદરવડે અનિત્ય ક્રોધ તથા
માનાદિ મદ ઉત્પન્ન ન થવા દે એનું નામ સમ્યક્ચારિત્રનો ઉત્તમ માર્દવ ધર્મ છે.