Atmadharma magazine - Ank 231
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 15 of 29

background image
: ૧૨ : આત્મધર્મ: ૨૩૧
ઉત્તમ સત્ય ધર્મ–કા. અનુપ્રેક્ષા ગા. ૩૯૮.
અર્થ–જે મુનિ જિનસૂત્ર અનુકૂળ વચનને જ કહે, અર્થાત્ તેમાં જે આચારાદિ કહ્યા છે તે પાલન
કરવામાં પોતે અસમર્થ હોય તો પોતાના બચાવ ખાતર પણ અન્યથા ન કહે, વ્યવહારથી પણ અસત્ય
ન કહે તે મુનિ સત્યવાદી છે અને તેને જ ઉત્તમ સત્ય ધર્મ હોય છે. સર્વજ્ઞ ભગવાને અનાદિ અનંત
દ્રવ્ય–ગુણ–પર્યાયની સ્વતંત્રતા કહેલ છે, પરથી કોઈની પર્યાય થતી નથી એમ શાસ્ત્રમાં પણ કહ્યું છે
તેથી તેનાથી વિરુદ્ધ કથન જ્ઞાની કરે નહીં.
શિથિલ થઈ કહે છે કે પંચમકાળમાં આવું જ મુનિપણું હોય તો એ જૂઠ છે. પોતાના દોષ
જગતમાં પ્રસિદ્ધ કરવાથી માન જતું રહેશે, નિંદા થશે એમ માનાદિ વશે પણ જૂઠ ન બોલે, દોષ ન
છૂપાવે તથા લૌક્કિમાં પણ જે સત્ય છે તેને અન્યથા ન કહે, એ ૧૦ પ્રકારના વ્યવહાર સત્યના ભેદ છે.
શરિરાદિ પરદ્રવ્યો પ્રત્યે પણ માધ્યસ્થતા
હું દેહ નહીં, વાણી નહિ, ન મન તેમનું કારણ નહિ,
કર્તા ન કારયિતા ન અનુમંતા હું કર્તાનો નહિ.
હું દેહાદિપણે નથી, તેનું કારણ નથી, તેનોકર્તા, કરાવનાર અને પ્રેરક પણ નથી
હું તો નિત્યજ્ઞાતા છું.
પ્રવચનસાર ગાથા૦ ૧૬૦
લડાઈ જગડા ક્યારે મટે
પોતાની સમજણ શું છે તે નક્કી કરે અને પોતાને સમજવાનો સવળો પુરુષાર્થ કરે ત્યારે.
સ્વરૂપ સમજ્યા વિના ત્રણકાળમાં નિવેડો થાય નહીં. કોઈ સીધો
‘ગધેડો’ કહેતો કજીયો કરે પણ જે ભાવમાં તેવા અનંતા ભવ ઉભા છે તે
ભાવનો નાશ કરતો નથી તો તે ભૂલનું ફળ ભોગવવું પડશે માટે સમયે સમયે
તારા પરિણામ તપાસ અહીં સમજણ ઉપર વજન છે. જીવ સમજણમાં ઊંધુંં
માની પરમાં ઠીક–અઠીકપણે રાગ–દ્વેષ કરે અથવા સવળું માની રાગ–દ્વેષ તોડી
વીતરાગભાવ કરી શકે. તે સિવાય બીજું કાંઈ તે કરી શકતો નથી. માટે જો
સત્ય સ્વભાવ ન સમજ્યો તો જેમ સમુદ્રમાં ફેંકેલ મોતી હાથ ન આવે તેમ
ચોરાશીની રખડપાટમાં ફરી મનુષ્ય થવું ઘણું મોંઘું છે. પૈસા વગેરે બહારના
સંયોગો મળે તેમાં સમજણની જરૂર નથી, તે તો પૂર્વના પુણ્યના કારણે આવી
મળે છે. પણ આત્માને સમજવામાં અનંતો સવળો પુરૂષાર્થ જોઈએ. કારણ કે
ત્યાં કર્મ કરાવે તેમ થતું નથી.
(સમયસાર પ્રવચન ભાગ ૧ પૃ૦ પ૬૦)